________________
ધર્મકથાનગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૭૭.
હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવી પહોંચ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરથી થોડે દૂર ઊભા રહીને શ્રમણ ભગવાન મહાવીરને આમ કહેવા લાગ્યા–“હે આયુષ્યમાન કાશ્યપ ! તમે ખરું બોલી રહ્યા છો, તમે ભલું બોલી રહ્યા છો કે “ગોશાલક મંખલિપુત્ર મારો ધર્મઅંતેવાસી (ધર્માનુયાયી) છે, ગોશાલક મંખલિપુત્ર મારો ધર્મઅંતેવાસી છે !”
જે તમારો ધર્મસંતવાસી તે મંખલિપુત્ર તે પવિત્ર અને શુકલ લેશ્યાવાળો થઈ મૃત્યુ સમયે મૃત્યુ પામી બીજા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. હું તો ઉદાયી કડયાયન છું. અર્જુન ગૌતમપુત્રનું શરીર છોડીને હું ગોશાલ મંખલિપુત્રના શરીરમાં પ્રવેશ્યો છું. આ રીતે
આ તો મારો સાતમો પ્રવૃત્ત-પરિહાર (શરીરન્તર) છે.
હે આયુષ્યમાન કાશ્યપ ! અમારા સિદ્ધાંતમાં જે કઈ સિદ્ધ થાય છે કે સિદ્ધ થશે તે સર્વે ચોરાશી લાખ મહાક૯૫, સાત દિવ્ય (ભવ), સાત મનુષ્યાદિ (ભવ), સાત પ્રવૃત્ત-પરિહાર (શરીરાંતર-પ્રવેશ) કરીને પાંચ લાખ સાઠ હજાર છસે ત્રણ કર્માશાને અનુક્રમથી ખપાવીને ત્યાર પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અથવા એ રીતે એણે સર્વ દુ:ખોનો અંત કર્યો છે, કરી રહેલ છે, અથવા કરશે. . જેવી રીતે ગંગા મહાનદી જ્યાંથી નીકળીને
જ્યાં સમાપ્ત થઈ તે (વચ્ચેનો) માર્ગ પાંચસો યોજન લાંબો, અધયોજન પહોળો અને પાંચસો ધનુષ ઊંડો (એ પ્રમાણનો છે), એવા એક ગંગા પ્રમાણવાળી સાત ગંગાઓ એકઠી થાય ત્યારે એક મહાગંગા બને, સાત મહાગંગા બરાબર એક સાદીન- ગંગા બને, સાત સાદીનગંગ બરાબર એક લોહિત ગંગા, સાત લોહિત ગંગા બરાબર એક આવંતી ગંગા, સાત આવંતી ગંગા બરાબર એક
પરમાવંતી ગંગા-એવી રીતે પૂર્વાપર થઈને એક લાખ સત્તર હજાર છસો અને ઓગણપચાસ ગંગાઓ એકઠી થાય તેમ કહેવાય છે.
તેના બે પ્રકારના કાળ-પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે : સૂક્ષ્મ આકૃતિવાળું શરીર જેનું બન્યું છે તે અને સ્થૂળ આકૃતિ વાળું.
ત્યાં જે સૂક્ષ્મ આકૃતિવાળું છે તેને રહેવા દો. પછી જે સ્થૂળ આકૃતિવાળું છે તેમાંથી સો સો વર્ષ જતાં એક એક ગંગાનો કણ (કંકર) લઈ લેતાં જેટલા કાળમાં તે કઠો (ખાડો) ક્ષીણ થાય, રજ વગરનો, નિર્લેપ થાય, સમાપ્ત થાય તે સર પ્રમાણ છે.
આવા સરપ્રમાણના ત્રણ લાખ સર બરાબર એક મહાકલ્પ, ચોરાશી લાખ મહાક૯પ બરાબર એક મહામાનસ.
અનંત જીવનિકાયમાંથી જીવ વિત થઈને ઉપરના માનસ સંયુથમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગ-ઉપભોગો ભોગવતો વિહરે છે..
તે દેવલોકમાંથી આયુષ્યનો ક્ષય. સ્થિતિ-ક્ષય અને કર્મ-ક્ષય થવાથી પછી વિત થઈને પ્રથમ સંસિગર્ભ પંચેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય છે. પછી તે ત્યાંથી ગત્યતર કરીને મધ્યમ માનસ-સંધૂથના દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
તે ત્યાં દિવ્ય ભાગ-ઉપભોગો યાવત્ વિહરીને તે દેવલોકમાંથી આયુષ્ય આદિ ક્ષય થતાં યાવતુ
વિત થઈને દ્વિતીય સંક્ષિગર્ભ (પંચેન્દ્રિય મનુષ્ય) તરીકે ઉત્પન્ન થાય છે. પછી તે ત્યાંથી મૃત્યુ પામીને નીચેના માનસ સંધૂથ દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
તે ત્યાં દિવ્ય યાવતુ રવિત થઈને ત્રીજા સંસિગર્ભ જીવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાંથી થાવત્ મરીને ઉપરના મનુષ્યોત્તર સંયૂથદેવ રૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્યાં દિવ્ય ભાગ યાવત્ ઐવિત થઈને ચોથા સંક્ષિગર્ભ જીવ રૂપે ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org