SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અંકિત થયું છે. આગમોના વ્યાખ્યા સાહિત્યમાં જુદા જુદા સાંસ્કૃતિ સંદર્ભે વિશેષરૂપે સ્પષ્ટ કરવામાં આવ્યા છે.' આગમ ગ્રન્થમાં પ્રાપ્ત થતી સમાજ, સંસ્કૃતિ અને રાજનીતિ વગેરેની સામગ્રીનું મહત્ત્વ એ માટે વિશેષ છે કે આ યુગના અન્ય અતિહાસિક સાધન ઓછાં પ્રાપ્ત થાય છે. તેથી આ જ સાહિત્યિક પુરાવા પર આધાર રાખવો પડે છે. જન-મુનિઓ દ્વારા લખવામાં આવેલ અથવા સંકલિત કરવામાં આવેલ આ આગમગ્રન્થમાં અતિશયોક્તિઓ હોવા છતાં પણ યથાર્થ ચિત્રણ વિશેષ છે, જે સંસ્કૃતિના મૂલ્યાંકન માટે જરૂરી છે. આ આગમ કથાઓમાં પ્રાપ્ત થતી સાંસ્કૃતિક સામગ્રીના મૂલ્યાંકન માટે સુકમ અધ્યયનની જરૂર છે, તથા સમકાલીન અન્ય પરંપરાના સાહિત્યની જાણ રાખવી પણ જરૂરી છે. અહીં કેટલાંક સાંસ્કૃતિક સંદર્ભોનું માત્ર દિગ્દર્શન જ કરી શકાય. ભાષામક દષ્ટિ - મહાવીરના ઉપદેશાની ભાષાને અર્ધમાગધી કહેવામાં આવી છે. તેથી તેમને ઉપદેશ જે આગમોમાં સંકલિત થયો છે તેમની ભાષા પણ અર્ધમાગધી પ્રાકૃત છે. પરંતુ આ ભાષામાં મહાવીરના સમયની જ અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ સુરક્ષિત રહ્યું નથી, કિન્તુ ઈ. સ. ની ૫ મી શતાબ્દી પર્યન્ત પ્રચલિત રહેલી સામાન્ય પ્રાકૃત મહારાષ્ટ્રના રૂપે પણ આમાં મળી આવે છે. કેટલાંક આગમ ગ્રન્થોમાં અર્ધમાગધીમાં વૈદિક ભાષાના તો પણ મળે છે. “ચૂિંઝg' વગેરે યાઓમાં “ઈસ' પ્રત્યય અને ગ્રહણના અર્થમાં ઘેઘ' કિયાઓનું પ્રચલન વગેરે આગમોમાં વેદિક ભાષાનો પ્રભાવ દર્શાવે છે. માગધી અને શોરસેની પ્રાતના કેટલાક છૂટાછવાયા પ્રયોગો પણ આમાં મળે છે.૪ સંભવ છે કે અર્ધમાગધી ભાષાના ગઠનની પ્રવૃત્તિના કારણે આમ થયું હશે, આગમોની ભાષાને સમજવા માટે કેટલાક ભાષાત્મક સૂત્ર આગમાં જ મળે છે, જે સમજવાની જરૂર છે.' આ આગમિક-ક્રિયાઓની ભાષાનું સ્વરૂપ અને તેના સ્તરને સમજવા માટે વ્યાખ્યા સાહિત્યમાં કરવામાં આવેલ વ્યુત્પત્તિએને પણ જેવી જરૂરી છે. પ્રકાશિત સંરકરની સાથે જ ગ્રન્થોની પ્રાચીન પ્રતમાં અંકિત ટિપશુ પણ આગની ભાષાને સ્પષ્ટ કરે છે. પાઠ ભેદનું તુલનાત્મક અધ્યયન પણ આમાં મદદરૂપ થશે. આ કથાઓના કેટલાય નાવને બહુભાષાવિદ્ કહેલા છે. જ્ઞાતાધર્મકથામાં મેઘકુમારની કથામાં તેને અઢાર જુદા જુદા પ્રકારની દેશી ભાષાઓને વિશારદ કહ્યો છે. પરંતુ આ ભાષાઓના નામ આગમગ્રન્થામાં મળતા નથી. તે વ્યાખ્યાસાહિત્યમાં છે. કુવલયમાલાકડામાં આ ભાષાઓના નામની સાથે સાથે તેમનાં ઉદાહરણ પણ આપ્યાં છે. આ કથાઓમાં જુદા જુદા પ્રસંગમાં કેટલાય દેશી શબ્દાને પણ પ્રયોગ થયો છે. આગમ શબ્દકેશમાં એવા શબ્દોનું સંકલન કરીને સ્વતંત્ર રૂપે વિચાર થો જોઈએ. જિંદૂ, વહ્યા કરવા, વર, GIકુમળા, રત્તાં પુગીવા, સરસ, મલેન્ટિયાગsi, ઘકિ, મવોશ-પંદર', fૉમા, દંઢાળ વગેરે શબ્દ અંતકૃદશાની કથાઓમાં આવેલા છે. આ જ પ્રમાણે બીજી કથાઓમાં પણ શેાધી શકાય, કેટલાક શબ્દ વ્યાકરણની દૃષ્ટિએ નિયમિત નથી તથા તેમાં કારની વ્યાખ્યા નથી.૧° આ તમામ દૃષ્ટિએ આ કથાઓ ભાષામક અધ્યયનમાં પ્રવૃત્ત થવામાં મદદરૂપ થઈ શકે છે. પાલિ, સંસ્કૃત શબ્દોના આ કથાઓમાં પ્રયોગ પણ ઉપયોગી સામગ્રી પૂરી પાડશે, ૧. જેન, જગદીશચંદ્ર જેન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ ૨. ઘાટગે : ઈન્ટ્રોડકશન ટુ અર્ધમાગધી. ૩, પિશેલ : પ્રાકૃત ભાષાઓ કા વ્યાકરણ ૪, મિશ્રા, એસ. એનધી ગ્રામર એફ અર્ધમાગધી, વારાણસી. ૫. મહાપ્રત નથમલ મુનિ : “ આ પ્રાકૃત, સ્વરૂપ ઔર વિલેષણ' નામક નિબંધ, સંસ્કૃત-પ્રાક્ત જૈન વ્યાકરણ ઓર કોશકી પરંપરા, ૧૯૮૧.. ૬. મારવિહિgli૨-રેલીમારાવિકા – ધમકહાણ, શ્રમણ કથા, મૂળ પૃ. ૭૮, પેરા ૦૨૬ ૭. જૈન, પ્રેમ સુમન : કુવલયમાલા કહા કા સાંસ્કૃતિક અધ્યયન, ૫, ૨૫૬ ૮. આચાર્ય, તુલસી : આગમ શબ્દ કેશ, લાડનં. ૧૮૮૨. ૯. સાધ્વી દિવ્યા પ્રભા : અન્તકૃદિશા, ખ્યાવર, વિવેચન. ૧૦. મુનિ નથમલ : ઉત્તરાધ્યયન–એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૪૭૮ વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy