SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કથાના વિકાસની ચોથી અવસ્થા પ્રતિપાદ્ય વિષયને સુલભમાંથી અનુકરણીય બનાવવાની પ્રવૃત્તિની સાથે સંબંધિત છે. આ ભૂમિકા પર કથાકાર કહે છે કે–તમે જુઓ, આ બાવકે આ પ્રમાણે કર્યું, અને તેનું આ ફળ મેળવ્યું. તમે પણ જો આમ કરશે તો તમને પણ આ રીતનું ફળ મળશે. જૈન આગમાં અધિકાંશ કથાઓ આ જ પ્રકારની છે. આ વિકાસક્રમમાં અન્ય કથા સાહિત્ય અને તત્કાલીન જન–સમાજજીવનને પણ પ્રભાવ પડ્યો છે. આગમ કાળની કથાઓની પ્રવૃત્તિઓના વિશ્લેષણના સંબંધમાં કૅ. એ. એન. ઉપાધેનું આ કથન યોગ્ય જ જણાય છે “આરંભમાં, જે માત્ર ઉપમાઓ હતી તેને બાદમાં વ્યાપક રૂપ આપવા અને ધાર્મિક મતાવલંબિયોના લાભ માટે તેમની પાસેથી ઉપદેશ લેવા માટે તને કથાત્મક રૂપ આપવામાં આવ્યું છે. આ જ આધાર પર ઉપદેશપ્રધાન કથાઓ વર્ણનાત્મક રૂપે અથવા જીવત વાર્તાઓ રૂપે વિકસાવવામાં આવી છે.” તવા આમિક કથાઓની મુખ્ય વિશેષતા તેની ઉપદેશાત્મક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, પરંતુ ક્રમશઃ તેમાં વિકાસ થતા રહ્યા છે. ઉપદ, અધ્યાત્મ, ચરિત્ર, નાતિયા આગળ વધીને કેટલાક આગમના કથાએ શુદ્ધ લોકક અને સાર્વભોમક બની ગઈ છે. એ જ કારણું છે કે આ કથાઓને જે સ્વરૂપ-મુક્ત કહેવામાં આવે છે તે વિશેષ ન્યાયયુક્ત કહેવાશે. આલ્સડકે આગામક કથાઓના શૈલીને “લગ્રાફિક સ્ટાઇલ ' કહી છે. પરંતુ આ વાત બધે જ લાગુ પડતી નથી. આગમ ગ્રન્થની કથાઓની વિષય વસ્તુ વિવિધ પ્રકારની છે. તેથી આ કથાઓને સંબંધ પરવત કથા સાહિત્ય સાથે લાંબા સમયથી રહ્યા છે. સાથે સાથે દેશના અન્ય કથાઓ સાથે પણ આગમન કથાઓને સંબંધ કેટલાય કારણેયો બની રહ્યો છે. ડો. વિન્ટરનિટ્સે કહ્યું છે – કે “અમાણસાહિત્યને વિષય માત્ર બ્રાહ્મણ, પુરાણુ અને ચીરત્રકથાઓમાથી જ લેવામાં આવ્યો નથી, પરંતુ લેકકથાઓ અને પરિકથાઓ વગેરેમાથી પણ ગ્રહણ કરાયો છે. ”૪ પ્રો. હટેલ પણ જૈન કથાઓનો વિવધતાથી પ્રભાવિત થયા છે. તેમનું કહેવું છે કે – “જેનેનું કથા સાહિત્ય મૂલ્યવાન છે. તેમના સાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં કથાઓ પ્રાપ્ત થાય છે. જેમ કે પ્રેમાખ્યાન, ઉપન્યાસ, દાંત, ઉપદેશપ્રદ પશુકથાઓ વગેરે. કથાઓના માધ્યમથી તેમણે પોતાના સિદ્ધાંતો જન સાધારણ સુધી પહોંચાડ્યા છે.” આગમ ગ્રન્થોની કથાઓની એક વિશેષતા એ પણ છે કે એ પ્રાયઃ યથાર્થ સાથે સંકળાયેલી છે. તેમાં અલૌકિક તરવો અને ભૂતકાળની ઘટનાઓના ઉલેખ ઓછી છે. કોઈ પણ કથા વર્તમાન કથાનાયકના જીવનની સાથે શરૂ થાય છે. પછી તેને બતાવવામાં આવે છે કે તેના વર્તમાન જીવનને સંબધ ભૂત અને ભવિષ્યકાળ સાથે કેવી રીતે છે. આવી સ્થિતિમાં શ્રેતા કથાના પાત્રો સાથે આત્મીય બની જાય છે. જ્યારે વૈદિક કથાઓની અલોકિકતા ચમત્કારિક લાગે છે, પણ તેના સાથે નિકટતાને ભાવ અનુભવાતા નથી. બોદ્ધ કથાઓમાં પણ વર્તમાન કથાઓને અભાવ ખટકે છે. તેમાં બાધસવના માધ્યમવા બોદ્ધ સિદ્ધાતનું ભારણું વિશેષ પ્રમાણમાં છે. જો કે આ બને પરંપરાઓમાં કોઈ પ્રાચીન સામાન્ય સ્ત્રોતમાંથી પણ કથાએ ગ્રહણ કરવામાં આવી છે. જેને વિન્ટરનિસે “ શ્રમણુકાવ્ય” કહ્યું છે. સાંસ્કૃતિક મૂલ્યાકન – પ્રાકૃત આગમમન્થામાં મળી આવતી કથાએ કેવળ તરવ-દર્શનને સમજવા માટે જ નહીં, પરંતુ તે સમયના સમાજ અને સંસ્કૃતિને જાણવા માટે પણ મહત્તવની છે. જો કે આગમગ્રન્થોને કઈ એક રચનાકાળ નિશ્ચિત નથી. મહાવીરના નિર્વાણ પછી વલભીમાં સંપન્ન થયેલ આગમના વાચનાના સમય સુધીમાં આ આગમાનું સ્વરૂપ નિશ્ચિત થયું છે, તેથી ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતાબ્દીથા ઈ. સ. ની ૫ મી શતાબ્દી સુધી લગભગ એક હજાર વર્ષનું જન-જીવન આ આગમોમાં ૧. ઉપાધે, એ. એન. : બહત્કથાકેશ – ભૂમિકા, પૂ. ૮ ૨, પ્રાકૃત જૈન કથા સાહિત્ય, પૃ. ૧૬૮ (કૂટનેટ ) ૩, જૈન, જગદીશચન્દ્રઃ દે હજાર વર્ષ પુરાની કહાનિયાં. ૪. ધી જેન્સ ઈન ધી હીસ્ટરી ઓફ ઈન્ડિયન લિટરેચર, સં. મુનિ જિનવિજય. પૃ. ૫ ૫. . હર્ટલ : ઓન ધી લિટરેચર ઓફ ધી શ્વેતાબાઝ ઓફ ગુજરાત પૃ. ૬ ૬. જૈન, જગદીશચન્દ્રક પ્રાકૃત જન કથા સાહિત્ય, પૃ. ૮ ૭. પ્રા. હર્ટલ એજન ૫, ૭-૮ ૮. જુઓ- સમ પ્રોબ્લેમ્સ ઓફ ઈન્ડિયન લિટરેચર,” પૃ. ૨૧-૪૦ , માલવણિયા, પં. દલસુખ : જૈન સાહિત્ય કા બહટૂ ઈતિહાસ, ભા-૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy