________________
૨૮
.
આ કથા વિશેષ મહત્તવની છે. પશુ-પક્ષીના પ્રશિક્ષણની સૂચના પણ આ કથામાંથી મળે છે. બે કાચબાની વાર્તાથી ચંચળ પ્રકૃતિ અને સંયમિત પ્રકૃતિવાળા સાધકને થતા લાભાલાભની માહિતી મળે છે. શિયાળની ચાલાકી તકસાધુ વ્યક્તિઓની મનોવૃત્તિ પ્રગટ કરે છે.
જ્ઞાતાધર્મસ્થાની રહિણી કથા આગમ કથા સાહિત્યની ઉત્તમ કથાઓ પૈકીની છે, એક પરિવારના સભ્યના અલગઅલગ સ્વભાવને આમાં દર્શાવ્યા છે. ચાર વહુઓની કથાના નામથી આ કથાએ પરવત કથા સાહિત્યમાં સારું એવું સ્થાન મેળવેલ છે. આ કથાએ વિદેશી કથા સાહિત્યને પણ પ્રભાવિત કર્યું છે. અશ્વોને પકડવાની કથા પણ એક પ્રતીક કથા છે. જે અશ્વ લેભામણું પદાર્થ તરફ આકર્ષિત થયા તેઓ પરાધીન બની ગયા, બાકીના સ્વાધીન બની રહ્યા. વિષયોની આસક્તિ પ્રત્યે જાગ્રત રહેવાની વાત આ કથામાં કહી છે. આ જ વિષયની સાથે સંબંધિત કથા કુવલયમાલામાં પણ આવેલ છે.'
વિપાકસત્રની કથાઓ કર્મફળને પ્રતિપાદિત કરતી કથાઓ છે, પરંતુ તેના વિષય વસ્તના આધારે તેને સામાજિક કથાઓ કહી શકાય. તેમાં સમાજની એ બધા જ પ્રકારની વ્યક્તિઓની વૃત્તિઓનું વર્ણન છે, જે હિંસા, ચોરી, માંસવિજ્ય, કઠોર દંડ, યુક્ત ચિકિત્સા, ઈર્ષા, દૂ, માંસાહાર, કરશાસન, મદ્યપાન, વેશ્યાગમન વગેરે અનેક સમાજવિરોધી કાર્યોમાં લીન હતી. તેઓએ તેનાં ખરાબ પરિણામો પણ જન્મ સૂધી ભગવ્યાં, આ સંદેશ આપવા એ આ કથામાના ઉદ્દેશ છે. આ કથાઓમાં એક વાત સમાન રીતે જોવા મળે છે કે દરેક અપરાધી વ્યક્તિ જુદા જુદા પ્રકારના ફળોને ભોગવીને જયારે સદગતિ તરફ જાય છે, ત્યારે તેને શેઠના ઘેર જન્મ જરૂર લે પડે છે, તે પછી જ તેની દીક્ષા વગેરે થાય છે. આવા પ્રકારના વર્ણનથી કથાતત્વમાં રૂઢપણુ આવી જાય છે, પરંતુ આનાથી કથાઓની સમકાલીન માન્યતાઓ વિશે પણ જાણકારી મળે છે. વિપાક સૂત્રના બીજા શ્રત–રકંધની કથાઓમાં કેવળ સુબાહુની કથા વર્ણવેલ છે. બાકીની કથાઓ સંક્ષિપ્ત છે. તેમાં દાનનું ફળ અને પાંચસો કન્યાઓ સાથે વિવાહ બધે જ સમાન છે. આગમિક કથાઓનું વૈશિશ્ય –
જૈન આગમમાં પ્રાપ્ત થતી ઉપરોક્ત બધા જ પ્રકારની કથાઓના અવલોકનથી જણાય છે કે – કઈ પણ વાર્તાને સમજવા માટે તથા કાન્તા-સમત પદ્ધતિ છે. તેથી જ નાની નાની કથાઓ કેટલીય ગંભીર વાતો કહી જતી હોય છે. આગમોમાં સિદ્ધાંતના ગૂઢ વિષય સમજવા માટે પ્રતીક, દૃષ્ટાંત, રૂપક અને કથાની સહાય લેવામાં આવી છે. ઉપમાને, પ્રતીકે વગેરેથી કથાને વિકાસ સાધવાની પરંપરા વેદ, મહાભારત અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથમાં પણ છે, પરંતુ જૈન સાહિત્ય તેમાં વિશેષ રુચિ દર્શાવી છે.
આગમિક કથાઓને વિકાસ અને વૈજ્ઞાનિક ઢબે થયો છે. કથાના વિકાસનું પ્રથમ સ્તર અસંભવથી દુર્લભ તરફ જવાનું છે. આગમ કથા કહે છે કે–સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવી અસંભવિત છે. તેથી મુક્તિ પ્રત્યે ઉત્કંઠા જાગે છે ત્યારે કથા સાંભળનાર પૂછે છે કે સાચે સાચ સંસારીને મુક્તિ મળતી નથી ? તેના ઉત્તરમાં કથાકાર કહે છે કેના, એ વ્યક્તિ (તીર્થકર) જેવું કંઈ તપ કરે તો તેને મુક્તિને અનુભવ થાય છે. આથી મુક્તિ અસંભવિત સ્થિતિમાંથી દુર્લભ સ્થિતિમાં આવી જાય છે. આ જિનેનું આદર્શ જીવન પ્રસ્તુત કરવાની ભૂમિકા છે.
આ ઉપરાંત અપૂર્વ વૈભવને ત્યાગ, કષ્ટપ્રદ વ્રતનું પાલન, તપશ્ચર્યા, ધ્યાન અને યોગ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિની કથા મુક્તિના માર્ગને દુર્લભથી સંભવિતની કોટિમાં લાવે છે. આ કથાના વિકાસનું બીજુ સ્તર છે. આને મુનિમના વિવેચન માટેની ભૂમિકાની સંજ્ઞા આપી શકાય.
મુક્તિ તપશ્ચર્યાથી સંભવિત છે, આ વાત સમજવામાં આવ્યા પછી એ તપશ્ચર્યાને સંભવિતમાંથી સુલભ દર્શાવવા માટે બીજી કથાઓ કહેવામાં આવે છે. તેતિક આચરણ, શ્રાવક ધર્મ, દેનિ અનુષ્ઠાન, કર્મ સિદ્ધાંત વગેરે કથાઓ મુક્તિને સંભવિતમાંથી સુલભ બનાવીને તેમાં જનસમુદાયની રુચિ ઉત્પન્ન કરે છે. આને કથાના વિકાસની ત્રીજી અવસ્થા કહી શકાય.
૧. દુષ્ટ-લેખકનો શોધનિબંધ : કુવલયમાલાકાકા સાંસ્કૃતિક અધ્યયન, વૈશાલી, પૃ. ૨૧૦. ૨. સેજિંલિ પુત્તરાડુ વવારસા
– વિપાક, ૧, ધ, ક, મૂળ, પૃ. ૪૬૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org