________________
૨૮
ઉપાસક દશાંગ સૂત્રમાં દસ ઉપાસના કથાનકે વર્ણવાયાં છે. આનંદ ઉપાસકની કથાની જેમ જ બાકી નવા ઉપાસકેની કથા પ્રસ્તુત કરવામાં આવી છે. આ કથાઓ ઉદેશપૂર્ણ છે. આ સ્થાઓના માધ્યમથી મહાવીરના ધર્મ શાસન પ્રત્યે લોકોને આકર્ષિત કરવા તથા ગૃહસ્થ-જીવન પણ સાધનાની ભૂમિકા છે એ વાત સિદ્ધ કરવી એ વર્ણનેનું પ્રતિપાદ્ય છે. આનંદના પ્રસંગથી જ જણાય છે કે એક ગૃહસ્થ સાધક પણ સારા તત્વચિંતક બની શકે છે. ગૌતમ જેવા પ્રમાણુ પણ તેની પાસે પિતાના અજ્ઞાનના પ્રમાદ માટે ક્ષમાની યાચના કરે છે. મહાવીરની નિષ્પક્ષતાનો ઉષ પણ આ પ્રસંગથી થાય છે. આ દસે કથાનકેનું કથા-વસ્તુ પ્રાયઃ એકસરખું છે. એટલે કે કથાતત્ત્વને અહીં અભાવ છે. તેથી એ જાણું શકાય છે કે-ઉપાસક દશાંગની કથાઓ સંભવ છે કે મૂળ સ્વરૂપે નથી, ગ્રંથના વિષયનું ધ્યાન રાખીને ઘડવામાં આવેલ છે.
પપાતિક સૂત્રમાં મહાવીરના બે શ્રાવનું મુખ્યત્વે વર્ણન છે. કૃણિક રાજાએ મહાવીરનો ઉપદેશ સાંભળવા માટે ચંપાનગરીને શણગારી હતી અને તેમને ઉપદેશ સાંભળવા ગયો હતો. આ પ્રસંગમાં ચંપાનગરી અને મહાવીરનું જે વર્ણન કરવામાં આવેલ છે, તે સાહિત્યિક વર્ણન કેવી રીતે ઉપસ્થિત કરવામાં આવે છે તેનું મુખ્ય ઉદાહરણ છે.* કૃણિક રાજા જૈન અને બૌદ્ધ બને પરંપરામાં સારી રીતે ચર્ચાયેલ છે. બીજી કથા અંબડ પરિવ્રાજકની છે કે જેણે પોતાના શિષ્યો સાથે મહાવીરનો ઉપદેશ સાંભળ્યો હતો. અંબાના દઢ સમ્યફવનું પ્રતિપાદન આ કથાની વિશેષતા છે.
આગમ ગ્રન્થોમાંથી શ્રમણ, શ્રમણ અને શ્રમણોપાસકેના સ્થાનની સાથે જ પ્રમાણે પાસિકાઓના કથાનકેન ધમ્મુકહાણગમાં જુદા સંગ્રહ કરવામાં આવ્યો નથીસંભવ છે કે અમપાસકેના કથાનકની સાથે તેમની પત્નીઓને ઉલેખ થઈ જવાથી આગમ ગ્રન્થોમાં તેમના જુદા કથાનકે ઓછા પ્રમાણમાં અતિ થયા છે. બની શકે છે કે નારીઓ પ્રત્યેને સામાજિક દષિટકોણ પણ આમાં એક કારણ હેય, નહીંતર તે સમયની શીલવતી અને ધાર્મિક સ્ત્રીઓનું મહાવિરના શાસનને ઉન્નત કરવામાં કંઈ ઓછું યોગદાન નથી. નિકૂવ કથાનકો –
ભગવતી સૂત્રમાં વર્ણવેલ જમાલ અને ગોશાલક વગેરે સાત નિહુનની કથાઓ પણ આગમ કથા-સાહિત્યમાં પિતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. કારણ કે પ્રતિપક્ષનું પ્રતિનિધિત્વ તેના દ્વારા જ થાય છે. મહાવીરના જીવન અને ચિંતનને સમજવા માટે આ નિનની કથા સમજવી જરૂરી છે. બૌદ્ધ સાહિત્યમાં પણ ગોશાલકનું કથાનક છે. તેમાં તેને મકખલી ગોશાલ કહેવામાં આવ્યો છે. વિદ્વાનોએ આ વિષયમાં પર્યાપ્ત સંશોધન કર્યું છે, જેથી એ પ્રમાણિત થાય છે કે ગોશાલક આજીવક સંપ્રદાયને અગ્રણી હતો. પ્રકીર્ણક કથાનકો --
ધમ્મકહાણુઓના છઠ્ઠા પ્રકીર્ણક ખંડમાં આગમોમાં મળતી છૂટીછવાઈ કથાઓ એકઠી કરવામાં આવી છે. તેમાંથી ઘણી ખરી જ્ઞાતાધર્મકથા અને વિપાકસૂત્રમાં મળે છે. આ કથાઓને દષ્ટાંત-કથાઓ કહી શકાય. જુદા જુદા અવસરે આ કથાઓના ઉદાહરણ આપીને કર્મ સિદ્ધાંત અને અન્ય તત્તવદર્શન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રથમૂસલસંગ્રામના વર્ણન દ્વારા યુહને કારણે થતી હાનિ દર્શાવવામાં આવી છે અને બંધ કરવામાં આવ્યો છે કે યુદ્ધમાં મરવાથી બધાને સ્વગ મળતું નથી. આ કથામાં રાજા શ્રેણિક, રાણી ચેલણ અને કણિકના જીવનની મુખ્ય ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલ છે. | વિજય ચોરની કથા એક પ્રતીક કથા છે. તેમાં બે વિરોધી શક્તિઓનું એકીકરણ બતાવીને જૈન દર્શનના અનેકાન્તવાદને પ્રકારાન્તરથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આત્મા અને શરીરના સંબંધને પણ કથાકારે પ્રતીકના માધ્યમથી પ્રગટ કર્યો છે. મયૂરી-અંડક નામની કથા કુતુહલ-વર્ધક કથા છે. શ્રદ્ધા તેમ જ શંકાશીલ મનના સ્વરૂપને બતાવવા માટે
૧. તુલનાત્મક કોષ્ટક માટે જુઓ–ઉવાસદસાએ, ખ્યાવર, સંપા. ડે. છગનલાલ શાસ્ત્રી, પૃ. ૧૯૪-૯૫, ૨. ધમ્મ, મૂળ, પૃ. ૨૬૩ વગેરે, ૩. મુનિ, નગરાજ : આગમ ઔર ત્રિપિટા–એક અનુશીલન પૃ. ૩૩૦ વ. ૪. શાસ્ત્રી, દેવેન્દ્ર મુનિ ઃ ભગવાન મહાવીર-એક અનુશીલન, પૃ. ૩૨૫ વ. ૫. મજિઝમનિકાય અઠકથા, ૧,૪૨૨ વ, ૬. ડે. બરુઆ – ધ આજીવકીઝ' દ્રષ્ટવ્ય. ૭. ધમ્મકહાણ, મૂળ, પૃ. ૨૫, પેર. ૯૫ ૮. નિરયાવલી, અ, ૨,૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org