SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સુભદ્રા શ્રમણીની કથાના પ્રસંગમાં જણાય છે કે–તેના મનમાં અને બાળકૅની માતા થવાની લાલસા હતી. તેનું નામ બહુપુત્રિકા તરીકે જ પ્રચલિત થઈ ગયું હતું. સોમા નામની યુવતીના જન્મમાં તેણે ૧૬ વારની પ્રતિમાં ૩૨ બાળકને જન્મ આપે. પરંતુ તે એ બાળકેની સંભાળ રાખતાં ઘણું જ દુખી થઈ ગઈ. છેવટે તેણે પ્રવ્રયાને સ્વીકાર કરીને એ દુઃખથી છુટકારો મેળવ્યો અને સાધના કરીને સિદ્ધિ મેળવી. શ્રમણ કથાઓમાં જયન્તીની કથા પણ ધ્યાન ખેંચે છે. ભગવાન મહાવીરને પહેલી વસતિ આપનાર આ જ જયતી અને ભગવાન મહાવીર વચ્ચે પરસ્પર તત્વચર્ચા પણ થઈ છે. આગમ ગ્રન્થોમાં શ્રમણની કથાઓના વિવરણને જોવાથી જણાય છે કે–તેનું અંકન અપેક્ષાએ આગમોમાં એાછું થયું છે. મહાવીરની શિષ્ય પરંપરામાં સાધવીઓની સંખ્યા વધારે માનવામાં આવે છે. એ દૃષ્ટિથી કથાનકોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું જણાય છે. સાધ્વી સંઘમાં મુખ્ય અને મહાવીરની પહેલી શિષ્યા ચંદના સતીને તે આગમ ગ્રંથોમાં કથારૂપે ઉલલેખ પણ મળતું નથી. કેવળ પ્રથમ શિષ્યારૂપે નામો લેખ છે, જ્યારે વ્યાખ્યા સાહિત્યમાં જણાય છે કે– ચંદનાનું મહાવરના જીવનમાં મહત્વનું સ્થાન છે. ચંદનાનું કથાનક આગમામાં કેમ નથી એ પર વિચાર કરવો જોઈએ. વર્ણનેમાં “જાવની પરંપરા રહેલ છે. ક્યાંક આ સંક્ષિપ્તિકરણમાં ચંદનાની કથા એવાઈ ગઈ ન હોય એ જોવાની જરૂર છે. આગામાં વર્ણવેલ શ્રમણ-કથાઓનો બહિ ભિક્ષુણુના જીવન સાથે તુલના કરવાથી બનેના ઉજજવલ ચરિત્રો પર પ્રકાશ પડી શકે છે. શ્રમણોપાસક કથાનકો આગમ ગ્રંથમાં પાર્શ્વનાથના તીર્થમાં બે પ્રમાણે પાસ અને મહાવીરના તીર્થ માં ૨૧ શ્રમણોપાસકના કથાનક અંકિત થયા છે. મૂળ તે આ તીર્થકરોના અનુયાયીઓર્ન સંખ્યા હજારોની હતી, પરંતુ જે શ્રાવકે એ પોતાની સાધના કે ચિંતનધારા દ્વારા પ્રભાવ ઉત્પન્ન કર્યો હતો તેમના ઉદાહરણે તથ કરે દ્વારે પોતાના ઉપદેશોમાં આપવામાં આવ્યા છે. તેથી તેઓ આદર્શ શ્રમ પાસક છે, જેમના જીવન પરથા અન્ય લેકે પણ બોધપાઠ ગ્રહણ કરી શકે, પાર્શ્વનાથના તીર્થમાં સોમિલ બ્રાહ્મણે તેમની પાસેથી બેધ મેળવ્યો પરંતુ અન્ય તીર્થકરના પ્રભાવથી તે પાછો જૈન ધર્મથી પતિત થઈ ગયા અને તાપ સ-ચયની સાધના કરવા લાગ્યો. ત્યારે એક દેવે આવાને સોમિલને પ્રત્રજ્યાને સાચા અર્થ સમજાવ્યો. સોમલે ફરીથી અણુ વ્રત વગેરેને રવીકાર કર્યો. પાર્શ્વનાથ તીર્થમાં પ્રદેશ રાજ દ્વારા શ્રાવક ધર્મને સ્વીકાર કરવાની કથા વિસ્તારપૂર્વક વર્ણવાઈ છે.' આ કથાના પ્રારંભમાં સૂર્યાભ નામનો દેવ ભગવાન મહાવીર સમીપે ઉપસ્થિત થઈને નત્ય વગેરેની વ્યવસ્થા કરે છે, તે ઉપરાંત રાજા પ્રદેશનો પરિચય છે. પ્રદેશી અને કેશ કુમાર શ્રમણ વચ્ચે જીવના અસ્તિત્વ અને નારિતત્વના વિષયમાં વિષદ ચર્ચા થાય છે. કથામાં આવતા સંવાદતના અધ્યયન માટે આ કથા ઉપયોગી છે. આ કથાનું તુલનાત્મક અધ્યયન ‘મિલિન્દપ'ની કથાવતુ સાથે કરી શકાય. આત્માના અસ્તિત્વની સમસ્યા પાર્શ્વ, મહાવીર અને બુદ્ધના સમયમાં મુખ્ય સમસ્યા હતી. મહાવીરના તીર્થમાં થયેલા કેટલાક શ્રમ પાસકે પ્રસિદ્ધ હતા. જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ અને ભગવતી સૂત્ર વગેરેમાં કેટલાક શ્રમણોપાસકેન કથા પ્રાપ્ત થાય છે. નંદ મણિયારે એક સાર્વજનિક વાવનું નિર્માણ કરાવ્યું હતું. એ વાવમાં નંદન ઘણી જ આસક્ત હતા. તેથી મૃત્યુ પછી તે એ વાવમાં દેડકે બળે. દેડકો થવા છતાં પણ તેને મહાવીરને વંદન કરવાને ભાવ થયો. પરંતુ ઘડાની વાતથી ઘાયલ થઈને તે દેડકે મરણ પામે. વંદનની ભાવનાના કારણે તે દેવ બન્યા. આ થા જંતુ-થાના અધ્યયન માટે ઉપાગી છે. ૧. ધમ્મકહાણુઓને, બમણુ કથા પૃ. ૨૩૩ ૨. (ક) અંગસુતાણ (આ તુલસી) પ્રથમ, ૫. ૯૪. जक्खिणी पुष्कचूला य च दणज्जा य आहिया । (ખ) મes Rળા -ભગવતી, ૯-૧૫૩ ૩. જૈન, ડે. કેમલચંદઃ બોદ્ધ એવં જૈન આગમેં મેં નારીજીવન, બનારસ, ૧૯૬૭. ४. पाणुव्वर सत्तसिखावए दुवालसविहे सावयधम्मे पडिबन्ने । ૫, રાજપ્રશ્નોય સૂત્ર, ૬. શાસ્ત્ર, દેવેન્દ્ર મુનિ : જેન આગમ સાહિત્ય: મનન ઔર મીમાંસા પૃ. ૨૦૬ વ. ૭. જુઓ–રાવપતેણુયસુત્ત આદિકા સાર, પં. બેચરદાસ દોશી. ૮. ધમ્મકહાણઓગ, મૂળ પૃ. ૨૯૦–૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy