________________
કાવ્યતવ -
આગમગ્રન્થાની કથાઓમાં ગદ્ય અને પદ્ય બનેનો પ્રયોગ થયો છે. કથાકારોના અધિકાંશ વર્ણન કે વર્ણ કરૂપે સ્થિર થઈ ગયા હતા. નગરવન, સૌન્દર્યવર્ણન વગેરે જુદી જુદી કથાઓમાં એક સરખા મળે છે. તેથી સ્મરણની સુવિધાના કારણે તેની પુનરાવૃત્તિ ન કરતાં જાવ' પદ્ધતિ દ્વારા તેને ઉપયોગ કરવામાં આવતો રહ્યો. પરંતુ કેટલાક વણુને વિશુદ્ધ રૂપે સાહિત્યિક છે. સંસ્કૃતના ગદ્યસાહિત્યની સૌદર્ય-સુષમાં તેમાં જોઈ શકાય છે. પ્રાચીન ભારતીય ગદ્યસાહિત્યના ઉદ્ભવ અને વિકાસના અધ્યયન માટે આ કથાઓના ગડ્યાંશને મૌલિક આધાર માની શકાય.
મેષકુમારની કથામાં આવેલ આ પ્રાસાદવર્ણન જોવાલાયક છે
अब्भुग्गयभूसियपहसिए विव मणि-कणग-रयणभत्ति-चित्ते वाउद्धयविजय-वेजयंती-पडाग-छत्ताइछत्त-कलिए तुगे गगणतलमभिलघमाणसिहरे जाल तर-रयणप जरुम्मिलिएव्व मणि-कणगथूभियाए वियसिय-सतवत्त-पुण्डरीए तिलय-रयण-चदच्चिए नाणामणिमय-दामाल किए अतो बहिच सण्हे तवणिज्ज-हइल-वालुया-पत्थरे सुहफासे सस्सिरीयरूवे पासाइए जाव पडिरूवे ।
ઘ. અળસૃથા, મૂ8 પૃ. ૭૮ ઉઠેક્ષાઓનો આમાં ભારોભાર ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે ધન્યમુનિની તપશ્ચર્યાના વર્ણનમાં પણ કાવ્યત્વ રહેલું છે. કઠોર તપશ્ચર્યાથી ધન્ય મુનિનું શરીર એટલું સુકાઈ ગયું હતું કે તેમની પાંસળીઓને રુદ્રાક્ષની માળાના મણકાની માફક ગણી શકાતી હતી. તેમની છાતીના હાડકા ગંગાના તરંગોની જેમ સ્પષ્ટ દેખાતા હતા. સૂકા સાપની જેવી ભુજાઓ તથા છેડાની લગામની જેમ કાંપતી તેમની હથેળીઓ હતી તથા કંપવાના રોગીની જેમ તેમનું મસ્તક સતત કંપતું રહેતું હતું. જેમ કે
अकाखमुत्तमाला ति व गणेज्जमाणेहि पिटूटकर डगस'घोहिं, गगातर गभूएण' उदकडगदेसमाएण', सुस्कसप्पसमाणाहि बाहाहि', सिढिल-कढाली विव लबतेहि य अग्गहत्थेहि, कपणावाइओ विव वेवमाणोए सीसधडीए...ध, क. श्रमणकथा, पृ. १०२ पेरा, ४१२
આ કથાઓમાં ઉપમાઓને અધિક પ્રયોગ થયો છે. ઋષભદેવના મુનિરૂપનું વર્ણન અત્યંત કાવ્યાત્મક છે. તેમાં ૩૯ ઉપમાઓ આપવામાં આવી છે. જેમકે –શુદ્ધ સોનાના જેવા વર્ણવાળા, પૃથ્વીની માફક સઘળા આધાતને સહન કરનાર, હાથીની જેમ વીર, આકાશની જેમ આલંબન વિનાના, હવાની જેમ નિન્દ વગેરે.
આ કથાઓના ગદ્યમાં જેટલું કાવ્ય તત્વ છે, પદ્ય ભાગ પણ એટલું જ કાવ્યાત્મક છે. ઉત્તરાધ્યયનની કથાઓ પદ્યમાં જ વર્ણિત છે. તેમાં અનેક અલંકારોને પ્રયોગ થયે છે. કેટલીક ઉપમાઓ અને દૃષ્ટાંત અહી પ્રસ્તુત છે.ઉપમાઓ
દષ્ટાંત માંથી વિશેષમાં (૯.પ૩)
દાવાગ્નિનું દષ્ટાંત (૧૪.૪૨). દેહ રહો માં નહાય (૧૩૨૨)
પક્ષીનું દૃષ્ટાંત (૧૪.૪૬) पखा विहूणो ब्ब जहेह पक्खी (१४.३०)
મૃગ (૧૯,૭૭) વિતા વામો વો (૧૪.૩૦)
ગેવાળ (૨૨.૪૫) "મો હું મારે હવે (૧૯.૩૫)
ભાથું (૧૮.૧૮) સરથ રહી વરમતિયa (૨૦૦૦)
બળતું ઘર (૧૯૨૨). વિરે નુકામ ના (૨૨.૧૦)
ત્રણ વણુક (૭.૧૪) આ પ્રમાણેની ઉપમાઓ વગેરે જે બધી જ સ્થાઓની એકઠી કરી તેનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તે ભારતીય કાવ્ય શાસ્ત્રના ઈતિહાસ માટે કેટલાય નવા ઉપમાન અને બિબો મળી શકે, થાનક રૂઢિઓ અને પેટીસ –
કથાઓના તુલનાત્મક અધ્યયન માટે તેના મોટિસ (થા ઘટકે) અને કથાનકેની રૂઢિઓનું અધ્યયન કરવું ઘણું જ જરૂરી છે. તેનાથી થાના મૂળ તેમ જ વિકાસને શોધી શકાય. પાલી–પ્રાકૃતના કથાઓમાં કેટલીય સરખી કથાનક રૂઢિઓને
૧. ધમ્મકહાણુ ઉત્તમ કહા૦ પૃ. ૨૦-૨૮, ૨. જૈન દર્શનલાલ ઃ ઉત્તરાધ્યયન સૂત્ર–એક પરિશીલન. ૩. વિસ્તાર માટે જુઓ–“ઉત્તરાધ્યયન-એક સમીક્ષાત્મક અધ્યયન' પૃ. ૪. ૪. સત્યેન્દ્ર : લોક સાહિત્ય વિજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org