SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-નમિના નિશ્ચયની પરીક્ષા (8) ઇન્દ્ર દ્વારા દેવી સવલી દ્વારા ૫-“મિથિલા બળી રહી છે” એ કથન દ્વારા એ જ રાજાને લોભાવો. -મિથિલાના બળવા છતાં પણ એ જ નમીનું કંઈ જ નથી બળતું ૭. જેન થાનકમાં ઉપદેશતત્વ વિશેષ છે. કંઈક ન્યૂન છે. સોનક જાતક (સં. ૨૨૯) સાથે પણ આ કથાની કંઈક સમાનતા છે. પ્રત્યેકબુદ્ધ સેનાક એ જ કહે છે કે-સાધુ માટે નગરમાં જે આગ પણ લાગી જાય તો તેમાં તેનું કંઈ જ બગડતું નથી. મહાભારતના માંડવ્યમુનિ અને જનકને સંવાદમાં પણ રાજા જનકે એ જ કહ્યું છે કે મિથિલા બળી રહી હોવા છતાં મારું કંઈ જ બળતું નથી. આ ઉપરથી કે મિથિલાના રાજા નમિ અથવા જનકને અનાસક્તિ ભાવ પ્રાચીન ભારતની વિચારધારાઓમાં પ્રસિદ્ધ હતે. વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે મિથિલાના બધા જ રાજા આમવાદી હેય છે.* નમિ રાજાની કથાની આ ત્રણે પરંપરાએમાં જાતક કથા વિશેષ પ્રાચીન હોવાની પ્રતીતિ થાય છે. કારણ કે તેમાં કથાતત્ત્વ વિશેષ છે, ઉપદેશતત્વ ન્યૂન છે. જ્યારે જેન થાનકમાં કથાનું નિર્માણ ટીકા સાહિત્યમાં થયું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં બે નમિ રાજાઓની પ્રત્રજયાનું વર્ણન છે. એક નમિ તીર્થકર છે, બીજા નમિ પ્રત્યેકબુલ છે.' નવમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ સંબંધિત છે. એ આશ્ચર્યકારક છે કે-જૈન પરંપરામાં ઋષિભાષિત પ્રકીર્ણકમાં ૪૫ પ્રત્યેકબુલોનું જીવન સંકલિત છે, પરંતુ આમાં નમિ પ્રત્યેકબુહનું નામ નથી. એથી પણ સંકેત મળે છે કે આ કથા બૌહ પરંપરામાંથી જૈન પરંપરામાં ગ્રહણ કરાઈ છે. શ્રમણ થાનમાં મેઘકુમારની કથા ઘણી જ પ્રસિદ્ધ છે. આ કથા સાંસ્કૃતિક દષ્ટિએ મહત્ત્વની છે. જ્ઞાતાધર્મથામાં મેઘકુમારની પ્રવજ્યા વગેરેનું જે વર્ણન છે, તેથી કથાને મુખ્ય ભાગ નીચે પ્રમાણે રાત થાય છે – ૧. રાજ શ્રેણિક, રાણી ધારિણી અને અભયકુમારની કથા. ૨. મેઘકુમારને જન્મ, શિક્ષણ, વિવાહ વગેરે. ૩. મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય ભાવના, ૪. માતા-પિતા અને મેઘકુમાર વચ્ચે વૈરાગ્ય વિશે વાર્તાલાપ. ૫. મેધની દીક્ષા મહોત્સવ.. ૬. મેધ મુનિને રાત્રે શય્યા પરીષહ તેમ જ તેનાથી શ્રમણ જીવન પ્રત્યે ઉત્પન્ન થયેલી ઉદાસીનતા. ૭. મહાવીર દ્વારા મેઘકુમારને પૂર્વભવ સંભળાવીને તેને ફરીથી દીક્ષામાં દઢ કરો. ૮, પૂર્વભોમાં સુમેરુપ્રભ હાથી અને સસલાની કથા. १. मुह बसामे। जीवामी जेसि मा नस्थि किचण । मिहिलाए डज्झमाणीए न मे इज्झई कि चण || उत्तरा. ९.१४. એ જ ગાથા મહાજનક જતક માં, ૧૨૫ મી ગાથા. २. पंचम भद्र अधनस्य अनागारस्स मिक्खुनो। નાહ રામાનહિ નાહ્ય 6િ'રિ મહાપ | સોનક જાતક પર ૯. ૩. મહાભારત, શાન્તિપર્વ, અ. ૨૭૬, લોક-૪. ૪. આચાર્ય તુલસી : ઉત્તરાધ્યયન–એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩૫૫. ५. दुन्निवि नमी विदेला रज्जाइ' पयहिऊण पब्वइया ॥ g નામ નાથ વયજુલો ઉત્તરાધ્યયન નિયુક્તિ ગા. ૨૬૭ ૬. ઈસિભાસિયાઈ, પ્રથમ સંગ્રહણી ગાથા. ૭. જ્ઞાતાધર્મકથાસૂત્ર, ખ્યાવર, ૧૯૮૧ : ભૂમિકા પૃ. ૧૪ વ. ૮. ધમ્મકહાણએગો, મૂળ, બમણુકથા પૃ. ૯. વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy