SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. આ કથા કંઈક અંશે ગજસુકમાલની કથા સાથે મળતી આવે છે, જેને આનું વિકસિત રૂ૫ માની શકાય. જે કાર્ય આ કથામાં અભયકુમારે કરેલ છે તે કાર્યો તેમાં શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવે છે. વૈરાગ્ય-પ્રાપ્તિ માટે માતાપિતાની આજ્ઞા લેવી અને તેમની વચ્ચે તે અંગે વાર્તાલાપ થવો તે એક પ્રચલિત કથાઘટક છે. બૌદ્ધ સાહિત્યમાં પણ આને ઉલેખ છે.' મેઘકુમારની કથાની જેમ બોદ્ધ સાહિત્યમાં નંદની દીક્ષાનું વિવરણ પ્રાપ્ત થાય છે. જો કે કથાના મંથનમાં બન્નેમાં કેટલીક ભિન્નતા છે. જેમ કે ૧. મેઘકુમાર પોતાના ગૃહસ્થ જીવનની પ્રતિષ્ઠા અને સુખ-સામગ્રીને ધ્યાનમાં રાખીને મુનિસંધમાં રાત્રે થયેલ અપમાન અને સુવાના કષ્ટને કારણે શ્રમણચર્યાથી ઉદાસીન થાય છે. ૨. મહાવીર મેઘમારને તેના પૂર્વ જન્મમાં સહન કરેલા કષ્ટો યાદ કરાવીને તેને પુનઃ અમણ જીવન પ્રત્યે વિશ્વસ્ત કરે છે. જ્યારે બુદ્ધ નંદને કદરૂપી વાંદરી તથા સ્વર્ગની અપ્સરાઓનાં સૌદર્યને બતાવીને તેને ભિક્ષુજીવનમાં ફરીથી સ્થાપિત કરે છે. આ પ્રકારે સાધનાથી ચલિત થવાને અને તેમાં પુનઃ પ્રતિષ્ઠિત થવાને અભિપ્રાય આ બંને કથામાં છે. ૩. આ કથાઓના અધ્યયનથી એવું જણાય છે કે–સમાજના પ્રતિષ્ઠિત વર્ગના યુવાનને મુનિ સંધમાં દીક્ષિત કરવા એ મહાવીર અને બુદ્ધ બંનેને માટે આવશ્યક બન્યું હતું, કે જેથી અન્ય વર્ગના લેકે પણ આ ધમ પ્રતિ આકર્ષાય. ૪. બને કથાઓના નાયકેની તુલના કરતાં મેઘકુમારનું જીવન વિશેષ પ્રભાવિત કરે છે. કેમ કે–તેનામાં પૂર્વજન્મમાં પણ અત્યંત કરુણ અને સહનશીલતા હતી તથા મુનિ-જીવનમાં પણ તે પ્રતિષ્ઠા અને અભિમાનથી પર થઈ ગયો હતો. જો કે નંદ પણ પિતાના પૂર્વ જન્મમાં હાથી હતો તથા તેની ઘટના પણ લગભગ સરખી જ છે. અર્જુન માળની કથા મૂળ તો એક યક્ષ કથા છે. યક્ષની આરાધના અને તેના પ્રભાવની સાથે સાથે કારમાં ફર વ્યક્તિ કેવી રીતે સંયમ અને અધ્યાત્મમાર્ગમાં આવી શકે એ વાતને પ્રગટ કરવી એ જ કથાનો મૂળ ઉદ્દેશ છે. જંગલમાં રહેનાર દૂર દસ્યુ વાલ્મીકિના હદય-પરિવર્તનની કથા રામાયણમાં મળે છે. બૌદ્ધ સાહિત્યમાં અંગુલિમાલની કથા લોકપ્રિય હતી.. એ જ શ્રેણીમાં આ અર્જુન માળીનું કથાનક આવે છે. આ કથાનકમાં જે પરકાયામાં પ્રવેશ કરીને પિતાના પ્રભાવને દેખાડવાની વાત યક્ષે કરી છે, એ કથાઘટક ભારતીય કથા સાહિત્યમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. વિદ્વાનોએ આ ઉદાહરણનું વિશેષ અધ્યયન કરેલ છે. * આ કથામાં સુદર્શન નામના સાધકની દઢતાને પણ પ્રગટ કરવામાં આવી છે. સાર્થવાહપુત્ર ધન્ય અનગારની કથા ઉત્તમ તપસ્યાનું ઉદાહરણ છે. તપશ્ચર્યામાં શરીરની અવસ્થાનું વર્ણન અનેક ઉપમાઓ રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. બોલ સાહિત્યમાં ભગવાન બુદ્ધની તપશ્ચર્યાનું પણું વર્ણન પ્રાપ્ત થાય છે.” પરંતુ જૈન કથાનું આ વર્ણન વિશેષ સજીવ છે. ઉત્તરાધ્યયન મૂત્રમાં વર્ણવેલ હરિકેશી મુનિની કથા તે વખતના જાતિવાદની ઉગ્રતા પ્રત્યે વિરોધ પ્રગટ કરવા માટે રજૂ કરવામાં આવેલ છે. ચાલાલ અને બ્રાહ્મણ આ બંને જાતિનું પ્રમણ જીવનમાં કંઈ જ મહત્વ હેતું નથી. ત્યાં ૧. જેન, જગદીશચન્દ્ર જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૨૮૫-૮૬. ૨, મહાવચ્ચ ૧,૪૧, ૧૦૫: પૂ. ૮૬ ૩, સૃત્તાનપાત–અઠકથા, પૃ. ૨૭૨, જાતક કથા (સં. ૧૮૨), ધમ્મપદ અકથા, ખં, ૧, પૃ. ૫૯-૧૦૫, તથા થેરગાથા-૧૫૭. ૪. સંગમાવતાર બતક, સં. ૧૦૨ (હિન્દી અનુવાદ) ૫. ધમ્મકહાણુઓ-મૂળ, પૃ. ૯૩ વ. ૬. રામાયણ (વાલ્મીક) કૌચ પક્ષીના વધની ઘટના. ૭. મજિઝમનિકાય, ૨, પૃ. ૧૦૨ ૫, ૮, પેજર-કથાસરિત્સાગર, ભાગ-૧, અ. ૪, પૃ. ૩૭. ૯. લૂમ ફોલ્ડ-ઓન ધ આર્ટ ઓફ એટરીંગ એન અધર્સ બોડી' નામક નિબંધ, પ્રોસીડીઝ અમેરિકન હિલેસેમિકલ સોસાયટી, ૫૬. ૧૦, મ.જઝમનિકાય–મહાસિંહનાદબ્રુત્ત આદિ. ૧૧, ધકે. શ્રમણકથા, પૃ. ૧૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy