SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અરિષ્ટનેમિની પશુઓ પ્રત્યે અપાર કરુણા પ્રગટ કરવી. માંસાહારને પ્રકારાન્તરથી નિષેધ. (૨) અરિષ્ટનેમિની વૈરાગ્યભાવના અને અનાસક્તિભાવ પ્રગટ કરવો. (૩) રામતીને ભાવી પતિ પ્રત્યેનો પ્રેમ અને અતૂટ સંબંધ સ્થાપિત કરે, પ્રકારાન્તરથી શીલવતને મજબૂત કરવું. (૪) રથનેમિને બ્રહ્મચર્યભાવથી પતિત થવાની સ્થિતિમાં રાજીમતી દ્વારા જાગ્રત કરીને ફરીથી શ્રમણચર્યામાં દઢ કરવા. આ કથાનકને પરવતી સાહિત્યમાં સારે એવો વિકાસ થયેલ છે. તેમાં શ્રીકૃષ્ણની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પરંતુ આગમ મંથના આ કથાનકમાં શ્રીકૃષ્ણના નામને ઉલ્લેખ પણ નથી અને અરિષ્ટનેમિની કોઈ ક્રિયામાં તેમના સહયોગને ઉલ્લેખ પણ નથી. જિતશત્રુ રાજ અને સમૃદ્ધિ મંત્રીની કથા સ્પષ્ટ રીતે ઉપદેશ કથા છે. કથાકારને અહીં જૈન દર્શનની દૃષ્ટિથી વસ્તુને અનેક પ્રકારના સ્વરૂપનું પ્રતિપાદન કરવું હતું, સમ્યક્ દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના અંતરને સ્પષ્ટ કરવું હતું. આ કથામાં પ્રકારાન્તરથી એ પણ કહ્યું છે કે – જે પ્રમાણે મંત્રીએ અશુદ્ધ જળને વિશેષ શોધનની પ્રક્રિયા દ્વારા શુદ્ધ જળ બનાવ્યું એ જ પ્રમાણે જૈનદર્શનની દષ્ટિએ અનેક કર્મોથી દૂષિત થયેલ આત્મા પણ વિશેષ તપશ્ચર્યા દ્વારા શુદ્ધ આત્મા બનીને અનુપમ સુખ મેળવી શકે છે. આમ આ કથા એક રૂપક કથાનું પણ ઉદાહરણ છે. નમિ રાજર્ષિની કથા ઉત્તરાધ્યયનસૂત્રની એક મહત્વપૂર્ણ કથા છે. જો કે આ કથામાં નમિની પ્રવ્રયાના નિર્ણયની પૂર્વ કથા કહેવામાં આવી નથી, પરંતુ નમિ અને ઈન્દ્રની વચ્ચે થયેલ સંવાદનું વિવરણ છે. નમિની પ્રવજયાની કથા ભારતીય સાહિત્યમાં સારી રીતે પ્રચલિત હતી. સંભવિત છે કે તે કારણે તેના ઉપદેશાત્મક અંશને જ ઉત્તરાધ્યયન સૂત્રમાં વિશેષ પસિદ્ધ કરવામાં આવ્યું છે. ટીકા સાહિત્યમાં આ કથા પૂરેપૂરી આપેલ છે. તેથી જણાય છે કે – ૧. મદનરેખાના પુત્રને જંગલમાંથી લઈ આવીને પારથરાજાએ તેનું નામ “નમિ’ એ પ્રમાણે રાખ્યું. તે મિથિલાને રાજા બન્ય. ૨. નમિને એક વાર દાહજવરની પીડા ઉપડી. તે સમયે તેણે રાણીઓના હાથના કંકણના જોડામાંથી શિક્ષા ગ્રહણ કરીને એકાકી જીવન જીવવાનો નિશ્ચય કર્યો. ૩. નમિ જયારે પ્રત્રનાયા સ્વીકારવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની દઢતાની પરીક્ષા કરી. ૪. મિથિલાને વૈભવ બળી રહ્યો છે, આ સૂચનાથી પણ નમિ રાજા અનાસક્ત જ રહ્યા. ઉત્તરાધ્યયન સુત્રની આ કથા બૌદ્ધ સાહિત્યમાં પણ મળે છે. મહાજનક બતકમાં આ જ પ્રમાણેની કથા છે. જે કે તેમાં કથાવસ્તુ કંઈક ભિન છે. છતાં પણ બને કથાઓને પ્રતિપાઘ વિષય એક જ છે. કેટલીક સમાનતાઓ જોવા જેવી છે. – ઉત્તરાધ્યયનસૂત્ર મહાજનકજાતક ૧–પ્રતિબુદ્ધ થવાના કારણે (ક) કંકાની કંતાના દુઃખથી થતો બેધ (8) ફળયુક્ત વૃક્ષની દુર્દશાથી બોધ (ખ) કંકણના દૂધથી બોધ (ગ) બને અખાથી જોવાને કારણે થતા ભ્રમમાંથી મેળવેલ . ૨-એકલા રહેવામાં સુખ છે'–નિષ્કર્ષ ૩-સમૂહ મિથિલાને ત્યાગ કરીને પ્રવજયાલેવાનો નિર્ણય ૧. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત, સુખબોધા ટકા આદિ. ૨, હરિવંશપુરાણ, સગ” ૫૫, શ્લોક–૨૯-૪૪ ૧૦ ૩. ધમ્મકહાણ , મૂળ, શ્રમણસ્થા, પૃ. ૫. ૪. ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન–૨૨. ૫. ઉત્તરાધ્યયન સૂત્ર—ખબોધા ટીકા. ૬. મહાજનક જાતક (હિન્દી અનુવાદ, સં. પ૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy