________________
અરિષ્ટનેમિના તીર્થમાં દીક્ષા લેનાર શ્રમમાં શ્રીકૃષ્ણના કનિષ્ટ બંધુ ગજસુકુમારનું કથાનક ઘણું જ રુચિકર છે. દેવકીને છ અમને પિતાને ત્યાં જઈને તેમની સુંદરતા સંબંધમાં જીજ્ઞાસા થાય છે. તેને ખબર પડે છે કે તેઓ પિતાના પુત્રો છે, જેમનું હરણ કરીને હરિણામેલી નામના દેવે સુસ ગાથાપત્નીને આપી દીધા હતા. આથી દેવકીના મનમાં પુનઃ બાલક્રીડા જોવાની લાલચ થાઘ છે. હરિોગમેલી દેવની આરાધનાથી દેવકોને ગજસુકુમાર નામના પુત્રની પ્રાપ્ત થાય છે.
ગજસુકુમારની યુવાવસ્થામાં શ્રીકૃષ્ણ તને વિવાહ મિલ બ્રાહ્મણની કન્યા સાથે કરવા ઇચ્છે છે. પરંતુ અરિષ્ટનેમિની ધર્મદેશનાથી ગજસુકુમાર મુન બની જાય છે. તે પછી અપમાનિત થયેલ સમિલ બ્રાહ્મણ દ્વારા ગજસુકુમાર મુનિ પર ઉપસર્ગ કરવામાં આવે છે. પરંતુ મુનિ એ ઉપસર્ગને સહન કરીને મુક્તિ મેળવે છે.'
ગજસુકુમારની આ કથા બૌદ્ધ સાહિત્યમાં વર્ણિત યશની પ્રવજ્યા સાથે તુલનીય છે. આ કથામાં કેટલાય તથાત જેવો ભળેલાં છે જેમ કે
(૧) હરિગમેલી દ્વારા સંતાનનું અપહરણ અને પ્રદાન. (૨) માતા દ્વારા પુત્ર પ્રાપ્તિની આકાંક્ષા અને તે માટે પ્રયત્ન. (૨) પુત્રને જન્મ અને તેનું લાલન-પાલન. (૪) ધર્મ દેશના દ્વારા ગૃહસ્થ જીવનને ત્યાગ. (૫) પૂર્વ જન્મના વેરી દ્વારા મુનિ–જીવનમાં ઉપસર્ગ. (૬) ઉપસર્ગો સહન કરતાં મળતી મુક્તિ.
સંતાન પ્રાપ્તિ અને તેના અપહરણના સંબંધમાં હરિગમેષી નામના દેવને ભારતીય સાહિત્યમાં વારંવાર ઉલ્લેખ મળે છે. ડો. જગદીશચંદ્ર જૈને આ વિષયમાં વિશેષ પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં પણ આ ધટના પ્રાપ્ત થાય છે. દેવીના પુત્રનું અપહરણ મહાભારતની એ ઘટનાથી પ્રભાવિત છે, જેમાં કંસ દ્વારા તેના પુત્રનું હરણું કરીને તેમને વધ કરવામાં આવે છે. જૈન કથામાં વધની ઘટનાને મહત્ત્વ નથી આપવામાં આવ્યું.
પૂર્વજન્મના વેરી દ્વારા મુનિ-જીવનમાં ઉપસર્ગ કરવામાં આવ્યાની ઘટના કેટલીય પ્રાકૃત કથાઓમાં મળે છે. - પાર્શ્વનાથના જીવન સાથે પણ કમઠને ઉપસિગ જોડાયેલ છે. પરંતુ કલ્પસૂત્રમાં આને ઉલ્લેખ નથી. તે પછીના ગ્રન્થમાં
છે.' અવન્તિ સુકુમાલ નામના કથામાં સુકુમાલ મુનિની સાથે તેના પૂર્વજન્મના ભાભી શિયાળવી રૂપે ઘેર ઉપસર્ગ કરે છે. ગજસુકુમાલના ઉપસર્ગના ઘટનાને આ વિકાસ જણાય છે. ૮ થાવયાપુત્રની કથાના બે ઉદેશ જણાય છે. પહેલાં તે તેમાં એ ઘોષિત કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઘરબાર ત્યજીને દીક્ષા ગ્રહણ કરશે તે શ્રીકૃષ્ણ તેના પરિવારનું ભરણપોષણ કરશે. આ વાતનું પિતાનું ઘણું મહત્વ છે. રાજાનું ધર્મના પ્રચાર માટે આથી વિશેષ શું
ગદાન હોઈ શકે? આ કથામાં બીજી ઘટના સુદર્શનના શૌચમૂલક ધર્મની સમક્ષ પ્રસ્તુત કરવી તે છે. આવી સ્થાએથી જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૨૨) માં વર્ણિત રથનેમિ-રામતીની કથા અરિષ્ટનેમિના જીવનનું મહત્વપૂર્ણ અંગ છે. જે કે આ કથા અત્યંત સંક્ષિપ્ત સૈલ માં કહેવામાં આવી છે, પરંતુ તેનું મહત્વ વિશેષ છે. આ કથામાં નીચેના ઉદ્દેશો પષ્ટ છે કે
૧. ધમકહાણુઓ-મૂળ, શ્રમણ કથા, પૃ. ૨૩ આદિ. ૨, મહાવગ પmજા કથા, નાલંદા સ સ્કરણ, પૃ. ૧૮–૨૧. ૩. કુમારસ્વામી, એ. કે. ધી યક્ષાઝ, પૃ. ૧૨ ૪. જેન, ડો. જગદીશચંદ્ર જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૂ. ૪૪૦, ૫. શ્રીમદ્ ભાગવત, ૧૦–૩૪. ૬. પાસ/હચરિયું, ૩, ૯, ૧૯૪; ઉત્તરપુરાણ ૭૨, ૧૩૬–૭ વ. ૭. સુકુમાલસામિ ચરિઉ (શ્રીધર) અપ્રકાશિત (લેખક દ્વારા સંપાદિત અને પ્રકાશ્ય) ૮. જુઓ લેખકને નિબંધ–સુકુમાલસ્વામિ કથા-એક અધ્યયન', પ્રાય વિદ્યા સમેલન, ધારવાર, ૧૯૭૬ માં પ્રસ્તુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org