SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી થાનક : સૂત્ર ૬૧ તત્પશ્ચાતુ ને દઢપ્રતિજ્ઞ બાળક, બાળપણાથી મુક્ત, પરિપકવ વિચારવાળો બનશે અને યુવાવસ્થામાં પ્રવેશશે અને બાર કળાઓમાં નિષ્ણાત, અઢાર જેટલી દેશી ભાષામાં વિશારદ બની જશે, બાળપણને લીધે સુષુપ્ત-અવ્યક્ત ચેતનાવાળા તેના બંને કાન, બે આંખ, બે જીભ, ત્વચા અને મન-એમ નવેય અંગ જાગૃત બનશે. તે ગીતનો અનુરાગી, સંગીત અને નૃત્યમાં કુશળ બનશે. તેની સુંદર વેષભૂષાથી જાણે શુંગારગૃહ જે જ પ્રતીત થશે. તેની ચાલવાની, હસવાની, બોલવાની, શરીરના હલનચલનની અને નેત્રોની બધી જ ચેષ્ટાઓ સુંદર હશે. તે પારસ્પરિક આલાપ, સંલાપ તેમ જ વ્યવહારમાં નિપુણ-કુશળ હશે. અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, બાહુયુદ્ધ કરવામાં તેમ જ ભુજાઓ વડે દુશ્મનનું મર્દન કરવા શક્તિમાન તથા ભોગ ભોગવવામાં સમર્થ બનશે અને એવો સાહસી થઈ જશે કે વિકાલચારી-અડધી રાત્રે ગમે ત્યાં જતાં ડરશે નહીં. પછી દઢપ્રતિશને બાલ્યાવસ્થાથી મુક્ત યાવત્ વિકાલચારી સમજીને તેનાં માતા-પિતા વિપુલ અન્નભોગ, પાનભોગ, પ્રાસાદભોગ, વસ્ત્રભોગ અને શયનભોગ ભોગવવા માટે આમંત્રિત -સંકેત કરશે. પરંતુ દઢપ્રતિશ ને વિપુલ અનરૂપ ભોગ્ય પદાર્થો યાવત્ શયનભોગોમાં આસક્ત નહીં થાય, પ્રવૃત્ત નહીં થાય, મૂચ્છિત નહીં થાય અને રક્ત નહીં થાય. જેવી રીતે પહ્મોલ-નીલ કમલ, પદ્મકમલ (સૂર્યવિકાસી કમલ) યાવત્ શતપત્ર સહસ્ત્રપત્ર કમળ કાદવમાં જન્મે છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, છતાં પણ પંકરજથી, જલરજથી ખરડાતાં નથી, તે પ્રમાણે દઢપ્રતિષ કામો વચ્ચે ઉત્પન્ન થશે, ભોગાની વચ્ચે લાલિત-પાલિત થશે, મોટો થશે છતાં પણ કામભોગ રૂપી રજ-મલિનતામાં તેમ જ મિત્ર, સાતિજને, સ્વજન સંબંધો અને પરિવારજનોમાં લિપ્ત-આસક્ત નહી બને. ને તથારૂપ સ્થવિરો પાસેથી કેવળબોધિ-સમકુત્વ અને સમ્યગુમાન પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરીને તેમ જ મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગાર પ્રવજ્યા ગ્રહણ કરશે. ને ઇસમિતિ આદિ સમિતિઓથી સમિત થાવત્ સુહુત (વિધિપૂર્વક હોમ કરેલી) હુતાશન (અગ્નિ )ની જેમ પોતાના તપસ્તેજથી દેદીપ્યમાન અનગાર બનશે. ત્યારથી તે દઢપ્રતિશ ભગવાન અનુત્તર ( સર્વોત્તમ) જ્ઞાન, દર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધ વિહાર, આજંવ, માર્દવ, લાઘવ, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ (સંતોષ), અનુત્તર સર્વસંયમ તેમ જ નિવણની પ્રાપ્તિ જેનું ફળ છે એવા તપથી આત્માને ભાવિન કરના અનંત, અનુત્તર, સફલ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્ભાધાન, સર્વોત્કૃષ્ટ કેવલજ્ઞાન અને કેવલ-દર્શન પ્રાપ્ત કરશે. ત્યારે દઢપ્રતિષ્ણ ભગવાન અહંતુ, જિન, કેવલી બનશે, અને જેમાં દેવ, મનુષ્ય તથા અસુર આદિ રહે છે તેવા લોકને અને તેના સમસ્ત પર્યાયને જાણી લેશે. યથા, પ્રાણીમાત્રની આગતિ-પહેલાંની એક ગતિને છોડીને અન્ય ગતિમાં ગમન કરવાની શક્તિને, સ્થિતિ, યવન, ઉપપાન-દેવ તેમ જ નારક જીવેની ઉત્પત્તિજન્મ, તર્ક (વિચાર ક્રિયા), મનભાવે, ક્ષયપ્રાપ્ત -ભગવાયેલા,પ્રતિસેવિત (ભગવાઈ રહેલાં ભાગપભેગ) આવિષ્કમ (પ્રકટ કાયે, રહકર્મ (એકાંતમાં કરાયેલા કાર્યો) આદિ પ્રગટ અને ગુપ્ત રીતે થનારા તે ને મન, વચન અને કાયા ગમાં વિદ્યમાન લોકવતી બધા જ જીવના સર્વ ભાવને જાણીને-જોઈને વિચરણ કરશે. તપશ્ચાતુ દઢપ્રતિષ કેવલી આ પ્રકારના વિહારથી વિચરણ કરતાં અનેક વર્ષો સુધી કેવલિધર્મનું પાલન કરતા અને પોતાના આયુષ્યનો ક્ષય થયેલી જાણીને અનેક ભક્તો-ભેજનટંકનું પ્રત્યાખ્યાન-ન્યાગ કરશે અને ઘણાં બધાં ભજનોનું અનશન દ્વારા છેદન-ત્યાગ કરશે, તેમ જ જે સાધ્યની સિદ્ધિ માટે જિનકલ્પભાવ, સ્થવિરક૫ભાવ, મંડભાવ, કેશલેચ, બ્રહ્મચર્યવાસ,સ્નાનને ત્યાગ, દતમંજનનો ત્યાગ, પગરખાંને ત્યાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy