SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં તંગિકાનિવાસી અમાપાસા : સત્ર ભૂમિશયન, કાષ્ઠાસન પર સૂવું-બેસવું, ભિક્ષા માટે ઘેર ઘેર ફરવું, લાભ-અલાભમાં સમભાવ રાખવો, માન-અપમાન સહન કરવું, બીજાઓ દ્વારા કરાતાં તિરસ્કાર, નિંદા, અપમાન, તર્જના (ધમકી), તાડન કરવું, ગહી (ધૃણા) તથા અનુકૂળપ્રતિકુળ અનેક પ્રકારના બાવીસ પરિષહો, ઉપસર્ગ અને ગ્રામકંટક (લોકાપવાદ, ગાળ) સહન કરવામાં આવે છે તે મોક્ષરૂપી સાધ્યની સાધના કરશે અને સાધના કરીને સિદ્ધ બની જશે, બાધિ પ્રાપ્ત કરશે, મુક્ત બની જશે, પરિનિવર બની જશે, બધા કમેને ક્ષય કરી અને દુ:ખને અંત કરશે.” ( આ પ્રમાણે સૂર્યાભદેવના ભૂતકાળના અને ભવિષ્યના જીવન વિશે સાંભળીને ગૌતમ સ્વામીએ અંતે કહ્યું-) હે ભગવન્! તમે જે કહો છો તે સાચું જ છે, હે ભદાતા ને તે જ પ્રમાણે છે, જેવું તમે પ્રતિપાદિત કર્યું. આ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા અને વંદન-નમસકાર કરીને સંયમ તેમ જ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પાશ્વતીર્થમાં પ્રદેશી કથાનક સમાપ્ત ! અને વાહનો પુષ્કળ હતાં. તેમની પાસે ધન, સોનું અને ચાંદી પણ ઘણી હતી, તે વ્યાજ વગેરેને વ્યાપાર-વ્યવસાય કરીને ધનને બેગણું અને ત્રણગણું કરવામાં કુશળ હતાં, તેમને ત્યાં વિવિધ પ્રકારના ખાદ્ય-સ્વાદ્ય આદિ ભેજન પદાથે પુષ્કળ પ્રમાણમાં હતા. તેઓને ત્યાં અનેક નોકરો અને નોકરાણીએ, ગાય, ભેંસ અને ઘેટાં તથા બકરી વગેરે હતાં, ઘણાં માણસોથી પણ તેઓ પરાભવ પામે તેવા ન હતા-ગાંજ્યા જાય તેવા ન હતા. તેઓ જીવ (ચેતન) અને અજીવ ( જડ) તન્વેને સારી રીતે જાણતા હતા. તેઓ પુણ્ય અને પાપકર્મોને સારી રીતે ખ્યાલ રાખતા હતા. તેઓ આસવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ આમાં કયું ગાઢ છે અને કયું અગ્રાહ્ય છે, ને સારી રીતે જાણતા હતા. તેઓ નિર્ચ થ પ્રવચનમાં એટલી શ્રદ્ધા રાખતા હતા કે કોઈ પણ સમર્થ દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિનર, કિં પુરુષ, ગરુડ–સુવર્ણકુમાર, ગંધર્વ,મહારગ વગેરે દેવગણ પણ તેઓને નિગ્રથના પ્રવચનથી કોઈ રીતે વિચલિત કરી શકે તેમ ન હતા. તેઓએ શાસ્ત્રના અર્થન મેળવ્યા હતા, શાસ્ત્રના અર્થને ગ્રહણ કયાં હતા, શાસ્ત્રના અર્થમાં સંદેહવાળાં ઠેકાણાં પૂછીને નિર્ણન કર્યા હતાં, શાસ્ત્રના અર્થોને અધિગત કર્યા હતા અને શાસ્ત્રોના અથેનું રહસ્ય તેઓએ નિર્ણયપૂર્વક જાણ્યું હતું. નિન્ય પ્રવચન તરફનો તેમનો અનુરાગ, તેમને વિશ્વાસ તેમના અણુએ અણુમાં વ્યાપી ગયો હતો. જેથી તેઓ આ પ્રમાણે – એમ કહેતા હતા કે “હે ચિરંજીવ! આ નિગ્રથનું પ્રવચન એ જ અર્થ અને પરમાર્થરૂપ છે અને બાકી બીજું અનર્થરૂપ છે.” વળી તેઓની ઉદારતાને લીધે તેના દરવાજાની પાછળ રહેલ આગળિયે હંમેશાં ઊંચો જ-ખુલો જ રહેતો હતો. અને તેનાં દ્વાર હંમેશાં બધાંને માટે ઉઘાડાંખુલ્લાં જ રહેતાં હતાં. વળી તે શ્રાવકો જેને ઘરે કે જેનાં અંત:પુરમાં જતા તેઓને પ્રીતિ ઉપજા ૩. મહાવીર તીર્થમાં તુંબિકાનગરી-નિવાસી શ્રમણોપાસક શ્રમણે પાસકનું વર્ણન૬૨. ને કાળે, તે સમયે તુંગિકા (તુગિયા) નામની નગરી હતી, નગરનું વર્ણન. તે વંગિકા નગરીમાં બહાર ઉત્તરપૂર્વ દિભાગ(ઇશાન કોણ)માં પુષ્પવતી નામનું ચૈત્ય હતું. રૌત્યનું વર્ણન, તે તંગિકા નગરીમાં ઘણા શ્રમણોપાસકો રહેતા હતા, જે આઢય-અઢળક ધનવાળા અને દેદીપ્યમાન હતા. તેમનાં રહેવાના ઘરે વિશાળ અને ઘણાં ઊંચાં હતાં, તથા તેની પાસે શયને-પથારીઓ, આસને, ગાડાં વગેરે યાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy