________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૫૮
કેશી કુમાર શ્રમણ- “હે પ્રદેશી ! તને ખબર છે કે ઉપરના ત્રણે આચાર્યોમાંથી કેની સાથે કેવી રીતે વિનયપૂર્વક વ્યવહાર કરવું જોઈએ?'
પ્રદેશી – “હા ભદન્ત! જાણું છું કે કલાચાર્ય અને શિલ્પાચાર્યના શરીરે ચંદન આદિનો લેપ કરીને અને તેલ આદિથી માલિશ કરવી જોઈએ, તમને ફૂલે વર્ગરે ભેટ ધરવા જોઈએ અને આભૂષણોથી અલંકૃત કરીને તેમને સન્માનપૂર્વક ભોજન કરાવવું જોઈએ અને આજીવિકા માટે યોગ્ય ભેટ આપવી જોઈએ. તેમ જ એવી ગોઠવણ કરવી જોઈએ કે જેથી તેમના પુત્રપૌત્રાદિને પણ તેનો લાભ મળતો રહે
જ્યાં પણ ધર્માચાર્યના દર્શન થાય, ત્યાં તેમને વંદન-નમસ્કાર કરવા જોઈએ, સકાર-સન્માન કરવું જોઈએ તેમ જ તેમને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ તેમ જ રીત્યરૂપ માનીને તેમની પથું પાસના કરવી જોઈએ, પ્રાશુકએષણીય અશન-પાન તેમ જ ખાદ્ય-સ્વાદ્યથી પ્રતિલાભિત કરવા જોઈએ, પ્રાતિહારિક પીઠ, ફલક, શૈયા, સંસ્કારક આદિ ગ્રહણ કરવા માટે તેમને પ્રાર્થના કરવી જોઈએ.”
કેશી કુમાર શ્રમણ – આ પ્રમાણે વિનયની રીતે જાણવા છતાં પણ તે પ્રદેશી ! મારી સાથે પ્રતિકુળ થાવત્ વતીને અને તે માટે મારી ક્ષમા માગ્યા વગર સ્વેતાબી નગરીમાં જવા માટે ઉતાવળો બની રહ્યો છે?'
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણ પાસે આ પ્રમાણે નિવેદન કર્યું–
હે ભદન! મને આ પ્રમાણે આધ્યાત્મિક થાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે—
હું આપ દેવાનુપ્રિય તરફ પ્રતિકુળ વ્યવહાર -વાવ-પ્રવૃત્તિ કરી રહ્યો છું, ને તે યોગ્ય રહેશે કે કાલે રાત્રિ સવાર રૂપે પરિવર્તિત થયા પછી થાવ-જાજવલ્યમાન નેજ સહિત સુર્યના ઊગવા પછી અંત:પુર પરિવારને સાથે લઈને હું આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરવા આવું અને
અવિનયપૂર્વક કહેલા અપરાધની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગું' -
આ પ્રમાણે નિવેદન કરીને તે જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ફરી ગયા. ૫૮. તનુપાતુ પ્રદેશી રાજ (આગલા દિવસે)
રાત્રિનું પ્રભાતમાં પરિવર્તન થયા પછી વાવનું જાજ્વલ્યમાન તેજ સાથે સૂર્યના ઊગવા પછી હૃષ્ટ-તુષ્ટ-યાવતું ઉલ્લાસિત બનીને કેણિક રાજની જેમ પોતાના નગર વચ્ચેથી પસાર થઈ અને અંત:પુર પરિવાર સાથે આવી, પાંચ પ્રકારના
અભિગમપૂર્વક વંદન-નમસ્કાર કર્યો અને વિનયપૂર્વક પોતાના ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર માટે વારંવાર ક્ષમાયાચના કરી.
ત્યાર પછી કશી કુમાર શ્રમણે પ્રદેશ રાજાને, સૂર્યકાના આદિ રાણીઓને અને તે વિશાળ પરિષદને ધર્મકથા કહી સંભળાવી.
ત્યારે પ્રદેશી રાજા ધર્મકથા સાંભળીને અને તેને મનમાં ઉતારીને પોતાને આસન પરથી ઊડ્યો, ઊઠીને તેણે કેશીકુમાર શ્રમણને વંદન નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને જ્યાં શ્વેતામ્બી નગરી હતી, તે તરફ જવા માટે તત્પર બન્યો.
ત્યારે કેશ કુમાર પ્રમાણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું –
હે પ્રદેશી ! પહેલાં રમણીય બનીને પછી અરમણીય ન થતા, જેવી રીતે વનખંડ અથવા નૃત્યશાળા, શેરડીને વાઢ (શેરડીનું ખેતર) અથવા ખળાવાડ પહેલાં રમણીય હોય છે અને પછી અરમણીય બની જાય છે.'
પ્રદેશી—“ભદન્ત ! વનખંડ આદિ પહેલાં રમણીય હોવા છતા પછીથી કેવી રીતે અરમણીય બની જાય છે?'
કેશીકુમાર શ્રમણ- “પ્રદેશી ! જો સાંભળ કે વનખંડ આદિ પહેલાં રમણીય હોવા છતાં પછી કેવી રીતે અરમણીય બની જાય છે – જ્યાં સુધી વનખંડ હમેં ભી હોય છે, ફળો ફૂલોથી ભરેલો હોય છે, લીલોતરીથી શોભિત હોય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org