________________
વ
કેશી કુમારશ્રમણ– ‘તું જાણે છે કે હે પ્રદેશી ! આ ચાર પ્રકારની વ્યક્તિઓમાં કોણ વ્યવહારી અને કોણ અવ્યવહારી (વ્યવહારશૂન્ય) છે ?’ પ્રદેશી— ‘હા ભદન ! જાણું છું કે તેમાં જે પુરુષ દાન આપે છે, પરંતુ વાત નથી કરતા, તે વ્યવહારી છે. જે પુરુષ કશું આપતા તેા નથી પરંતુ સંભાષણ કરી સતાષ ઉત્પન્ન કરે છે તે વ્યવહારી છે, જે પુરુષ આપે પણ છે અને શિષ્ટ વચન પણ કહે છે, તે પણ વ્યવહારી છે, પરંતુ જે આપતા પણ નથી અને ન ા મીઠી વાત કરે છે, તે અવ્યવહારી છે.’
કેશી કુમારશ્રમણ– 'તે। આ પ્રમાણે હે પ્રદેશી ! તું પણ વ્યવહારી છે, અવ્યવહારી નથી. અર્થાત તે’ મારી સાથે જોકે શિષ્ટજનાચિત વાર્ગવ્યવહાર તેા નથી કર્યાં, તેા પણ મારા પ્રત્યે ભક્તિ અને સન્માન પ્રદર્શિત કર્યાં છે, તેથી તું વ્યવહારી છે. ”
કેશી કુમારશ્રમણ નિર્દિષ્ટ જીવતુ' અદર્શીનીયત્વ૫૪. તપશ્ચાત પ્રદેશથી રાજાએ કેશી કુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું—
યાવન
- હે ભદન્ત ! તમે છેક, દક્ષ ઉપદેશલબ્ધ છેા, તા હે ભદન્ત ! શું તમે મને હાથમાં કાઈ આંબળાને બનાવે તેવી રીતે શરીરમાંથી જીવ કાઢીને બતાવી શકો ?”
எ
પ્રદેશી રાજાએ આમ કહ્યું ત્યારે પ્રદેશી રાજાથી થાડેક જ દૂર અર્થાત્ નજીકમાં જ પવન વાવાથી તુણ, ઘાસ, વૃક્ષ આદિ વનસ્પતિએ હાલવા લાગી, કાંપવા લાગી, ફરકવા લાગી, અંદર અંદર ભટકાવા લાગી આદિ રૂપા દર્શાવવા લાગી,
ત્યારે કેશી કુમારામણે પ્રદેશીને પૂછ્યું‘હે પ્રદેશી ! તું આ બાસ વગેરે વનસ્પતિઆને હાલતી ચાલતી યાવત્ વિવિધ રૂપામાં પરિણત થતી જોઈ રહ્યો છે કે નહીં ??
પ્રદેશી – ‘હા, જોઈ રહ્યો છુ.’
કેશી કુમારામણ
Jain Education International
– ‘ તા હૈ પ્રદેશો ! શું
ધર્મ કથાનુયાગ—પા નાથ-તીથમાં પ્રદેશી સ્થાનક : સુત્ર ૫૪
એ પણ જાણે છે કે આ વનસ્પતિઓને કોઈ દેવા હલાવી રહ્યા છે - અથવા અસુરો હલાવી રહ્યા છે, અથવા નાગ, કિન્નર હલાવી રહ્યા છે અથવા કોઈ કિંપુરુષા હલાવી રહ્યા છે, અથવા મહારગા હલાવી રહ્યા છે કે ગધા હલાવી રહ્યા છે ?'
પ્રદેશી – ‘હા ભદન્ત! મને ખબર છે કે આને ના કોઈ દેવ હલાવી-ડાલાર્વી રહ્યો છે યાવતુ ન મા કોઈ ગધવ હલાવી રહ્યો છે, પરંતુ તે પવનથી હલી રહી છે.'
કેશી કુમારામણ – ‘ હે પ્રદેશી ! શું તું આ ભૂત કામ, રાગ, માહ, વેદ, લેશ્યા અને શરીરને ધારણ કરનારા વાયુકાયના રૂપને જોઈ શકે છે? ’
પ્રદેશી – ‘ ભદન્ત ! તે શકય નથી, અર્થાત્ હે ભદન્ત હું નથી જોઈ શકતા.’
કેશી કુમારશ્રમણ – ‘હે પ્રદેશી રાજા! જો તું આ રૂપધારી (મૂત ) યાવત્ સશરીરી વાયુને પણ ન જોઈ શકે, તે હે પ્રદેશા ! હું ઇંદ્રિયાતીત જીવને હાથમાં રાખેલા આંબળાની જેમ કેવી રીતે બતાવો શકુ?
ખરી વાત એમ છે કે છદ્મસ્થ (સકર્યાં, સરાગી) મનુષ્ય ( જીવ ) આ દશ વાતને તેમના સર્વ ભાવા – પર્યાયા સાથે સર્વાત્મના જાણતા · જોતા નથી.- ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય ૪. અશરીરી (નિષ્કર્મા ) જીવ, ૫. પરમાણુ – પુદ્ગલ, ૬. શબ્દ ૭. ગંધ, ૮. વાયુ, ૯. આ જિન (કર્મીના ક્ષય કરનાર) થશે કે કેમ ? તથા ૧૦, આ બધા દુ:ખાના નાશ કરશે કે નહિ ?
પરંતુ શાન-દર્શનના ધારક (કેવળજ્ઞાની, કેવળદશી – સજ્ઞ, સ`દશી') અરિહંત, જિન કેવળી આ દશ બાબતાને તેમના સમસ્ત પર્યાયા સાથે જાણે. · જુએ છે, જેમ કે- ધર્માસ્તિકાય યાવત્ બધાં દુઃખાના નાશ કરશે કે નહીં કરે. તે હે પ્રદેશી ! તું એ વાતમાં શ્રદ્ધા રાખ કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીર એક નથી.’
For Private Personal Use Only
www.jainelibrary.org