SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાન: સૂત્ર ૫૩ નિષ્ફર, આક્રોશપૂર્ણ શબ્દોને પ્રોગ કર, અનાદર-સૂચક શબ્દોથી મારું અપમાન કરવું, અનેક પ્રકારના અવહેલના-સૂચક શબ્દોથી મને પ્રતાડિત કર શું ઉચિત છે ?” પ્રદેશી રાજાનો આ ઉપાલંભ સાંભળ્યા પછી કેશી કુમારશ્રમણે રાજાને આ પ્રમાણે કહ્યું – હે પ્રદેશી ! તને ખબર છે કે પરિષદો કેટલી છે?” પ્રદેશી – “હા ભદન ! હું જાણું છું કે પરિષદ ચાર હોય છે. તે આ પ્રમાણે – ૧. ક્ષત્રિય પરિષદ ૨, ગૃહપતિ-પરિષદ ૩, માહણ (બ્રાહ્મણ) પરિષદ અને ૪. ઋષિ પરિષદ, કેશ કુમારામણ –“હે પ્રદેશી ! ને તું એ પણ જાણતો જ હોઇશ કે આ ચાર પરિષદમાં તેમના અપરાધ કરનાર માટે શું સજાની જોગવાઈ છે?' પ્રદેશ – હા, મને ખબર છે, કે જે ક્ષત્રિય પરિષદનું અપમાન - અપરાધ કરે છે, તેના કાં તો હાથ કાપી નાખવામાં આવે છે, કાં તો પગ કાપી નાખવામાં આવે છે, કાં તો શિરચ્છેદ કરવામાં આવે છે અથવા તેને શૂળીએ ચડાવી દેવાય છે, અથવા પછી એક જ ઝાટકે મારીને. જીવનરહિત (નિપ્રાણ ) કરી નાખવામાં આવે છે – મારી નાખવામાં આવે છે. જે ગૃહપતિ-પરિષદનો અપરાધ કરે છે, તેને ઘાસથી અથવા ઝાડનાં પાંદડાંથી અથવા પરાળથી લપેટીને આગમાં ફેંકી દેવામાં આવે છે નાખી દેવામાં આવે છે. અમનેશ શબ્દો દ્વારા ઉપાલંભ આપવામાં આવે છે.” કેશી કુમારશ્રમણ – “આ પ્રકારની દંડનીતિ જાણવા છતાં પણ તે પ્રદેશી! તું મારા તરફ વિપરીત, પરિતાપજનક, પ્રતિકુળ, વિરુદ્ધ અને સવર્થી વિપરીત વ્યવહાર કરી રહ્યો છે?' ત્યારે પ્રદેશો રાજાએ પોતાના મનોભાવ વ્યક્ત કરતાં કેશી કુમારશ્રમણ પાસે આ પ્રકારનું નિવેદન કર્યું – હે ભદત! વાત એમ છે કે મારો આ૫ દેવાનપ્રિય સાથે પહેલી વાર જ વાર્તાલાપ થઈ રહ્યા છે અર્થાત્ હું તમને પહેલી વાર જ મળું છું. તે મને આ પ્રકારનો આંતરિક ભાવનું સંકલપ ઉત્પન્ન થયો કે જેટલો અને જેવો હું આ પુરુષથી વિપરીત કાવત્ સર્વથા વિપરીત વ્યવહાર કરીશ તે એટલો જ હું વધારે ને વધારે તત્વને જાણીશ, ચરિત્રને, ચરિત્રલાભને, તત્વાર્થ શ્રદ્ધારૂપ દર્શન-સમ્યકત્વને, સમ્યકુલાભને, જીવને અને જીવના સ્વરૂપને સમજી લઈશ. આ કારણથી દેવાનુપ્રિય તરફ વિપરીત યાવનું અત્યંત વિરુદ્ધ વ્યવહાર કર્યો છે.” પ્રદેશી રાજાની ઉપર મુજબની ભાવનાને સાંભળીને પછી કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજને આ પ્રમાણે પૂછયું – હે પ્રદેશી તું જાણે છે કે કેટલા પ્રકારના વ્યવહાર બતાવ્યા છે?' પ્રદેશી-“હા ભદન્ત! જાણું છું કે વ્યવહારના ચાર પ્રકાર છે– ૧. કોઈ માણસ કોઈને દાન તો કરે છે પરંતુ તેની સાથે પ્રેમપૂર્વક વાત કરને નથી. ૨. કોઈ માણસ સંતોષપ્રદ વાત તે કરે છે પરંતુ કશું આપતા નથી. ૩. કોઈ માણસ આપે છે અને લેનાર સાથે વાર્તાલાપ પણ કરે છે. ૪. કોઈ એ પણ હોય છે, જે કંઈ આપતે પણ નથી અને નથી વાત પણ કરતે જે બ્રાહ્મણ-પરિષદનો અપરાધ કરે છે, તેને અનિષ્ટ, પૂર્ણ, અપ્રિય પાવતુ અમણામ (કઠોર ) શબ્દોથી ઠપકો આપીને આગમાં તપાવેલા લેઢાથી કુંડીના અથવા કુતરાના ચિહનથી લાંછિત કરી દેવામાં આવે છે અથવા દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવે છે. જે ઋષિ-પરિષદનું અપમાન-અપરાધ કરે છે તેને ન અતિ અનિષ્ટ એવા પાવતુ ન અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy