________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશ સ્થાનક : સત્ર ૪૫
શ્રદ્ધાનુસાર રુચિ છે, અર્થાનું પ્રતિપાદન કરવા રૂપી હેતુ છે. શિક્ષાવચનરૂપ ઉપદેશ છે, તાત્વિક નિશ્ચયરૂપ સંક૯પ છે, તુલા-માન્યતા છે, દઢ ધારણા છે, દષ્ટ તેમ જ ઈષ્ટ પ્રમાણરૂપ મંતવ્ય છે અને આ સ્વીકૃત સિદ્ધાંત છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે? –જીવ શરીર ભિન્ન છે? અથવા એવી માન્યતા છે કે જે
જીવ છે તે જ શરીર છે અર્થાત્ જીવ અને શરીર બંને એક છે ? શરીર જીવરૂપ છે અને જીવ શરીરરૂપ છે ?'
પ્રદેશી રાજાને આ પ્રશ્ન સાંભળીને કેશી કુમારશ્રમણે પ્રત્યુત્તરમાં રાજાને આ પ્રમાણે કહ્યું
ઉ–હે પ્રદેશી ! અમારા શ્રમણ નિગ્રન્થોમાં એવી સંજ્ઞા યાવતુ-સમજ છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, પરંતુ અમારી એવી માન્યતા નથી કે જે જીવ છે તે જ શરીર છે અર્થાત્ જીવ–શરીર બંને એક જ છે.
ત્યારે તે પ્રદેશ રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું
હે ભદન ! જો તમારા શ્રમણ નિગ્રન્થોની એ સંશા યાવત્ સમજ છે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, પરંતુ એવી સમજ નથી કે જે જીવ છે, તે જ શરીર છે તે મારા પિતામહ હતા, જે આ જ જમ્બુદ્વીપ નામે દ્વીપની શ્વેતામ્બી નગરીમાં અધાર્મિક યાવત્ રાજકર લઈને પણ પોતાના જનપદનું સારી રોને રક્ષણ કરતા ન હતા. તે તમારા કહેવા અનુસાર અત્યન્ત મલિન પાપ કર્મોનું ઉપાર્જન કરીને કાળ આવતાં મરણ પામીને કોઈ એક નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા હોવા જોઈએ.
તે પિતામહનો હું ઈષ્ટ, કાત, પ્રિય, મનો, મણામ (અતિપ્રિય), ધૈર્ય અને વિશ્રામ માટે સ્થાનભૂત, કાર્ય કરવામાં સંમત, ઘણાં કાર્યો કરવામાં માનીને તથા કાર્ય કર્યા પછી પણ અનુમત, રત્નકરંડિયા (આભૂષણ મંજૂષા-પેઢ). સમાન, જીવનના શ્વાસોચ્છવાસ સમાન, હૃદયમાં
આનંદ ઉત્પન્ન કરનાર, ઉંબરાના ફુલની જેવો, જેમનું નામ સાંભળીને પણ અહોભાગ્ય માનવામાં આવે તો પછી દર્શનની તો શી વાત જ કરવી ? તેવો, હું પૌત્ર છું..
તે તે પિતામહ આવીને મને આ પ્રમાણે કહે કે-હે પૌત્ર ! હું તારો પિતામહ હતો અને આ જ શ્વેતામ્બી નગરીમાં હું અધાર્મિક યાવતુ પ્રજા પાસેથી કર લઈને પણ તેમનું સારી રીતે પાલન-રક્ષણ કરતો ન હતો જેથી કરીને અતિ કલુષ પાપકર્મોનું ઉપાર્જનસંચય કરીને નરકમાં ઉત્પન્ન થયો છું. પરંતુ હે પત્ર! તું અધાર્મિક ન થતો-પાવતુ પ્રજા પાસેથી કર લઈને પણ તેમનું પાલન-રક્ષણ કરવામાં પ્રમાદ ન કરીશ અને અતિ કલિકલુષ પાપકર્મોનો સંચય-ઉપાર્જન ન કરતો.” જો તે આર્ય (પિતામહ) આવીને મને આ પ્રમાણે કહે તો હું તમારા કહેવા પર શ્રદ્ધા રાખું, પ્રતીતિ કરું અને મારી રુચિનો વિષય બનાવી શકું, કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, પરંતુ જીવ અને શરીર એક જ નથી. પરંતુ જયાં સુધી મારા પિતામહ આવીને મને આ પ્રમાણે ન કહે, ત્યાં સુધી હું આયુષ્યમ– શ્રમણ ! મારી આ ધારણા સુપ્રતિષ્ઠિન-સ્થિર છે, કે જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે અર્થાત્ જીવ અને શરીર એક જ છે.”
પ્રદેશી રાજાની ઉપરની વાત સાંભળીને પછી કશી કુમાર પ્રમાણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું
પ્ર-હે પ્રદેશો ! તારે સૂર્યકાના નામે રાણી છે ને?
પ્રદેશી—“હા ભદન્ત ! છે. કેશી કુમારશ્રમણ-દેતો હે પ્રદેશી ! તું જો સૂર્યકાનાદેવીને સ્નાન કરીને-ચાવતુ સમસ્ત અલંકારો શરીર પર ધારણ કરીને કોઈ સ્નાન કરેલા યાવતુ સમસ્ત અલંકારોથી વિભૂષિત કોઈ પુરુષની સાથે ઈષ્ટ, શબ્દ, સ્પર્શ, રસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org