SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર ૪૫ પર તેવી જ રીતે હે પ્રદેશી ! તું પણ વિનયપ્રતિપત્તિ નહી કરવાની ઈચ્છાથી મને સારી રીને પૂછતે પણ નથી. હે પ્રદેશી ! મને જોઈને શું તારા મનમાં આ અને આ પ્રમાણે આંતરિક યાવતુ સંકલ્પ નહોતો ઉત્પન્ન થયો કે જડ જ જડની પથુંપાસના કરે છે ભાવતુ હું મારા ઉધાનમાં પણ ઇચ્છાપૂર્વક ફરી શકતો નથી ?' તે હે પ્રદેશી ! શું હું આ સાચું કહું છું?' હા આપનું કથન સત્ય છે.” આ કહ્યા પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું પ્ર. “હે ભદત્ત ! તમને એવું તે કયું શાન અને દર્શન છે કે જેના દ્વારા તમે આ રીતને માનસિક થાવત્ સમુત્પન્ન સંકલ્પ જાણો અને જોયું ?” ત્યારે કેશી કુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું ઉ.- હે પ્રદેશી ! અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં કહેવું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે–૧. આભિનિબોધિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યાયશાન, અને ૫ કેવળજ્ઞાન.' પ્ર.-'આભિનિબાધિકશાન કેટલા પ્રકારનું છે? ઉ-આભિનિબોધિકશાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય, ૪. ધારણા. પ્ર– આ અવગ્રહ કેટલા પ્રકારના છે? ઉ.-અવગ્રહજ્ઞાનના બે પ્રકાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. ઇિત્યાદિ ધારણા-પર્યાન આભિનિબૌધિક જ્ઞાનનું સમસ્ત વર્ણન નન્દીસૂત્રને અનુરૂપ અહીં પણ જાણવું જોઈએ.. પ્ર–શ્રુનશાનના કેટલા પ્રકાર છે? ઉ–શ્રુતજ્ઞાનના બે પ્રકાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છે, પથા-અંગ્રપ્રવિષ્ટ, અંગબાહ્ય. (દષ્ટિવાદ પન ગ્રુતજ્ઞાનના બધા ભેદોનું વર્ણન નન્દીસૂત્ર અનુસાર અહીંયાં કહેવું જોઈએ.)' (ભવપ્રયિક અને ક્ષાપશમિકના ભેદથી અવધિજ્ઞાનના બે પ્રકાર છે અને એમનું વિવેચન પણ નન્દસૂત્ર અનુસાર અહીંયાં કરવું જોઈએ.) (મન:પર્યાય જ્ઞાન પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે છે- જુમતિ અને વિપુલમતિ. તેમનું વર્ણન પણ નન્દીસૂત્ર પ્રમાણે અહીંયાં કરવું જોઈએ.). આ પાંચ જ્ઞાનમાંથી જે આભિનિબાધિક જ્ઞાન છે, તે મને છે, અને જે કૃતજ્ઞાન છે, તે પણ મને છે. જે અવધિજ્ઞાન છે, તે પણ મને છે તથા જે મન:પર્યાય શાન છે, તે પણ મને છે, પરંતુ આમાં જે કેવળજ્ઞાન છે ને મને નથી. તે અરિહંત ભગવાનને હોય છે, એટલે આ ચાર છાઘસ્થિક શાનોને લીધે હે પ્રદેશી ! મેં તારે આ પ્રકારનો માનસિક યાવત્ સમુપન્ન સંકલપ જોયો અને જા.” કેશી કુમારશ્રમણના વક્તવ્યમાં જીવ-શરીરનું અન્ય પ્રરૂપણુ૧. અધુનત્પન્ન નરયિકથી મનુષ્ય-કાગમનના વિષયમાં નિષેધ પ્રરૂપક ચાર સ્થાન-(કારણુ)૪૫. કેશી સ્વામીનું આ કથન સાંભળીને પછી પ્રદેશી રાજાએ કેશી કુમાર શ્રમણને આ પ્રમાણે વિનંતી કરી– પ્ર- હે ભદન! શું હું તમારી પાસે બેસી શકું છું? કેશ–“હે પ્રદેશી ! આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે, તો પછી અહીંયાં બેસવું કે ન બેસવું ને તારી પતાની ઇચ્છાની વાત છે.' ત્યાર પછી પ્રદેશ રાજા ચિત્તસારથીની સાથે કેશી કુમારશ્રમણ પાસે બેસી ગયા અને બેસીને કેશી કુમારશ્રમણને આ પ્રમાણે પૂછ્યું પ્ર.-“હે ભદન ! શું તમારા શ્રમણ નિર્ગન્વેમાં એવી કોઈ સભ્યશ્માનરૂપ સંશા છે, તસ્વનિશ્ચયરૂપ પ્રતિજ્ઞા છે, દર્શનરૂપી દષ્ટિ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy