SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ર ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૭ : સબુદ્ધો, પુરુષમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લેકનાથ, લોકનું હિત કરનાર, લોકમાં પ્રદીપ સમાન, લોકાલોકને પ્રકાશિત કરનાર, અભયદાતા, ચક્ષુ (જ્ઞાન રૂપી આંખ) દાના, સંયમરૂપી માર્ગ દશાવનાર, શરણદાતા, બોધિદાતા, ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ચતુગતિરૂપ સંસારનો અંત કરનાર શ્રેષ્ઠ ધર્મચક્રવતી, અપ્રતિહત શ્રેષ્ઠ શાનદર્શનના ધારક, કામવરણરૂપ છદ્મનો નાશ કરનાર, રાગાદિ શત્રુઓને જીતનાર અને બીજાએને પણ રાગાદિ શત્રુઓને જીતવા માટે પ્રેરનાર, સંસાર સાગર તરી જનાર અને બીજાને સંસારસાગરમાંથી તારનાર, પોતે બોધ મેળવેલ અને બીજાઓને પણ ઉપદેશ દ્વારા બોધ કરાવનાર, પોતે કર્મથી મુક્ત અને બીજાઓને પણ કર્મમુક્તિ અપાવનાર, સર્વજ્ઞ, સર્વદશ, શિવ-કલ્યાણરૂપ અચલ, નિરોગી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ (જેમાંથી પાછા આવવાનું હતું નથી તેવી) રૂપી સિદ્ધગતિ નામક સ્થાનમાં વિરાજમાન સિદ્ધ ભગવંતને નમસ્કાર.” સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને તે સૂયભદેવ જયાં દેવછન્દક હતો, જ્યાં સિદ્ધાયતનનો બરાબર મધ્યભાગ હતો ત્યાં આવ્યો, આવીને મયૂરપિચ્છ લઈને સિદ્ધાયતનના મધ્યભાગની પ્રમાર્જના કરી, પ્રમાજના કરી દિવ્ય જળધારાનું સિંચન કર્યું, સિંચન કરી સરસ ગશીર્ષ ચ દનના થાપા કર્યા, રંગોળીઓ રચી અને પછી કેશ ગ્રહણવતુ (હળવા હાથે) યાવતુ પુષ્પોપચાર કર્યો. પછી ધૂપ કર્યો, ધૂપ કરીને જ્યાં સિદ્ધાયતનનું દક્ષિણદિશાવતી દ્વાર હતું ત્યાં આવ્યા, આવીને મયૂરપિચ્છની પ્રમાર્જની ઉપાડીને દ્વારવેદિકા, કાષ્ઠ પુતળીએ તથા વ્યાળરૂપોને પ્રમાર્યો, પ્રમાઈ ને દિવ્ય જળધારાથી સિંચન કયુ, સિંચન કરીને સરસ ગોશીષ ચંદનથી તે બધાની ચર્ચા કરી. ચર્ચિત કરીને ધૂપ કર્યો, ધૂપ કરીને ફૂલે ચડાવ્યાં, માળાઓ ચડાવી યાવત્ આભૂષણો ચડાવ્યાં, પછી ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગોળ માળા યાવતુ ધૂપપ્રક્ષેપ કર્યો. ધૂપપ્રક્ષેપ પછી જ્યાં દક્ષિણ દ્વારા મુખમંડપ હતો તે દક્ષિણ દ્વારના મુખમંડપને બરાબર વચ્ચેનો ભાગ હતો ત્યાં આવ્યો, આવીને મયૂરપીંછી ઊઠાવી તે મધ્યભાગનું પ્રમાર્જન કર્યું, દિવ્ય જળધારાથી સિંચન કર્યું', સરસ ગોશીષ ચંદનના થાપા કયાં, રંગોળી પૂરી અને પછી કેશગ્રહણન્ યાવત્ ધૂપ કર્યો. ધૂપ પ્રક્ષેપ કરીને જ્યાં તે દક્ષિણ દિશાવતી મુખમંડપનું પશ્ચિમ દ્વાર હતું ત્યાં આવ્યો, આવીને મયૂરપીંછી લીધી, લઈને દ્વાર ચેટિકા, પુતળીઓ અને બાળરૂપોને પ્રમાર્જિન કર્યા, પ્રમાર્જન કર્યા પછી દિવ્ય જળધારાથી સિંચન કર્યું', સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા, ધૂપપ્રક્ષેપ કર્યો, પુષ્પો ચડાવ્યા યાવનું આભૂષણથી શણગાર કર્યો, લાંબી લાંબી ગોળ માળાઓ લટકાવી, કેશગ્રહણવત્ પુષ્પ વેય, ધૂપપ્રક્ષેપ કર્યો. “પપ્રક્ષેપ કરીને પછી તે દક્ષિણ દિશાવતી મુખમંડપની ઉત્તર દિશાવતી સ્તંભપંક્તિ પાસે આવ્યો, આવીને મયૂરપીંછ દ્વારા સ્તંભ, શાલભંજિકાઓ અને બાળરૂપનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી જેવી રીતે પશ્ચિમારે કર્યું હતું તેમ જ યાવત્ ધૂપ પ્રક્ષેપ કર્યો. ધૂપ પ્રક્ષેપ કરી જ્યાં તે દક્ષિણ દિશાવત મુખમંડપનું પૂર્વદિશાવતી દ્વાર હતું ત્યાં આવ્યા, આવીને મોરપીંછી ઉઠાવીને દ્વાર પરની શાલભંજિકાએ યાવત્ પૂર્વવત્ સમસ્ત ક્રિયા કરી. ત્યાર બાદ તે દક્ષિણ દિશાવતી મુખમંડપના દક્ષિણ દ્વારે આવ્યા, આવીને મારપીંછ વડે શાલભંજિકા યાવતુ પૂર્વવત્ સઘળી ક્રિયા કરી. ત્યાર પછી જ્યાં દક્ષિણ પ્રેક્ષાગૃહમંડપ (નાટયગૃહ) હતું અને જ્યાં તે પ્રેક્ષાગૃહમંડપનો બરાબર વચ્ચેનો ભાગ હતો ત્યાં આવ્યો, ત્યાં વામય અક્ષપાટ (અખાડે) હતો, મણિપીઠિકા હતી, સિંહાસન હતું, ત્યાં આવ્યો, આવીને મોરપીંછની પ્રમાર્જની હાથમાં લીધી, લઈને અક્ષપાટ, મણિપીઠિકા તથા સિંહાસનનું પ્રમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy