________________
ધર્મકથાનુગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાના સૂત્ર ૨૭,
૪૩
ર્જન કર્યું, પ્રમાર્જન કરીને દિવ્ય જળધારા વડે સિંચન કર્યું, સરસ ગશીર્ષ ચંદન વડે ચર્ચા કરી, પુષ્પાચન કર્યું, લાંબા લાંબી ગોળ માળાઓ લટકાવી યાવત્ ધૂપ પ્રક્ષેપ કર્યો.
ધૂપ કરીને પછી જયાં દક્ષિણી પ્રેક્ષાગૃહમંડ૫નું પશ્ચિમ દિશાવતી દ્વાર હતું, ઉત્તર દિશાવતી દ્વાર હતું, પૂર્વ દિશાવતી દ્વાર હતું અને દક્ષિણ દિશાવતી દ્વાર હતું–તે બધાં દ્વાર પર આવી પૂર્વવત્ બધી ક્રિયાઓ કરી.
ત્યાર પછી જયાં દક્ષિણ દિશાનો ચૈત્યપ હતો ત્યાં આવ્યો, આવીને સ્તુપ તથા મણિપીઠિકાને દિવ્ય જળધારાથી અભિસિંચિત કરી, સરસ ગશીર્ષ ચંદનથી ચર્ચિત કરી, “પપ્રક્ષેપ કરી, પુષ્પ ચડાવી, લાંબી લાંબી માળાઓ લટકાવી થાવતું ધૂપપ્રક્ષેપ કરી જ્યાં પશ્ચિમ દિશાની મણિપીઠિકા હતી, જ્યાં પશ્ચિમ દિશામાં રહેલી જિનપ્રતિમા હતી ત્યાં આવી પૂર્વવત્ સઘળો ક્રિયા કરી.
જ્યાં ઉત્તર દિશાની મણિપીઠિકા હતી, જ્યાં ઉત્તર દિશા સ્થિત જિનપ્રતિમા હતી, ત્યાં પણ પૂર્વવત્ બધું કર્યું. જયાં પૂર્વ દિશાવતી મણિપીઠિકા હતી અને જ્યાં પૂર્વદિશાસ્થિત જિનપ્રતિમા હતી ત્યાં પણ બધી ક્રિયા કરી. એ જ રીતે દક્ષિણ દિશાસ્થિત મણિપીઠિકા અને દક્ષિણવતી" જિનપ્રતિમાં જયાં હતી ત્યાં આવી ત્યાં પણ તે જ પ્રકારની બધી ક્રિયા કરી.
ત્યાર પછી તે જયાં દક્ષિણ દિશાવતી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવ્યું, ત્યાં પણ તે જ સઘળી ક્રિયા કરી.
પછી જયાં મહેન્દ્ર ધ્વજ હતા, જ્યાં દક્ષિણદિશાની નંદાપુષ્કરિણી હતી ત્યાં આવ્યો, આવીને મોરપીંછો લઈને તોરણ, ત્રિપાન પંક્તિ, શાલભંજિકાઓ અને વ્યાળ આકૃતિઓનું પરિમાર્જન કર્યું, દિવ્ય જળધારથી સિંચન કર્યું, સરસ ગશીર્ષ ચંદનની ચર્ચા કરી, પુષ્પ ચડાવ્યાં, લાંબી લાંબી માળાઓ ચડાવી, ધૂપપ્રક્ષેપ કર્યો અને પછી સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી જયાં ઉત્તર દિશાની નંદાપુષ્કરિણી હતી ત્યાં આવ્યા, ત્યાં આવી પૂર્વવત્ બધી જ ક્રિયા કરી.
ત્યાર બાદ તે જયાં ઉત્તરવતી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવ્યું, ત્યાં પણ દક્ષિણ દિશાવતી સ્તૂપની પેઠે સઘળી વિધિ કરી.
જ્યાં પશ્ચિમ દિશાવતી મણિપીઠિકા હતી, જ્યાં પશ્ચિમ દિશાસ્થિત જિન પ્રતિમા હતી ત્યાં પણ સમગ્ર ક્રિયા પૂર્વવત્ કરી. પછી ઉત્તરદિશાવતી પ્રેક્ષામંડપમાં આવ્યો, ત્યાં પણ પૂર્વવતુ વિધિ કરી. એ જ રીતે પૂર્વદિશાવતી દ્વાર માટે પણ. પછી દક્ષિણની સ્તંભપંક્તિ માટે પણ પૂર્વવત્ ક્રિયા કરી.
ત્યાર બાદ ઉત્તર દિશાના મુખમંડપમાં અને તેમાં બરાબર વચ્ચેના પ્રદેશમાં આવી પૂર્વવતુ સર્વ ક્રિયા કરી, પછી પશ્ચિમ દ્વાર પર પણ તેમ જ સમજવું. પછી ઉત્તર દ્વાર અને તેની દક્ષિણ દિશામાં રહેલ ખંભપંક્તિ વિશે પણ તે જ પ્રમાણે કર્યું..
ત્યાર પછી જ્યાં સિદ્ધાયતનનું ઉત્તર દ્વાર હતું ત્યાં આવ્યો, ત્યાં પણ પ્રમાજનાદિ સર્વ કાર્યો કર્યા. પછી સિદ્ધાયતનના પૂર્વ દ્વારે આવી બધી જ ક્રિયા કરી.
પછી જ્યાં પૂર્વ દિશાને મુખમંડપ હતું અને તેને બરાબર મધ્યભાગ હતો ત્યાં આવ્યો, આવીને પૂર્વવત્ સઘળી ક્રિયા કરી. પછી પૂર્વ દિશાના મુખમંડપના દક્ષિણ દ્વારે આવી પૂર્વ દિશાની સંભક્તિ આદિનું પૂર્વવત્ સઘળું કરી તે જ પ્રમાણે પૂર્વ દિશાના દ્વારે આવી બધી વિધિ કરી.
ત્યાર પછી પૂર્વ દિશાના પ્રેક્ષાગૃહમંડપમાં, એ જ રીતે સ્તૂપની, જિનપ્રતિમાની, ચૈત્યવૃક્ષોની, મહેન્દ્રધ્વજોની, નંદાપુષ્કરિણીની પૂર્વવન સઘળો વિધિપૂર્વક પ્રમાજના આદિ કર્યું કાવત્ ધૂપપ્રક્ષેપ કર્યો.
ત્યાર પછી જ્યાં સુધમાં સભા હતી ત્યાં તે આવ્યો અને આવીને પૂર્વદિશાવતી દ્વારથી સુધમાં સભામાં પ્રવેશ્ય, પ્રવેશીને જ્યાં માણવક ચૈત્ય સ્તંભ હતો અને તે સ્તંભમાં જયાં વજૂમય ગાળ સમુદ્ગક (ડબ્બો) રાખ્યો હતે ત્યાં આવ્યા, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org