SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ~ • ધર્મયથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૭ ~ ~~~~ ~~~ ~~ જયાં સિંહાસન હતું ત્યાં ગ, જઈને યાવત્ બેઠે. ત્યાર પછી તે સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવો તેની સમક્ષ પુસ્તકરત્ન લઈ આવ્યા. ત્યારે તે સૂમભદેવે પુસ્તકરત્ન લીધું, લઈને પુસ્તકરત્નનાં બંધને ખોલ્યાં, ખોલીને પુસ્તક-રત્ન ઉઘાડવું, ઉઘાડીને પુસ્તક-રત્ન વાંચ્યું, વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિર્ણય કર્યો, નિર્ણય કરીને પુસ્તક-રત્ન પાછું મૂક્યું, પાછું મૂકીને સિંહાસન ઉપરથી ઊભો થયો, ઊભે થઈને વ્યવસાયસભાના પૂર્વદિશાવતી દ્વારેથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં નંદાપુષ્કરિણી હતી ત્યાં આવ્યો, આવીને નંદાપુષ્કરિણીના પૂવી તોરણ અને ત્રિ-સોપાન વડે તેમાં ઊતર્યો, ઊતરીને હાથ પગ ધોયાં, ધોઈને આચમન-મુખશુદ્ધિ કરી ચોખે, પરમ પવિત્ર બન્યો, અને મત ગજરાજની મુખાકૃતિ જેવા આકારવાળી એક મોટી, શ્વેત, રજતમય અને નિર્મળ જળથી ભરેલી ઝારી લીધી, લઈને ત્યાંથી ઉત્પલો પાવતુ શતપત્ર-સહસ્ત્રપત્ર કમળો લીધાં, લઈને ન દાપુષ્કરિણીમાંથી બહાર નીકળે, નીકળીને જ્યાં સિદ્ધાયતન હતું ત્યાં જવા ઉધત થયો. ત્યારે તે સુભદેવના ચાર હજાર સામાનિક દે પાવતુ સોળ હજાર આત્મરક્ષક દેવા તથા બીજા પણ અનેક સૂયભવિમાનવાસી દેવ-દેવી ઓ હાથમાં ઉત્પલ યાવત્ શતપત્ર-સહસા પત્ર કમળો લઈને સૂર્યાભદેવના પાછળ પાછળ જવા નીકળ્યા. ત્યારે તે સૂયભદેવના અનેક અભિગિક દેવ-દેવીઓ પણ કેટલાટ હાથમાં કળશ લઈને થાવત્ કેટલાક ધૂપદાનીઓ લઈને હર્ષવિભોર થાવત્ સૂર્યાભદેવની પાછળ ચાલ્યા. ત્યાર પછી તે સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવે યાવતું બીજા પણ અનેક સૂભિ વિમાનવાસી દે અને દેવીઓથી વીંટળાઈને, પોતાના સમસ્ત સમૃદ્ધિ-વૈભવ યાવત્ વાજિંત્રનાદ સાથે જ્યાં સિદ્ધાયતન હતું ત્યાં આવ્યો, ત્યાં આવીને પૂર્વદિશાવતી દ્વારમાંથી સિદ્ધાયતનમાં પ્રવે, ૪૧ ~~~~~ ~ ~~~~~~ ~ પ્રવેશીને જયો દેવચ્છદક હતું, જ્યાં જિનપ્રતિમા ઓ હતી ત્યાં આવ્યો, આવીને જિનપ્રતિમાઓ નજરે પડતાં જ પ્રણામ કર્યા, પ્રણામ કરીને મયૂરપિચ્છની પૂંજણી હાથમાં લીધી, લઈને તે પૂજણી વડે જિનપ્રતિમાની પ્રાર્થના કરી, પ્રમાર્જન કરીને સુરભિગંધદક વડે ને પ્રતિમાઓનું પ્રક્ષાલન કર્યું. પ્રક્ષાલન કરીને સરસ ગશીર્ષ ચદનને લેપ કર્યો, લેપ કરીને સુરભિગંધવાસિત કાષાય વસ્ત્રના અંગલુછણાથી તેમનાં શરીર લૂછયાં, લૂછીને તે જિન પ્રતિમાને અક્ષત (અખ ડ) દેવ દૂષ્ય યુગલ પહેરાવ્યું, પહેરાવીને પુષ્પ, માળા, સુગંધી ચૂર્ણ, વર્ણક, વસ્ત્ર અને આભૂષણોથી શણગાર કર્યો, તેમ શણગારીને પછી ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગોળ માળાઓ પહેરાવી, પહેરાવીને પછી કેશપાશની જેમ હાથમાં લઈને વીખેરે તેમ પચરંગી પુષ્પ વેરીને બને રંગોળી રચીને તે સ્થાનને સુશોભિત કર્યું અને પછી તે જિનપ્રતિમાની સન્મુખ સ્વચ્છ, શુભ, રજતમય અક્ષત નંદુલે વડે આઠ આઠ મંગળોનું આલેખન કર્યું, તે આ પ્રમાણે સ્વસ્તિક કાવત્ દર્પણ. ત્યાર પછી કૃષ્ણાગરુ, શ્રેષ્ઠ કુંદુરુક, તુરુષ્ક અને ધૂપની મહેકતી સુગંધથી વ્યાપ્ત, અને અગરબત્તીની માફક સુરભિગંધને ફેલાવનાર,ચન્દ્રકાન્ત મણિ, વજરત્ન, અને વૈર્યમણિના વિમળ દંડ- - વાળી તથા સુવર્ણ અને મણિની વિવિધ ભાતવાળી વૈડૂર્યમય ધૂપદાની લઈને ધૂપ કર્યો અને પછી વિશુદ્ધ, શાસ્ત્રાનુસારી, અપૂર્વ અર્થ,ક્ત, અપુનરુક્ત, મહિમાશાળી, એકસો આઠ વિશુદ્ધ ગ્રંથયુક્ત (શ્લેક યુક્ત) સ્તુતિ કરી. સ્તુતિ કરીને સાત આઠ પગલાં પાછો હટટ્યો, પાછળ હટી ડાબો બૂ ટણ ઊંચો કરી તથા જમણા ઘૂંટણ જમીન પર ટેકવી ત્રણ વાર મસ્તક ભૂમિતળ પર નમાવ્યું, નમાવીને પછી સહેજ ઊંચું કર્યું, ઊંચું કરી બન્ને હાથ જોડી. આવર્તપૂર્વક મસ્તક પાસે લઈ જઈ અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા અરિહંત ભગવંતને નમસ્કાર હો, શ્રુતચારિત્રરૂપ ધર્મની આદિ કરનાર તીર્થકરે, સ્વયં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy