SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કેટલાક દેવાએ જૂથા બનાવ્યાં, કેટલાકે દેવાઘોત કર્યાં, કેટલાકે દિવ્ય વાયુ-નર`ગાનું પ્રદર્શન કર્યું, કેટલાક ખડખડાટ હસવા લાગ્યા, કેટલાક દુહ-દુહ એવા (દુંદુભી જેવા) અવાજ કરવા લાગ્યા, કેટલાક વસ્ત્રોના વરસાદ વરસાવવા લાગ્યા, કેટલાકે આ બધી વસ્તુઓ સામટી કરી-યાવત્ શતપત્ર, સહસ્રપત્ર કમળા હાથમાં લીધા, કેટલાક કળશે। યાવતુ ધ્વજાએ હાથમાં લઈ હતુષ્ટયાવત્ આનંદથી ખીલેલાં હૃદયવાળા તે આમતેમ ચારેબાજુ દોડાદોડ કરી રહ્યા. ત્યાર પછી ચાર હજાર સામાનિક દેવા યાવત્ સાળ હજાર આત્મરક્ષક દેવા તથા બીજા પણ અનેક સૂક્ષ્મભ રાજધાની–નિવાસી દેવા અને દેવીએએ મહા મહિમાવંત ઈન્દ્રાભિષેક મહોત્સવપૂર્વક સૂ*ભદેવના અભિષેક કર્યો, અભિષેક કરીને દરેકે બે હાથ જોડી શિરસાવ પૂર્વક અંજલિ રૌ આ પ્રમાણે કહ્યુ’ હું નદ! તમારો જય થા, હે ભદ્રે ! તમારો જય થાઓ. હું આનંદકારી, તમારો જય જય કાર થાઓ. તમારું કલ્યાણ થાઓ. ન જીતેલાને તમે જીતેા અને જીતેલાંનું પાલન કરો. જીતેલાઓની મધ્યમાં તમારા વાસ થાઓ. દેવામાં ઇન્દ્રિની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, અસુરામાં ચમરની જેમ, નાગામાં ધરણેન્દ્રની પેઠે, મનુષ્યામાં ભરત ચક્રવતીની સમાન, અનેક પક્ષેાપમ કાળ સુધી, અનેક સાગરોપમ કાળ સુધી, અનેક પક્ષેાપમસાગરોપમ કાળ સુધી, ચાર હજાર સામાનિક દેવા યાવત્ સાળ હજાર આત્મરક્ષક દેવા અને સૂર્યંભવિમાન નિવાસી અન્ય અનેક દેવી-દેવીઓનુ આધિપત્ય યાવત્ ખૂબ ખૂબ અતિશયપૂર્વક પાલન કરતા કરતા વિહરો.' એમ કહીને પુન: જય જય કાર કર્યાં. ત્યા૨ે અતિશય મહિમાપૂર્વક ઇન્દ્રાભિષેક દ્વારા અભિષિક્ત થતાંવેંત તે સૂર્યાભદેવ અભિષેકસભાના પૂર્વદિશાવતી દ્વારમાંથી બહાર નીકળ્યા અને નૌકળીને જ્યાં અલંકાર સભા હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને અલંકાર સભાની વારંવાર પ્રદક્ષિણા કરીને Jain Education International ધ કથાનુયાગ—પા નાથ-તીર્થમાં પ્રદેશી થાનક : સૂત્ર ૨૭ પૂર્વીદિશાવતી' દ્વારથી તે અલંકાર સભામાં પ્રવેશ્યા, પ્રવેૌને જયાં સિંહાસન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને ઉત્તમ સિહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા. ત્યારે સામાનિક પરિષદના દેવાએ તે સૂર્યંભદેવની સમક્ષ અલ’કારપાત્ર ઉપસ્થિત કર્યાં. ત્યાર પછી તે સૂર્યાભદેવે સૌ પ્રથમ સુકોમળ ૐંછાવાળા અને સુગંધી ગ ધકાષાયવસ્ત્રથી ગાત્રા લૂમાં, ગાત્રા લૂછીને સરસ ગાર્શીષ ચંદનથી ગાત્રા પર લેપ કર્યાં, લેપ કરીને નાકમાંથી નીકળેલા નિ:શ્વાસથી પણ ઊડી જાય તેવુ નાજુક, નયનાકર્ષક, સુંદર રંગ અને સ્પવાળુ ધેડાની લાળથી પણ બારીક તારવાળુ, શ્વેત, સાનાના જરીકામથી ભરેલી કિનારીવાળું, આકાશ અને સ્ફટિક જેવી પ્રભાવાળું, દિવ્ય દેવ દૂષ્ય યુગલ પહેયું, તે પહેરીને પછી ગળામાં હાર, અધ હાર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલી પહેર્યાં, તે પહેર્યાં પછી બાહુઓ પર અંગદ, કેયૂર (બાજુબંધ ), કડાં, ત્રુટિન, કમર પર કટિસૂત્ર (કદારો), હાથાની દશે આંગળીઓ પર વીંટી, વક્ષસ્થળ પર વક્ષસૂત્ર, મુરવી, કઠમુરવી, પ્રાલ'બ, કાનામાં કુંડળા, માથે ચૂડામણિ અને મુકુટ ધારણ કર્યાં. આભૂષણો પછી ગ્રથિમ પહેર્યાં (ગૂ થેલ ), વેષ્ટિમ ( વીંટીને કરેલ ), પૂરિમ ( પરોવેલ ) અને સંઘાતિમ (સાંધીને બનાવેલ ) એવી ચાર પ્રકારની માળાએ વડે પાનાની જાતને કલ્પવૃક્ષની માફક શણગાયું, શણગારીને પાતાના શરીર પર દર મલય ચંદનનું સુગધી ચૂર્ણ લગાવ્યું અને પુષ્પમાળા ધારણ કરી. ત્યાર પછી કેશાલ કારો, માલ્યા લ’કારો, આભરણા અને વસ્ત્રાલ કારો એમ ચારે પ્રકારના અલંકારોથી અલંકૃતવિભૂષિત થઈને, પરિપૂર્ણ અલંકૃત થઈને તે સૂ*ભદેવ સિ ંહાસન પરથી ઊઠ્યો, ઊઠીને અલંકાર સભાના પૂર્વદિશાવતી દ્વારેથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં વ્યવસાયસભા હતી. ત્યાં આવ્યા, આવીને વ્યવસાયસભાની અનુપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને પૂર્વાં દિશાના દ્વારમાંથી તેમાં પ્રવેશ્યા, પ્રવેશીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy