SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ-પાનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સત્ર ૨૬ ૩૧ હોય અને એકસો બાણાવાળાં બત્રીસ ભાથીઓ, કવચ વગેરે યુદ્ધોપકરણથી જ ભરેલો હોય, એવે એ રથ, રાજાના મણિએ જડેલા ભવ્ય આંગણામાં કે અંત:પુરમાં કે રમણીય પ્રદેશમાં વારંવાર ચાલતો હોય, વારંવાર આવતો જતો હોય, ત્યારે તેને કર્ણપ્રિય મધુર ધ્વનિ સંભળાય છે. હે ભગવન! શું તે રથાદિકને ધ્વનિ તે ખૂણે અને મણિએના જેવું છે? ગૌતમ! ના, એના જે એમને વનિ નથી પણ તે કરતાંય વિશેષ મધુર છે.” “હે ભગવંત! વાદનકુશળ નર વા નારી દ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઊતરતી મૂઈનાવાળી એવી વૈતાલિક વીણાને, ચંદનના શ્રેષ્ઠ કાષ્ઠમાંથી બનાવેલા કણના સ્પર્શથી મંદ મદ ઘર્ષણથી, કંપિત થવાથી, શુભિત થવાથી, જે મધુર સુંદર મનહર કર્ણપ્રિય શ્રેષ્ઠ અવાજ સંભળાય છે, તે અવાજ શું તે તૃણનો અને મણિઓનો છે?” “ગૌતમ! હા, તે મણિઓને અને ખૂણાને એ મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે.' વળી, એ વનખંડોમાં ઠેકઠેકાણે નાની-મોટી, નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચોરસ વાવો, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકીચૂંકી વહેતી નદીઓ અને ફૂલેથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવર તથા હારબંધ શોભતા અનેક કુવાઓ આવેલા છે. એ બધાંના બહારના ભાગ સ્વચ્છ અને કમનીય છે, કાંઠા ૨જનમય, કાંઠાના ભાગે ખાડાખડિયા વિનાના-એકસરખા છે. એમની અંદરના ભાગે વજનય પાષાણોના અને વધુ શુદ્ધ સુવર્ણ–રજતમય છે. એ બધાં જલારામ સુંવાળા સોનાના તળિયાવાળા છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધનો સારી રીતે ગોઠવાએલાં છે, એમના ઘાટે અનેક પ્રકારના મણિએથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશયોમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરાના સમૂહે ગુંજી રહ્યા છે એવાં ઉ૫લ, કુમુદ, નલિન, સુભગ, સૌધિક, પીંડરિક, સો અને હજાર પાંખડીવાળા ખીલેલાં કમળાથી સુશોભિત અને બિસપત્ર તથા મૃણાલના દડેથી એ બધાં જલાશો ઢંકાએલાં છે. જેની અંદર ભમતા મો અને કાચબાએ કલ્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચરી રહ્યાં છે એવાં એ સ્વચ્છાનિસ્વચ્છ જળથી છલકાનાં જળાશયો તે વનખંડેમાં શોભી રહ્યાં છે. તથા એ બધા જલાશ એક એક પદ્મવરવેદિકા અને એક એક વનખંડથી ઘેરાયેલાં છે. એ જલાશયોમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે. કેટલાકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ધી જેવાં, કેટલાકમાં દૂધ જેવાં અને કેટલાંકમાં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે. તે વાર્થ અને કૂવા વગેરે પ્રત્યેક જળાશયની ફરતાં ચારે દિશામાં ત્રણ ત્રણ સપાને છે. તે ગૌતમ! ના, એ પણ નથી-એ કરતાં સવિશેષ મધુર છે!” અથવા હે ભગવન્! ભદ્રશાલ, નંદન, સૌમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય, મલય કે મંદરગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા, એકત્ર થયેલા, હર્ષોલ્લાસપૂર્વક ક્રીડા કરતા, સંગીત-નાટય-હાસપરિહાસના પ્રેમી કિન્નરો, જિંપુર, મહેર અને ગાંધીનો ગદ્યમય, પદ્યમય, કથનીય, ગેય, પદબદ્ધ, પાદબદ્ધ, ઉOિખ, પાંદની, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સુખાન, મનમોહક, સાત સ્વરયુક્ત, છ દોષરહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણવાળો, ગુફાઓકંદરાઓમાં ગુંજારવ કરતો, સમ રાગિણીઓથી યુક્ત, આકર્ષક, ત્રિસ્થાન-કરણ-વિશુદ્ધ મધુર ગીત ધ્વનિ ગુંજે છે, શું તે ધ્વનિ પરસ્પર અથડાતા એ મણિઓને અને ખૂણાને છે?” ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy