SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ–તીર્થમાં પ્રદેશ કથાનક : સૂત્ર ૨૬ વળી, એ તોરણની આગળ બબ્બે સિંહાસને હોવાનું કહ્યું છે. તેમનું વર્ણન પૂર્વવત્ સમજવું. વળી, તે તોરણાની આગળ બબ્બે રજતમય છત્રો હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈડૂર્યન, કર્ણિકા-જૂલ સેનાની, સાંધા વજના છે. તેમાં મોતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ છે અને તેની ચંદન જેવી શીતળ સુગંધી છાયા છે. મંગળરૂપ ચિત્રોથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સર્વ છત્રો અતિશોભનીય છે. વળી, એ તોરણોની આગળ બે બે ચામરો આવેલા છે. એ ચામરના હાથા વૈર્થના અને એમાં વિવિધ મણિરત્નની કોતરણી કોરેલી છે. શંખ, અંકરન, કુંદપુષ્પ, જળકણ અને મથિત ક્ષીરસાગરના ફીણ જેવાં શ્વેત પાતળા વાળવાળાં સર્વરનમય એ ચામરો બહુ સુશોભિત દેખાય છે. એ જ પ્રમાણે તે તેરણાથી આગળ તેલ, કુઠ-ઉપલેટ, પત્ર-તમાલપત્ર, ચૂઆ, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મનસિલ અને અંજનની બબ્બે ડાબલી રાખેલી છે. એ ડાબલીઓ સર્વરત્નમય અને અનુપમ શોભાવાળી છે. વળી, એ સૂર્યાભવિમાનના એક એક દ્વાર ઉપર ચક્રની નીશાનીવાળા એક એક સોને આઠ વજો છે; એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચારદાંતવાળા હાથી અને ઉત્તમ નાગની નિશાનીવાળા એક સો ને આઠ આઠ ધ્વજો છે, અર્થાત્ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એંશી દવજ લહેરી રહ્યા છે એમ જણાવેલું છે. એ એક એક દ્વાર પર ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભીમા-ભૂમિનાં સ્થાન જણાવેલાં છે. એ ભૌમની બરાબર વચ્ચે એક એક સિંહાસન મૂકેલું છે, બાકીના ભૌમ ઉપર એક એક ભદ્રાસન મૂકેલું છે. વિમાનનાં બારણાંઓનાં ઓતરંગો (ઉપરના ભાગ) રિષ્ઠ આદિ સોળ પ્રકારનાં રનોથી ઘડેલાં છે. તે બારણાંઓ ઉપર ધજા અને છત્રોથી શોભતાં આઠ આઠ મંગલો આવેલાં છે. એ રીતે વિમાનની ચારે બાજનાં તે બધાં બારણાં એવી ઉત્તમોત્તમ શોભાવાળાં છે. એ સૂર્યાભવિમાનની આસપાસ પાંચસો પાંચસો યોજન મૂકીને ચારે દિશામાં ચાર વનખંડ આવેલા છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન એ વનખંડેની લંબાઈ સાડાબાર લાખ યોજનથી કાંઇક વધારે અને પહોળાઇ પાંચ સો યોજન છે. તે દરેકની ફરતે એક એક કોટ છે. એ ચારે વનખંડે શ્યામ, શ્યામ પ્રભાવાળા, નીલ, નીલ પ્રભાવાળા, હરિત, હરિત પ્રભાવાળા, કૃષ્ણ–યાવહૂ-હરિત છાયાવાળા, સધન છાયાવાળા, રમ્ય અને મહામેધના સમૂહ જેવા છે. તેમાં આવેલ વૃક્ષો ઊંડા મૂળવાળા છે આદિ વર્ણન. તે વનખંડોનું ભંયતળ આલિંગ પુષ્કર આદિની જેમ તદ્દન સમ-સપાટ છે. તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને ખૂણા શોભી રહ્યાં છે, તેમનો સ્પર્શ અને ગંધ મનગમતો આકર્ષક છે, તે પૂર્વવર્ણન મુજબ જાણવે. હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયુ વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા એવા તે તૃણોનો અને મણિએને કે અવાજ થાય છે?' ‘હે ગૌતમ! એમને અવાજ શ્રમહર, શ્રુતિમધુર અને શ્રુતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે. છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત એક સુંદર રથ હય, જેની ચારે બાજુ નાની નાની ટેકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા મજબૂત સિનિશના લાકડામાંથી બનાવેલો હોય, આરા અને ધાંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડાં ઉપરનો લોઢાનો માટે મજબૂત હોય, શુભ લક્ષણોવાળા કુલીન ઘોડાની જોડ જોડેલી હોય, જેનો સારથિ અતિકુશળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy