SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થ માં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૬ २७ તે દ્વાર પાંચસોપાંચસો યોજન ઊંચા, અઢીસો યોજન પહોળા અને તેટલા જ પ્રવેશ (જવાઆવવા માટે પ્રવેશ સ્થાનની જગ્યા)વાળા છે તે બધાં દ્વાર સફેદ રંગના છે અને તેમની ઉપરનાં શિખરો ઉત્તમ સુવર્ણનાં છે. તેની પર વૃષભ, ઈહામૃગ, અશ્વ, મનુષ્ય, મકર, પક્ષો, સર્પ, કિન્નર, રૂમૃગ, અષ્ટાપદ, ચમર, હાથી, વનલતા, પદાલતા વગેરેનાં ચિત્રો દોરેલાં છે. તેનાં સ્તંભ ઉપરની વેદિકાઓ વજરત્નોથી યુક્ત હોવાને કારણે સુંદર દેખાય છે. ત્યાં સમશ્રેણીમાં રહેલા વિદ્યાધરયુગલ યંત્રદ્વારા ચાલતા હોય તેવા દેખાય છે. હજારો કિરણોથી ઝળહળતાં અને હજારો રૂપકો-ચિત્રોથી યુક્ત હોવાને કારણે તે દ્વારા દેદીપ્યમાન અને અતિશય સુંદર દેખાય છે, અને જોનારની આંખોને આકર્ષિત કરી લે છે. તેનો સ્પર્શ સુખકર અને રૂપાકૃતિ શોભાયમાન છે. તે દ્વારનું સ્વરૂપવર્ણન આ પ્રમાણે કહ્યું છે– તે દરેક બારણાની નેમ વજામય, મૂળ પાયા રિષ્ઠરત્નના, થંભે વૈર્થ મણિઓના તથા તેનું તળ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ઉમરા હંસગર્ભનના, ઈદ્રકીલે ગમેદાન્તનાં, બારસાખો લોહિતાક્ષરત્નની, તરંગ જ્યોતિરસરત્નના, ખીલીઓ લેહિતાક્ષરત્નની અને સાંધાઓ વજરતનોથી ભરેલા છે, ખીલીઓની ટોપીઓ વિવિધ પ્રકારના મણિઓની છે, આગળિયા અને તેનું અટકણ વજારત્નનાં છે, આવર્તનપીઠ-ઉલાળાનું ટેકણ રજતનું, બારણાનાં ઉત્તર પડખાં અંક રત્નનાં છે. તેનાં કમાડ સહેજ પણ આંતરા વિનાનાં-ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. પ્રત્યેક દ્વારની બંને બાજુએ દિવાલમાં કુલ મળીને ત્રણસો છપ્પન ભીંતગોળી (ગળ ગુપ્ત ઝરૂખા) છે અને તેટલી જ ગમાણસી એટલે બેઠકે છે. દ્વારો પર વિવિધ પ્રકારના મણિરત્નોથી બનાવેલ સર્પ આકારે ક્રીડા કરતી પૂતળીઓ બનાવવામાં આવી છે. તેનો માઢ–માડભાગ વજરત્નનો અને માડભાગનું શિખર રૂપાનું છે. અને તેની ઉપરનો ભાગ સોનાનો છે. દ્વારોના જાળીવાળા ઝરૂખા અનેક પ્રકારના મણિરત્નોથી બનેલા છે. છાપરાના વાંસ મણિઓના અને વાંસને બાંધવાની ખપાડો લોહિતાક્ષરત્નની છે. ભૂમિ ચાંદીની છે. પડખાં અને પડખાંની બાજુએ અંક રત્નમય છે. છાપરાની નીચે સીધી અને આડી વળીઓ તથા નળિયાં જાતિરસરત્નમય છે. તેની પાટીઓ રૂપાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને ટાટીએ વજાય છે. ટાટની ઉપર અને નળિયાની નીચેનું ઢાંકણ સફેદ અને ચાંદીનું બનેલ છે. તેનો ઉપરનો ભાગ અંક રત્નને અને ચાંદીને છે. તેનું શિખર અંક રત્નોનું અને ચાદીનું છે અને ઉપરની સ્તુપિ. કાઓનો રંગ તપેલા સોનાની જેવો છે. તે દરવાજા શંખના જેવા સ્વચ્છ, દહીં દૂધ અને ચાંદીના ઢગલા જેવા સફેદ લાગે છે. તે દરવાજાના ઉપરના ભાગમાં અનેક પ્રકારના તિલક-ટીલાં અને રત્નોથી બનેલા અનેક પ્રકારના અર્ધચંદ્રો કોતરેલા છે, વળી અનેક પ્રકારની મણિમાળાઓથી અલંકૃત કરવામાં આવ્યા છે. તે દરવાજા અંદર અને બહાર અત્યંત સ્નિગ્ધ અને સુકોમળ છે, સોનાની જેવી પીળી ભૂકીથી લીપેલાં છે, સુખદ સ્પર્શવાળા અને સુંદર શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. તે દરવાજામાં બને બાજની બેઠકમાં ચંદનના સોળ સોળ કળશોની હારો છે. તે ચંદનકલશો શ્રેષ્ઠ ઉત્તમ કમળે ઉપર રાખવામાં આવ્યા છે, ઉત્તમ સુગંધી જળથી ભરેલાં છે, ચંદનનો લેપ લગાડેલા છે, તેમના કાંઠાઓમાં રાતાં સૂતરના દોરા છે અને તેનું મુખ પોપલનાં ઢાંકણથી ઢંકાયેલું છે. હે આયુષ્યમાન્ શ્રમણ એ બધા જ કળશો સર્વરત્નમય છે. નિર્મળયાવતુ–મોટામાં મોટા ઇન્દ્રકુંભના જેવા વિશેષ રમણીય જણાવેલા છે. વળી તે દરવાજાની બન્ને બાજુની બેઠકોમાં સોળ સોળ નાગદતોની–ખીલાની હારો આવેલી છે, તે બધા નાગદતો ઉપર નાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy