SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૦ ૨૩ ઉપર તાડન કરતા, મુરજ, મૃદંગ અને નંદીમૃદંગોનો આલાપ લેતા, આલિંગ, કુસ્તંબ, ગોમુખી અને માદલ ઉપર ઉત્તાડન કરતા, વીણા, વિપંચી અને વલકીઓને મૂછવતા, સો તારની મોટી વીણા, કાચબી વીણા અને ચિત્ર વીણાને કૂટતા, બદ્ધીસ, સુધષા અને નંદીઘાષાનું સારવા કરતા, ભ્રામરી, પભ્રામરી અને પરિવારની વીણાનું સ્ફોટન કરતા, નૂણ અને તુંબવીણાને છબછબાવતા, આમોટ (ઝાંઝ), કુંભ અને નકુલોનું આમટન કરતા-પરસ્પર અફળાવતા, મુદગ, હડક્કી અને વિચિક્કીઓને છેડતા કરટી, કિંડિમ, કિણિત અને કડવાંને બજાવતા; દર્દક, દર્દારિકા, કુસ્તંબુર, કલશીઓ અને મહુઓ ઉપર અતિશય તાડન કરતા; તલ, તાલ અને કાંસાના તાલો ઉપર થોડું થોડું તાડન કરતાપરસ્પર ઘસતા, રિંગિરિસિકા, લત્તિકા, મકરિકા અને શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી, વેણુ, બાલી, પરિલ્લી તથા બદ્ધકોને ફૂંકતા હતા. આ પ્રમાણે બધા પોતપોતાના વાદ્યો વગાડી રહ્યા હતા. ત્યારબાદ મંગલ દ્રવ્યાકાર નૃત્યવિધિ દેખાડ્યા બાદ બીજા નૃત્યની તૈયારી માટે તે બધાં દેવકુમાર અને દેવકુમારિકાઓ એકત્રિત થયાં, એકત્રિત થયાં ત્યારથી એક દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થઇ ગયાં ત્યાં સુધીનું બધું વન અહીં સમજવું. ત્યારબાદ તે બધા દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીર સમક્ષ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણિ, પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પૂસમાણવક, વર્ધમાનક, મસ્યાંક, મકરાંડક, જાર, ચાર, પુષ્પાવલી, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા, પદ્મલતાની આકૃતિ રચી દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું. (૨) આવી રીતે એક એક વૃન્યવિધિ દેખાડ્યા પછી બીજી શરૂ કરવા દરમિયાન તે દેવકુમારે અને દેવકુમારિકાઓના એકત્રિત થવાથી લઇને દિવ્ય દેવક્રીડા સુધીના સમગ્ર કથનનું પૂર્વવત્ વર્ણન કરવું. ત્યારબાદ તે બધાં દેવકુમારો અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીર સમક્ષ ઈહામૃગ, બળદ, ઘોડો, માનવ, મગર, વિહગપક્ષી, વ્યાલક (સર્પ), કિન્નર, રુરુમૃગ, સરભ (અષ્ટાપદ), ચમર, કુંજર, વનલતા અને પતા-. લતાની આકૃતિઓ અભિનય દ્વારા રચી દિવ્યનૃત્યવિધિનું પ્રદર્શન કર્યું (૩) તે ઉપરાંત તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ શ્રમણ ભગવાન મહાવીર સમક્ષ એકત: ચક્રવાલ (જે નૃત્યમાં એક બાજુ ધનુષાકારની શ્રેણી બનાવવામાં આવે છે), દ્વિધાચક્રવાલ, ચક્રાર્ધચક્રવાલ એમ ચક્રાઈ અને ચક્રવાલનો દિવ્ય અભિનય બતાવ્યું. (૪) પછી ચન્દ્રાવલિ-પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ, વલયાવલિ પ્રવિભક્તિ, હંસાવલિ પ્રવિભક્તિ, એકાવલિ પ્રવિભક્તિ, તારાવલિ પ્રવિભક્તિ, મુક્તાવલિ પ્રવિભક્તિ, કનકાવલિ પ્રવિભક્તિ અને રત્નાવલિ પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું (૫) તે દિવ્ય સંગીત, દિવ્ય વાદન અને દિવ્ય નૃત્ય આવા પ્રકારનું અદ્ભુત, શૃંગારરસથી તરબોળ, મનોહર, ઉદાર, મનોશ હતું કે તે મનમોહક ગીત, મનમોહક નૃત્ય અને મનમોહક વાદ્યસંગીતને સાંભળનાર અને નૃત્યને જોનારના મનમાં સ્પર્ધા ઉત્પન્ન કરતું હતું. દર્શકોના વાહવાહના શબ્દોથી તે નાટ્યશાળા ગુંજી રહી હતી. આ પ્રમાણે તે સર્વ દેવકુમારિકાઓ દિવ્ય દેવક્રીડા (રમત)માં પ્રવૃત્ત થયેલા હતા. ત્યારબાદ તે બધા દેવકુમાર અને દેવકુમારિઓએ શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ વગેરે નિગ્રંથ શ્રમણો સમક્ષ ૧. સ્વસ્તિક, ૨. શ્રીવન્સ, ૩. નંદ્યાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન ૬, કલશ, ૭. મત્સ્યયુગલ અને ૮. દર્પણ, એ આઠ મંગલ દ્રવ્યોના આકાર અને રૂપ દિવ્ય અભિનયો વડે દેખાડડ્યાં. (૧). ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy