SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૩ એક સો આઠ ખરમુખીવાદકો, એક સો આઠ પેય (નગારા) એક સે આઠ પેયવાદકો, એક સો આઠ પિરિપિરિકાઓ અને એક સો આઠ પિરિપિરિકા-વાદકોની વિદુર્વણા કરી. આ પ્રમાણે કુલ મળીને ઓગણપચાસ જાતનાં એક સો ને આઠ આઠ વાજાઓ અને એક સો ને આઠ આઠ તે દરેક વાજાના વગાડનારની વિદુર્વણા કરી પછી તેમણે તે દેવકુમાર અને દેવકુમારિકાઓને બોલાવ્યાં. ત્યારે તે બધા દેવકુમારો અને દેવકુમારિકાએ સૂર્યાભદેવ દ્વારા બોલાવવાને કારણે હર્ષિત થયાયાવતુ-જ્યાં સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા અને આવીને બન્ને હાથ જોડી-થાવતુ-વધાવી સૂર્યાભદેવને આ પ્રમાણે નિવેદન કર્યું હે દેવાનુપ્રિય ! અમારે જે કરવા યોગ્ય કામ છે તેની આજ્ઞા આપો અથવા અમારે જે કામ કરવાનું છે તેની આજ્ઞા આપો.' ત્યારે તે સૂર્યાભદેવે તે બધાં દેવકુમારો અને દેવકુમારિકાઓને આ પ્રમાણે કહ્યું – - “હે દેવાનુપ્રિયા ! તમે બધા શ્રમણ ભગવંત મહાવીર પાસે જાઓ અને તેમની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરો, પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કરે, વંદન-નમન કરી ગૌતમ વગેરે શ્રમણનિગ્રથોને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડો અને દેખાડીને તરતજ મારી આજ્ઞાનું પાલન થયાની જાણ કરો નૃત્યવિધિનું વર્ણન– ત્યારબાદ તે બધાં દેવકુમાર અને દેવકુમારી ઓ તે સૂર્યાભદેવની આ આશા સાંભળી હૃષ્ટ, તુષ્ટ-યાવતુ-પ્રસન્ન થઇ બંને હાથ જોડીયાવ-આશાનો સ્વીકાર કરી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજયા હતા ત્યાં આવ્યા, આવીને તેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, જયાં ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથો હતા તે તરફ આવ્યા. ત્યારબાદ તે બધાં દેવકુમાર અને દેવકુમારિકાઓ એક સાથે જ એક હારમાં ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી સાથે જ તેઓ પોતાનાં મસ્તક ઉંચા કરી ટટ્ટાર ઊભા રહ્યાં, એ જ પ્રમાણે સાથે સાથે જ સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભાં રહ્યાં, ઊભાં રહી ધીમેથી થોડા નમ્યાં અને પછી ફરીથી મસ્તક ઊંચા કરી એક સાથે જ અલગ અલગ ફેલાઇ ગયાં, ફેલ અને એક સાથે પોતપોતાનાં વાદ્યોને લઇ ફરી એક સાથે મળી પોતપોતાના વાદ્યો વગાડવા લાગ્યા, ગાવા લાગ્યા અને નાચવા લાગ્યા. તેમનું તે સંગીત-નૃત્ય કેવું હતું ? તેમનું સંગીત ઉરથી શરૂ થતાં ઉઠાવમાં ધીરુ-મંદ મંદ, મૂધમાં આવતાં તારસ્વરવાળું અને કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું એમ ત્રિસ્થાન-સમુદૂગત ને સંગીત ત્રિસમય-રેચકથી રચિત હોવાથી ત્રિવિધરૂપવાળું હતું. તેવા સંગીતનો મધુરસ્વરથી સમસ્ત પ્રેક્ષકગૃહ ગુંજી રહ્યુ હતું. જે જાતના રાગનું ગીત હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું. ગાનારાઓનાં ઉર, મૂર્ધા અને કંઠ એ ત્રણે સ્થાનો અને એ સ્થાનોનાં કારણે વિશુદ્ધ હતાં. વળી ગુજતી વાંસળી અને વીણાના સર સાથે એકરૂપ, એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું, મુરજ અને કોસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વીણાના લયને બરાબર બંધબેસતું, વીણા વગેરે વાદ્યોની ધૂનને અનુરૂપ, કર્ણપ્રિય, સર્વ પ્રકારે સમ, લલિત, કાનને કોમળ, મનેહર, મૃદુ, રિભિત, પદસંચારી શ્રોતાઓને રતિકર, અંતમાં પણ સુખકારી એવું ને નૃત્યકારોનું શ્રેષ્ઠ નૃત્યસજજ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું. તેની સાથે જ તેમણે શું કર્યું? તે કહે છે કે જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ, રણશિંગુ, શંખલી, ખરમુખી, પેયા, પિરિપિરિકાને વગાડનારા તે દેવે તેમને ફેંકતા; પણવ, પટના વગાડનાર તેના ઉપર આઘાત કરતા, એ જ પ્રમાણ કોઇ ભંભા અને મોટી ડાકો પર ટંકાર મારતા; ભેરી, ઝાલર, દુંદુભીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy