SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તે પછી તેમણે ચન્દ્રોદ્ગમ પ્રવિભક્તિ, સૂક્ષ્મગમ પ્રવિભક્તિ અને ઉદ્ગમનાગમ પ્રવિ ભિક્તિ નામની દિવ્ય નૃત્યવિધિ બતાવી. (૬) ત્યાર પછી તેમણે ચન્દ્રાગમન પ્રભિક્તિ, સૂક્ષ્મગમન પ્રવિભક્તિ, અને આગમનાગમન પ્રવિભક્તિ નામે દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું" (૭) તે પછી તેમણે ચન્દ્રાવરણ પ્રવિભક્તિ, સૂર્યવરણ પ્રવિભક્તિ અને આવરણાવરણ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. (૮) ત્યાર પછી તેમણે ચન્દ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂર્યાસ્તમન પ્રવિભક્તિ એટલે કે ચન્દ્ર અને સૂર્યના અસ્ત થવાના દશ્યની સૂચક દિવ્ય નૃત્ય વિધિ બતાવી. (૯). ત્યાર પછી ચન્દ્રમ`ડલ પ્રવિભક્તિ, સૂર્ય મંડલપ્રવિભક્તિ, નાગમ'ડલ પ્રવિભક્તિ, યક્ષમ`ડલપ્રવિભક્તિ, ભૂતમ’ડલ પ્રવિભક્તિ, રાક્ષસમંડલપ્રવિભક્તિ,મહોરગમંડલ પ્રવિભક્તિ તથા ગ‘ધવ મ`ડલ પ્રવિભક્તિ અને મ`ડલમડલપ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિએ પ્રદર્શિત કરી. (૧૦) ત્યાર પછી તેમણે વૃષભમાંડલ પ્રવિભક્તિ, સિંહમંડલપ્રવિભક્તિ, અશ્વવિલંબિતગતિ, ગજવિલ`બિતગતિ, અશ્વવિલસિત, ગવિલસિત, મત્તઅશ્વવિલસિત, મત્તગવિલસિત, મત્તઅશ્વવિલંબિત, મત્તગજવિલ'બિત અને ૬નવિલંબિત નૃત્યવિધિઓ દેખાડી. (૧૧) ત્યારબાદ સાગરપ્રવિભક્તિ અને નાગરપ્રવિભક્તિ અર્થાત્ સમુદ્ર અને નગર સંબ'ધી નૃત્યવિધિઓના અભિનય કરી બતાવ્યા. (૧૨) ત્યારબાદ ન`દા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ અર્થાત્ નંદા પુષ્કરિણી અને ચંપકવૃક્ષની રચનારૂપ નંદા-ચંપાપ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું. (૧૩) ત્યારબાદ મત્સ્યİડપ્રવિભક્તિ, મકરાંડપ્રવિભક્તિ, ારપ્રવિભક્તિ, માર-પ્રવિભક્તિની સુદર આકૃતિઓથી યુક્ત મન્ત્યાંડ-મકરાંડ-જાર-માર Jain Education International ધ કથાનુયાગ—પા નાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૩ પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિઓના અભિ નય કર્યા. (૧૪) ત્યારબાદ તે દેવકુમારો અને દેવકુમારિકાઆએ ક્રમશ: ‘ક' અક્ષરની રચના કરી ‘ક’કારપ્રવિભક્તિ, ‘ખ’ અક્ષરની રચના કરી ‘ખ’કારપ્રવિભક્તિ, ‘ગ’ અક્ષરની રચના કરી ‘ગ’કારપ્રવિભક્તિ, ‘ઘ’ અક્ષરની રચના કરી ‘'કારપ્રવિભક્તિ, અને ‘ૐ' અક્ષરની રચના કરી *ડ.’કાર પ્રવિભક્તિ, આ પ્રમાણે કકાર, ખકાર, ગકાર, કાર, ડ.કારપ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિઓનુ ં પ્રદર્શન કર્યું. (૧૫) એ જ પ્રમાણે ચકાર વર્ગના ‘ચ’, ‘છ’, ‘જે’, ', ‘ન' અક્ષરોની રચના કરી, ચકારવ પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કયુ . (૧૬) એ જ પ્રમાણે ‘ટ, ઠ, ડ, ઢ, ણ’–ટકારવના અક્ષરોની આકૃતિ બનાવી ટકારવગ પ્રવિભક્તિ નામની નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું. (૧૭) ત્યારબાદ તકારવના અક્ષરો ‘ત, થ, દ, ધ, ન'ની આકૃતિ બનાવી તકારવગ-પ્રવિભક્તિ નામની નૃત્યવિધિનું પ્રદર્શન કર્યુ. (૧૮) ત્યાર પછી ‘પ, ફ, બ, ભ, મ' આ પકારવના અક્ષરાના આકાર બનાવી પકારવ પ્રવિભક્તિ નામની નૃત્યવિધિના અભિનય કર્યા, (૧૯) તે ઉપરાંત અશાક પલ્લવ (અશાકવૃક્ષના પાંદડાં), આમ્રપલ્લવ, જાબુપલ્લવ, કૌશાંબ પલ્લવ જેવી આકૃતિની રચના કરી પલ્લવપ્રવિભક્તિ નામની દિવ્યવિધિનું પ્રદર્શન કર્યું. (૨૦) ત્યારબાદ પદ્મલતાપ્રવિભક્તિ-યાવર્તુશ્યામલના પ્રવિભક્તિ દ્વારા લતાપ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિવિધ દેખાડી. (૨૧) પછી ક્રુત નામની દિવ્ય નૃત્યવિધિનું પ્રદર્શન કર્યું. (૨૨) ફરી વિલંબિત નામની દિવ્ય નૃત્યવિધિનુ પ્રદર્શન કર્યું. (૨૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy