SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–પાર્શ્વનાથ તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૦ એ મણિઓની આવા પ્રકારની સુગંધ હતી–જાણે કે કૂઠની, નગરની, ઇલાયચીની, સુગંધી ચૂઆની, ચંપાની, દમણાની, કુંકુમની, ચંદનની, સુગંધી વાળાની, મરવાની, જાઈની, જૂઈની, મલ્લિકાની, સ્નાન-મલિકાની, કેતકીની, પાટલની, નવમાલિકાનાં ફૂલની, અગરની, લવિંગની, કપૂરની, વાંસકપૂરની પડીઓ અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લી પડેલી ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યોમાંનાં ખાંડવા જેવા દ્રવ્ય ખંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય એ જાતની ઉદાર, આકર્ષક, મનેણ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ ફેલાતી હતી. શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમા જેવા જ ખરેખર સુગંધી હતા ? એ અર્થ સમર્થ નથી, એ તે માત્ર ઉપમાઓ જ છે; તે સુગંધી મણિઓ તો તેના કરતાં ક્યાંય વધારે ઈષ્ટતર મનોશ સુગંધવાળા બતાવવામાં આવ્યા છે. તે મણિએનો રંગ અને ગંધ જે ઉત્તમ હતે તે જ તેમને સ્પર્શ પણ ઉત્તમોત્તમ હતો. જાણે કે મૃગચર્મ જે, રૂ જેવ, માખણ જે, હંસગભ રૂથી ભરેલી તળાઈ પાથરેલી હોય તેવ, શિરીષ પુષ્પોના ઢગલા જેવો, કોમળ કમળનાં પાંદડાં વેરેલાં હોય એવો તે મણિઓને કમળકમળતર સ્પર્શ હતો. શું તે મણિને આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર તે કોમળ હતા ? એ અર્થ સમર્થ નથી. તે મણિઓ તો તે આપેલી ઉપમાઓ કરતાં પણ વધારે ઇષ્ટતર પ્રિય-યાવતુ-કમળ સ્પર્શવાળા બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ તે આભિયોગિક દેવોએ પૂર્વવણિત દિવ્ય પાન–વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડપની રચના કરી. તે પ્રેક્ષાગૃહમંડપ અનેક સેંકડો તંભ પર ઊભો કરવામાં આવ્યો હતો. તે ઊંચી અને સુઘડતાવાળી વેદિકાઓ, તોરણો અને સુંદર પુતળીઓથી સુશોભિત બનાવવામાં આવ્યો હતો. તે સુંદર, વિશિષ્ટ, રમણીય આકારવાળા, પ્રશસ્ત અને વિમળ વૈર્યરત્નો જડેલાં સ્તંભેથી સુશોભિત હતો અને તેને ભૂમિભાગ વિવિધ પ્રકારના ખીચોખીચ ભરેલા ચળકતા મણિઓથી બનાવવામાં આવ્યો હતો જે જુદા જુદા પ્રકારના અને અત્યંત સુંદર હતા. તેમાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સપ, કિન્નર, કસ્તૂરીમૃગ, અષ્ટાપદ, ચામરગાય, હાથી, વનલતા, પદ્મલતા, વગેરેનાં ચિત્રો કોય વા ચીતર્યા હતાં. સ્થંભનો ઉપરનો ભાગ વજ ૨ત્નોથી બનેલી વેદિકાને લીધે સુંદર દેખાતે હતો, જાણે કે યંત્રસંચાલિત વિદ્યાધર યુગલેથી સુશોભિત હોય, સૂર્યની જેમ હજાર કિરણોથી દેદીપ્યમાન અતિ દર્શનીય, નેત્રોને આકૃષ્ટ કરનાર, પ્રસન્નતાવર્ધક, સુખદ સ્પર્શવાળો અને શોભાયમાન હતો. તેની ઉપર સુવર્ણમય અને રત્નમય સ્તૂપો ઊભા કરવામાં આવ્યા હતા. તેના શિખરનો ઉપરનો ભાગ નાના પ્રકારની ઘંટડી અને પંચરંગી પતાકાઓથી શેભતો હતો. એ મંડપ એટલે ચકચકતો હતો કે જોનારને તે જાણે ચાલતો હોય તેવે ચપલ જણાતો. તેમાંથી કિરણોની ધારા છૂટતી હોય એમ લાગતું. તેનું આંગણુ અને દિવાલો છાણ અને સફેદ માટીથી લીધેલા હતા. મંડપની બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યના થાપા મારેલા હતા, અને ચંદનના કલશો ગોઠવેલ હતા, બધા બારણા ચંદનના કળશોથી શોભાયમાન અને તોરણોથી સુશોભિત કરેલા હતા, દીવાલો પર ઉપરથી નીચે સુધી લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલો હતી, જ્યાં ત્યાં સરસ સુગંધી પંચરંગી પુષ્પના ઢગલા કરવામાં આવ્યા હતા, ઉત્તમ કાલાગુરુ, કુન્દરુક, તુરુષ્ક જેવા મનમોહક ધૂપની સુગંધથી મંડપ મધમધી રહ્યો હતો, જાણે કે ઉત્તમ સુગંધથી ગંધવસ્તિકા (અગરબત્તી) જેવી પ્રતીતિ થઈ રહી હતી. મંડપમાં ચારે તરફ દિવ્ય વાજિંત્રોના સૂર ગુંજી રહ્યા હતા અને તે અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત હતો. તે સ્વચ્છ ાવતુ-અતિ મનહર હતે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy