________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક: સૂત્ર ૨૦
૧૭
મુદ આસન પાથરેલું હતું, તેના પર રાતી રમણીય ચાદ૨ બીછાવેલી હતી. તે સિંહાસન અત્યંત રમ્ય, પ્રાસાદિક-યાવતુ-પ્રતિરૂપ હતું.
તે સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, અર્જરત્ન, કુન્દપુષ્ય, ઝાકળબિંદુ, મંથન કરેલ સાગરના ફીણના ઢગલા જેવા, સર્વરત્નમય, સ્વચ્છ, સુંવાળા, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એવા વિજય દૂષ્યની વિકુર્વણા
કરી.
તે પ્રેક્ષાગૃહ મંડપની અંદર સમતલ અને અત્યંત સુંદર એવા ભૂમિભાગની વિદુર્વણા કરી-ચાવતુ-મણિના સ્પર્શ સુધીનું તે ભૂમિભાગનું સમસ્ત વર્ણન પૂર્વવત્ અહીં સમજી લેવું.
તે સમતલ એવા રમણીય પ્રેક્ષાગૃહ મંડપના ઉપરના ભાગમાં પદ્મલતા વગેરેનાં ભીંતચિત્રો ભરેલો સુંદર-થાવત્ અસાધારણ સુંદર ચંદર બાંધેલ હતો.
તે પ્રેક્ષાગૃહ મંડપના અત્યન્ત સુંદર ભૂમિભાગના મધ્ય ભાગમાં વજરત્નથી બનેલા એક વિશાળ અક્ષપાટ(અખાડા)ની રચના કરવામાં આવી હતી.
તે અખાડાના મધ્યભાગમાં આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી
એક મોટી સ્વચ્છ સુંવાળી મણિપીઠિકાની વિદુર્વણા કરવામાં આવી જે સ્વછચાવતુદેખવા યોગ્ય હતી.
તે મણિપીઠિકા ઉપર એક વિશાળ સિંહાસન સ્થાપિત કર્યું, તે સિંહાસન આવા પ્રકારનું હતું
તે સિંહાસનના ચારે પાયાના નીચેના ગોળ ભાગ તપનીય-સુવર્ણના, સિંહાકૃતિવાળા હાથા રત્નોના, પાયા સેનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિના, વચ્ચેના ભાગે જાંબૂનદની, તેના સાંધાઓ વારત્નોથી ભરેલા અને તેની મધ્યભાગમાં વણવામાં આવેલું વાણ અનેક પ્રકારના મણિઓથી બનાવવામાં આવ્યું હતું, ને સિંહાસન પર ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કુંજર (હાથી), વનલતા, પદ્મલતા વગેરેની આકૃતિઓ બનાવવામાં આવી હતી. સિંહાસન આગળનું પાદપીઠ સર્વશ્રેષ્ઠ મૂલ્યવાન મણિઓ અને રત્નોનું બનાવવામાં આવ્યું હતું. તે પાદપીઠ પર નવા લૂણ, કુશની કુંપળો, અને કેશરના તંતુઓ જેવા અત્યંત સુકોમળ સ્પર્શવાળા સુંદર ઓશીકાં મૂકવામાં આવ્યાં હતાં, બેસવાના સ્થાને મૃગચર્મ, રૂ, નવનીતના સ્પર્શ જેવું
તે સિંહાસનના ઉપરના ભાગમાં લગાડેલ વિજયદુષ્યની બરોબર વચ્ચોવચ્ચ એક મોટા વજારનમય અંકુશની રચના કરવામાં આવી.
તે વજનમય અંકુશમાં કુંભ જેવડું અને તેવા આકારવાળું એક મોટું મુક્તાદામ- મોતીનું ઝૂમર) લટકાવવામાં આવ્યું. તે કુંભ પ્રમાણવાળા મુક્તાદામની ચારે બાજુ અધધડા જેવડાં બીજા ચાર મોતીદામ પરોવવામાં આવ્યાં હતાં. તે બધા મુક્તાદામ સેનાના લંબૂસગે (લટકણિયા) અને સુવર્ણપત્રો (સોનાની પાંદડીઓ)થી શોભતાં હતાં, અનેકવિધ મણિ, જાતજાતના હા, અધહારોને સમુદાયથી શોભતા હતા, પરસ્પરમાં સહેજ માત્ર સ્પર્શ થાય તેમ લટકી રહ્યા હતા. તેથી જ્યારે પૂર્વ, પશ્ચિમને, દક્ષિણને કે ઉત્તરને વાયુ ચાલતે ત્યારે તે મંદ મંદ હલતાં, એક બીજાની સાથે ટકરાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે છે અને મનને શાંતિ પમાડે તે મનોજ, મનોહર રુમઝુમ રુમઝુમ શબ્દધ્વનિ નીકળતો તે સમસ્ત પ્રદેશને વ્યાપ્ત કરને. આવા મુક્તાદામો શ્રી-શોભાથી ઘણાજ શોભાયમાન લાગતા હતા.
ત્યારબાદ તે આભિગિક દેવેએ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઇશાન ખૂણામાં સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવોને બેસવા માટે ચાર હજાર ભદ્રાસનની વિદુર્વણા કરી.
તે સિંહાસનની પૂર્વ દિશામાં ને સૂર્યાભદેવની ચાર પટ્ટરાણીઓ અને તેના પરિવારને બેસવા માટે ચાર હજાર ભદ્રાસનની રચના કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org