________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૦
૧૫
તે મણિમાં જે નીલવર્ણ મણિ હતા તેનું વર્ણન આ પ્રમાણે હતું-ભૃગ જેવા, ભંગની પાંખ જેવા, પોપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી જેવા, ચાલના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગોળી જેવા, નીલદુર્વા જેવા, ઉચંતક-દડતરાગ જેવા, વનરાઈ જેવા, બળદેવે પહેરેલાં લીલાં કપડાં જેવા, મોરની ડેક જેવા, અળસીફૂલ જેવા, બાણનાં ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, નીલા કમળ જેવા, નીલા અશોક જેવા, નીલા બંધુજીવ (બપોરીયાનાં ફલ) જેવા, અને નીલી કણેર જેવા નીલા હતા. શું તે મણિઓ, એ આપેલી ઉપમા જેવા જ ખરેખર નીલા હતા ? એ અર્થ સમર્થ નથી અર્થાત એ નીલમણિઓ તો તે ઉપમાઓ કરતાં કયાય વધારે ઇષ્ટતર-વાવ-વર્ણવાળા હતા.
એ મણિમાં જે રાસારંગના મણિ હતા તેનું વર્ણન આ પ્રમાણે છે–ઘેટાનાં લેહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહનાં લોહી જેવા, પાડાનાં લોહી જેવા, નાના ઈદ્રગોપ જેવા, ઊગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણોઠીના અડધા-લાલ ભાગ જેવા, જાસુદના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેવા, ઊંચા હિંગળક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લોહિતક્ષ મણિ જેવા, લાખના રસ જેવા, કમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, લાલ અશોક ફૂલ જેવા, રાતી કણેર જેવા અને લાલ બંધુજીવ (બપોરીયા) ફૂલ જેવા હતા. શું તે આપેલી ઉપમાઓ જેવાં જ ખરેખર તે રાતા મણિએ રાતા હતા ? એ અર્થ સમર્થ નથી અર્થાત તે રાતા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈષ્ટતર-વાવ-વર્ણવાળા હતા.
એ મણિઓમાં પીળા રંગના મણિ હતા તેનું વર્ણન આ પ્રમાણે છે- જાણે કે સોનચંપા જેવા, ચંપાની છાલ જેવા, ચંપાની અંદરના
ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાલ જેવા, હરતાલની અંદરના ભાગ જેવા, હરતાલની ગોળી જેવા, ચિકુર જેવા, ચિકુરના રંગ જેવા, ઉત્તમ સોના જેવા, ઉત્તમ સોનાની કસોટીરેખા જેવા, સોનેરી ઘાસ જેવા], વાસુદેવે પહેરેલાં પીળાં કપડાં જેવા, અલ્લકીનાં ફૂલ જેવા, ચંપાના ફૂલ જેવાં, કેબના ફૂલ જેવા, આવળના ફૂલ જેવા, ધીંડીના ફૂલ જેવા, સોનેરી જૂઈનાં ફૂલ જેવા, સુહિરણ્યનાં ફૂલ જેવા, કરંટક ફૂલની 'ઉત્તમ માળા જેવા, બીયાના કૂલ જેવા, પીળા
અશોક જેવા, પીળી કણેર જેવા અને પીળા બંધુજીવ (બપોરીયા) જેવા પીળા હતા. આ અર્થ તે પીળા મણિએનું વર્ણન કરવા સમર્થ નથી, કારણકે તે પીળા મણિ આ બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઇષ્ટતર-વાવ-વર્ણવાળા હતા.
એ મણિમાં જે શ્વેતવર્ણના મણિ હતા તેમનું વર્ણન આ પ્રમાણે હતું-તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કમળ ઉપરના પાણીના મોતીબિંદુ જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણી જેવા, ક્રૌંચોની શ્રેણી જેવા, મોતીના હારની શ્રેણી જેવા, બગલાની શ્રેણી જેવા, ચંદ્રોની શ્રેણી જેવા, શરદ ઋતુના મેધ જેવા, શુદ્ધ ચાંદીની પાટ જેવા, ચોખાના લોટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢમલા જેવા, વાલની સૂકી શિંગ જેવા, મારપીંછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, ધોળી કણેર જેવા અથવા ધોળા બંધુજીવ (બપોરીયા) જેવા ઊજળા હતા. શું તે સફેદ મણિ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઊજળા હતા ? એ અર્થ સમર્થ નથી અર્થાત્ એ માત્ર ઉપમાઓ છે, તે શ્વેત મણિ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઇષ્ટતર -યાવતુ-શ્વેત વર્ણવાળા હતા.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org