________________
ધર્મ કથાનુયોગ-પાર્શ્વનાથ–તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૦
મણિઓમાંથી બનાવ્યા અને અવલંબનબાહુઓને-ટેકાના હાથાઓ પણ મણિઓથી રચ્યા હતા જે પ્રસન્નકર-ચાવ–સુંદર હતા.
તે ત્રણે સુંદર સોપાનોની આગળ સુંદર તોરણો બાંધ્યાં હતાં. .
તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે:-તે તોરણ અનેક પ્રકારના મણિઓથી બનાવ્યાં હતાં. તે વિવિધ પ્રકારના મણિમય થંભો ઉપર ગોઠવેલાં હોવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મોતીથી અનેક પ્રકારની ભાતના વેલબૂટ ભરેલા હતા, વિવિધ પ્રકારના તારાના આકારથી તે ખચિત હતા,-યાવતુ-જોનારની આંખને સુખ ઉપજાવે તેવાં પ્રાસાદિક હતાં.
તે તોરણોની ઉપર અષ્ટ મંગલ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. તેમનાં નામ આ પ્રમાણે છે:-૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નંદાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬. કલશ, ૭. મસ્ય અને ૮. દર્પણ–જે સ્વચ્છ–ાવતુ–સુંદર હતાં.
તે તોરણોની ઉપર ઘણાં શ્યામ ચામર–ચાવતુસફેદ ચામર વગેરે અને રંગ-બેરંગી ધ્વજાએ લટકાવી હતી જે સ્વચ્છ–યાવતુ-સુંદર હતી.
તે તારણ ઉપર છત્રાતિછત્રો છત્ર ઉપર છત્ર હોય તેવા અનેક છત્રો, એ પ્રમાણે અનેક ઘંટડીઓ, પતાકાઓ, સર્વ રત્નમય ઉત્પલ, કુમુદ, નલિન, સુંદર સુગંધી પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્રપત્રના ઝુમખાં લટકાવ્યાં હતાં જેસર્વરત્નમય, સ્વચ્છ-વાવ-સુંદર હતાં.
ત્યારબાદ (સોપાન વગેરેની બહારની રચના કર્યા બાદ) તે આભિયોગિક દેવેએ તે દિવ્યયાનવિમાનની અંદરના ભૂમિભાગની સુંદરમાં સુંદર રચના કરી, તે દિવ્યયાન વિમાનને અંદરને ભૂમિભાગ સર્વ પ્રકારે એવી રીતે સમ બનાવવામાં આવ્યો હતો કે જાણે તે આલિંગ વાદ્યવિશેષનો ઉપરનો ભાગ હોય, અથવા મૃદંગનો ઉપરનો ભાગ હોય, અથવા સરોવરનો ઉપર તળનો ભાગ હોય, અથવા ચંદ્રના મંડળને ભાગ હોય, અથવા સૂર્યના મંડળને ભાગ હોય, અથવા દર્પણનો ઉપરનો ભાગ
હોય અથવા સર્વ બાજુઓથી શંકુ આકારના લાકડાના ખીલાઓ ભરાવી ખેંચી ખેંચીને સમ બનાવવામાં આવેલ ઘેટાન, બળદના, કેવરાહના કે સિંહના, કે વાઘના, કે હરણના, કે બકરાના, અથવા દીપડાના ચામડાનો ઉપરનો ભાગ હોયઆ રીતે વિમાનનો અંદરનો ભૂમિભાગ સમ બનાવવામાં આવ્યો હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા એવા અનેક મણિઓ જડેલા હતા. તેમાંના કેટલાક આવતું. વાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રોણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષમાણવ જેવા, વદ્ધમાનક-રાવસંપુટ જેવા, માછલાના ઇડાં જેવા અને મગરનાં ઈંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, કમળવેલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્રો કરેલાં હોય એમ દેખાતું હતું. આ રીતે તે ભૂમિભાગમાં જડેલા તે પંચરંગી મણિઓ ભારે ઝગમગાટવાળા, ઉક્ટ પ્રભાવાળા અને તેજના અંબારથી શોભી રહ્યા હતા.
તેમાં જે કાળા રંગના મણિ હતા તે મેઘ જેવા, આંજણ જેવા, ખંજન પક્ષી જેવા, કાજળ જેવા, પાડાના શિંગડા જેવા, પાડાના શિંગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારભાગ જેવા, જાંબુડાં જેવા, કાગડાનાં નાનાં બચ્ચાં જેવા, કોયલ જેવા, હાથી જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદઋતુના વાદળ જેવા, કાળા અશોકવૃક્ષ જેવા, કાળી કણેર જેવા અથવા બંધુજીવ-અપરીયાનાં ફૂલ જેવા લાગતા હતા. આ પ્રમાણે તે કાળા મણિઓને રંગ હતે. શું તે કાળા મણિ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા? હે આયુષ્માન્ શ્રમણ ! એ અર્થ સમર્થ નથી અર્થાત એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કાળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોશ કાળા વર્ણવાળા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org