________________
ધ કથાનુયોગ—પાર્શ્વનાથ—તીર્થમાં પ્રદેશી કથાનક ઃ સૂત્ર ૨૦
હૃદયવાળા થયા અને તેમાંથી કેટલાંક દેવ-દેવીએ વદનના ભાવથી, કેટલાંક નમન કરવાની ભાવનાથી, કેટલાંક સત્કાર, સન્માન કરવાના વિચારથી, કેટલાંક માત્ર કુતૂહલવૃત્તિથી, કેટલાંક આજ સુધી ન સાંભળ્યુ... હોય તેવુ' નવું સાંભભળવાની ભાવનાથી, કેટલાંક પહેલા સાંભળેલ અર્થાને, હેતુઓને, પ્રશ્નાને, કારણાને અને વિવચનાને જાણવાના હેતુથી, વળી કેટલાંક માત્ર સૂર્યાભદેવની આશા સ્વીકારીને, કેટલાંક પહેલાં ન સાંભળ્યા હોય તેમને સાંભળવાની ભાવનાથી, કેટલાંકે જે સાંભળ્યું હતું તે વિશે શંકાનુ સમાધાન કરી નિ:શંક થવાની ભાવનાથી, વળી કેટલાંક પરસ્પર એકબીજાનું અનુકરણ કરીને, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને કેટલાંક ભગવાન પાસે જવાના પાતાના ધર્મ-ક વ્ય છે એ વિચારથી અને કેટલાંક આ અમારો પર‘પરાગત વ્યવહાર છે એમ સમજીને પાત પાતાની સવ ઋદ્ધિ–વૈભવ સહિત–યાવત્–વિલંબ કર્યા વિના, સમયસર સૂર્યાભદેવની ઉપસ્થિત થયા.
સમક્ષ
સૂર્યાભદેવના આદેશથી આભિયાગિક દેવકૃત દિવ્યયાન—વિમાનનું નિર્માણ અને દિવ્યયાન— વિમાનનું વન—
૨૦. ત્યારબાદ તે સૂર્યાભદેવે કરેલા સૂચન અનુસાર વિલંબ કર્યા વિના સમયસર હાજર થએલાં તે દેવા અને દેવીઓને જોઈને તે સૂર્યાભદેવ હુષ્ટ, તુષ્ટયાવત્–આનંદિત હૃદયવાળા થયા અને આભિયાગિક દેવાને બાલાવ્યા, અને બાલાવીને આ પ્રમાણે કહ્યું–
“હે દેવાનુપ્રિયા ! એક લાખ યેાજનના વિસ્તારવાળું એક મોટું યાન વિમાન તમે જલદી તૈયાર કરો. એ માટા વિસ્તારવાળા યાનમાં સેકડા સ્તંભા રચા, તેમાં જાત જાતના હાવભાવવાળી વિલાસ કરતી કાષ્ઠપૂતળીઓ ગાઠા, અને તેમાં જ્યાં શાભે એ રીતે વરુ, વૃષભ, ધાડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ કે વાઘ, કિન્નર, શરભ, ચમરી ગાય, હાથી, વનવેલા અને કમળવેલા એ બધું ચિતરાવા, સ્થંભમાં વજ્રની
Jain Education International
૧૩
વૈદિકા બનાવેા, વિદ્યાધર અને વિદ્યાધરીનુ જોડલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રો તે વિમાનમાં ગાઠવા, પાતાનાં હજારો કિરણાથી સૂર્યની પેઠે ઝગારા મારે એવુ' હજારો રૂપકોથી યુક્ત એવુ તે વિમાન રચાવા, અને જોનારની આંખને શીતળ કરે એવું, અડકના૨ના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું, સુખદ સ્પવાળું, સશ્રીક, રૂપસ`પન્ત,ટાંગેલી અનેક ચંચળ ઘંટડીઓના મધુર રણકારવાળુ, શુભ, કાંન, દર્શનીય, પ્રમાણસર અર્થાત્ નિપુણતાથી બનાવેલુ, ચારે તરફ ઝગમગતા મણિ-રત્નાની માળાએ લટકાવેલુ, દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિવાળું–એવું એ યાન વિમાન શીઘ્ર તૈયાર કરી મારી આજ્ઞાનું પાલન કર્યાની જાણ કરો.’
ત્યારબાદ તે આભિયાગિક દેવાએ સૂર્યંભદેવની આ આશા સાંભળીને હૃષ્ટ, સંતુષ્ટ-પાવત્ -આન'દિત થઈ બંને હાથ જોડી—યાવતુ– આશાના સ્વીકાર કર્યાં, સ્વીકાર કરીને તેઓ ઉત્તરપૂર્વ દિશા અર્થાત્ ઇશાન ખૂણા તરફ ગયા, ત્યાં જઇને તેમણે વૈક્રિયસમુદ્ધાત કરીને સંધ્યેય યાજન લાંબા દંડ કાઢો-યાવત્–જાડાં પુદ્ગલાને હટાવી સૂક્ષ્મ પુદ્ગલાને ગ્રહણ કર્યાં, ગ્રહણ કરીને ફરીથી વૈક્રિયસમુદ્ધાત કરીને તે સેંકડો સ્થ‘ભાથી પરિપૂર્ણ –યાવત્—દિવ્ય એવું તે વિમાન બનાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા.
તે પછી તે આભિયાગિક દેવાએ દિવ્ય યાન વિમાનની ત્રણે બાજુએ ત્રણ મોટાં સુંદર સાપાન ગાઠવ્યાં; આ રીતે–એક સાપાન પૂર્વમાં, એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં, તે સુંદર સોપાનાનું વર્ણન આ પ્રમાણે છે : તે સોપાનાની ભોંય વજ્રમય બનાવી, તેનાં પ્રતિષ્ઠાનાપગથિયાંઓ રિષ્ઠરત્નાનાં બનાવ્યાં હતાં, તેનાં સ્ત ંભા વૈડૂ રત્નાનાં રચવામાં આવ્યાં હતાં, સોપાનામાં પાટિયાં સોનારૂપામય બનાવ્યાં હતાં, કઠેડામાં આવેલા સળિયાએ લેાહિતાક્ષરત્નામાંથી બનાવ્યા હતા, સાંધાના ભાગા વજ્રથી જડયા હતા, અવલંબના(ટેકાઓ)ને અનેક પ્રકારના
For Private Personal Use Only
www.jainelibrary.org