SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તી માં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૪૩ ફરતા ફરતા, ગામેગામ સુખપૂર્વક વિહાર કરતા હાલ સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. આથી આપણા માટે આ કલ્યાણકર અવસર છે કે સ્થવિર ભગવંતની અનુજ્ઞા લઈને તીથંકર ભગવંત અરિષ્ટનેમિની વંદના માટે જઈએ.' આમ એકબીજા સાથે વાત કરી, પરસ્પર સંમત થઈ જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવ‘તને વંદનનમકાર કર્યાં, વંદન-નમન કરીને આ પ્રમાણે નિવેદન કર્યું— * ‘હે ભગવન્ ! આપ આશા કરો તે। અમે અહંન્ત અરિષ્ટનેમિ ભગવતની વંદના અર્થે જવા ઇચ્છીએ છીએ.' [સ્થવિર ભગવતે કહ્યું−] ‘હે દેવાનુપ્રિયા ! સુખેથી તેમ કરો.’ ત્યાર પછી યુધિષ્ઠિર પ્રમુખ તે પાંચે અણગાએ સ્થવિરની આશા મળતાં જ સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યાં, વંદન-નમસ્કાર કરીને સ્થવિર ભગવંત પાસેથી નીકળ્યા, નીકળીને નિરંતર માસક્ષમણની તપશ્ચર્યાપૂર્વક આત્માને ભાવિત કરતા કરતા, એક ગામથી બીજા ગામ જતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા તેઓ જ્યાં હસ્તીકલ્પ નગર હતું ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને હસ્તીકલ્પનગરની બહાર આવેલા સહસ્રામ્રવન નામે ઉદ્યાનમાં, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ત્યારે યુધિષ્ઠિર સિવાયના બાકી ચા૨ે અણુગારો માસક્ષમણના પારણાના દિવસે પ્રથમ પારીસીમાં સ્વાધ્યાય કરે છે, બીજી પારીસીમાં ધ્યાન,—એ પ્રમાણે શેષ વષઁન ગૌતમ સ્વામીના પ્રસંગના વન મુજબ-માત્ર એટલુ' વિશેષ કે તેઓ યુધિષ્ઠિર અણગારને પૂછે છે—માવત્ ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં તેઓ અનેક વ્યક્તિઓને આમ બાલતાં સાંભળે છે કે હું દેવાનુપ્રિય ! અર્હત્ અરિષ્ટનેમિ ભગવંત ઉજયંત શૈલ(અર્થાત્ ગિરનાર પર્વત)ના Jain Education International ૪૩ શિખર પર એક માસના નિર્જળ ઉપવાસ કરીને પાંચા છત્રીસ અણગારો સહિત કાળધર્મ પામ્યા છે—યાવત્ સર્વ દુ:ખાના ક્ષય કરી મુક્ત થયા છે.’ પાંડવાનુ. નિર્વાણ ૧૪૪. ત્યારે યુધિષ્ઠિર સિવાયના તે ચારે અણગાર અનેક વ્યક્તિઓ પાસેથી આ સમાચાર સાંભળીને અને હૃદયમાં ધારીને હસ્તીકલ્પ નગરમાંથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને ભાજનપાનની પ્રત્યુપેક્ષણા કરી, પ્રત્યુપેક્ષણા કરીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી એષણા–અનેષણાની આાચના કરી, આલેાચના કરી ભેાજનપાન [યુધિષ્ઠિર અનગારને] દેખાડયાં, દેખાડીને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! અહન્ત ભગવંત અરિષ્ટનેમિ ઉજયંતગિરિના શિખર પર, એક માસના નિર્જળ ઉપવાસ કરીને, પાંચસ છત્રીસ અણગારો સાથે કાળધમ પામ્યા છે. આથી હું દેવાનુપ્રિય ! આપણે માટે એ શ્રેયસ્કર છે કે આ સમાચાર જાણ્યા પૂર્વ ભિક્ષામાં પ્રાપ્ત કરેલ આહારપાણીને પરઠવી દઈને ધીરે ધીરે શત્રુંજય પર્યંત પર ચઢીને, સલેખનાપૂર્વક ઝોષણા(કમ'નિર્જરા)નુ સેવન કરીને અને કાલમરણની આકાંક્ષા ન રાખીને વિચરણ કરીએ.’ આ પ્રમાણે એકબીજા સાથે સંમત થઈ તેમણે પૂર્વગૃહીત આહારપાણીને એકાંતમાં પરઠવી દીધા, પરઠવીને પછી જ્યાં શત્રુંજય પર્યંત હતા ત્યાં ગયા, ત્યાં જઈને ધીરે ધીરે શત્રુંજય પર્વત પર ચઢયા, ચઢીને સ’લેખનાપૂર્વક ઝોષણાનું સેવન કરીને મરણની આકાંક્ષા ન રાખતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી યુધિષ્ઠિર પ્રમુખ તે પાંચે અણગારો સામાયિકથી લઈને ચૌદ પૂર્વના અભ્યાસ કર્યા પછી અનેક વર્ષના શ્રામણ્યપર્યાય પાળીને, બે માસની સ’લેખના વડે આત્માની ઝોષણા કરીને, જે હેતુથી નગ્નભાવ—નિગ્રન્થપણું— For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy