________________
૪૦
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૪૩
ગયા. ધર્મશ્રવણ કરી, સમજી તેમણે આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! [અમે આપે પ્રતિબંધેલા ધર્મમાં પ્રવૃજિત થવા ઇચ્છીએ છીએ, પરંતુ દ્રૌપદી દેવીને પૂછી લઈએ અને પાંડુસેન કુમારનો રાજ્યાભિષેક કરીએ પછી આપ દેવાનુંપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસ છોડી અનગારદક્ષા લઈશું.'
સ્થિવિર ભગવંતે કહ્યું–] “હે દેવાનુપ્રિયા ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો.”
ત્યાર પછી તે પાંચ પાંડવો જ્યાં પોતાનું નિવાસસ્થાને હતું ત્યાં ગયા, જઈને દ્રૌપદી દેવીને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયે! અમે સ્થવિર ભગવંત પાસે ધર્મશ્રવણ કર્યું છે વાવતું પ્રવજયા લેવા માગીએ છીએ. હે દેવાનુપ્રિયે ! તું શું કરવા માગે છે ?”
ત્યારે તે દ્રૌપદીએ પાંચે પાંડવોને આ પ્રમણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! જો તમે સંસાર-ભયથી ઉદ્વેગ પામીને વાવત્ દક્ષા ગ્રહણ કરવાં ઇચ્છો છો તો મારા માટે બીજો કયો આધાર કે આનંબન કે સ્નેહસ્થાન રહેશે ? હું પણ સંસારભયથી ઉદ્વિગ્ન છું અને આપ દેવાનુપ્રિયાની
સાથે જ પ્રવ્રજયા ગ્રહણ કરીશ.' ૧૪૧. ત્યાર પછી તે પાંચ પાંડવોએ કૌટુંબિક પુરુષોને
બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિ ! તરત જ પાંડુસેન કુમારના રાજ્યાભિષેક માટે મહામૂલ્ય, મહાર્થ, વિપુલ શ્રેષ્ઠ સામગ્રી સજજ કરે.”
આ રીતે પાંડુસેનને રાજ્યાભિષેક થયો યાવત્ તે રાજા બની રાજ્યનું પાલન કરવા લાગ્યો.
ત્યાર પછી એક દિવસ તે પાંચ પાંડવો અને દ્રૌપદી દેવીએ પાંડુસેન રાજાની અનુમતિ માગી.
ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુષને બેલાવ્યા, બોલાવીને તેમને આમ કહ્યું
હે દેવાનુપ્રિયે! તમે જઈને તરત જ નિષ્ફમણાભિષેકની તૈયારી કરો યાવત્ હજાર પુરુષો દ્વારા વહન કરાતી શિબિકાઓ ઉપસ્થિત કરો.”
યાવએ પ્રમાણે નિષ્ક્રમણાભિષેકની તૈયારી થઈ
અને પછી પાંચે પાંડવો તથા દ્રૌપદી દેવી] શિબિકાઓમાં સવાર થયાં, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યાં, આવીને સ્થવિર ભગવંતોની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભદંત ! આ સંસાર સળગી રહ્યો છે,...' યાવન પાંચે પાંડવો શ્રમણ બન્યા, ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું, પછી અનેક વર્ષ સુધી ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશભક્ત, અર્ધમાસ અને માસક્ષમણ તપકમ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
ત્યારે તે દ્રૌપદી દેવી પણ શિબિકામાંથી ઊતરી યાવત્ પ્રજિત થઈ. તેને સુવ્રતા આર્યાને શિષ્યા રૂપે ગુરુએ સોંપી. તેણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, અનેક વર્ષ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશમ, અર્ધમાસ અને માસક્ષમણ તપ વડે આત્માને ભાવિત કરતી તે વિચારવા લાગી
ત્યાર બાદ કોઈ એક વાર તે સ્થવિર ભગવંત પાંડુમથુરા નગરીના સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા.
અરિષ્ટનેમિનું નિર્વાણ – ૧૪૨. તે કાળે સમયે અહંત અરિષ્ટનેમિ જયાં
સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) જનપદ હતું ત્યાં પધાર્યા, ત્યાં આવીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા સુરાષ્ટ્ર જનપદમાં વિચારવા લાગ્યા.
તે વખતે અનેક લોકો પરસ્પરને આ પ્રમાણે કહેવા લાગ્યા, જાણ કરવા લાગ્યા, સમાચાર આપવા લાગ્યા કે “હે દેવાનુપ્રિય! અહંતુ
અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને
તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે.” ૧૪૩. ત્યારે યુધિષ્ઠિર આદિ તે પાંચે અણગારોએ
અનેક વ્યક્તિઓ પાસેથી આ સમાચાર જાણ્યા એટલે એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિય વાત એમ છે કે અહંન્ત ભગવંત અરિષ્ટનેમિ પરિપાટિપૂર્વક-ક્રમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org