________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
વિન્દેહ રાજ્યમાં બે નમિ થયા અને તે બન્ને પેાતાના રાજ્યને પરિત્યાગ કરી શ્રમણ બન્યા. એક તીર્થંકર બન્યા અને એક પ્રત્યેકબુદ્ધ થયા. ૧ સુદર્શનપુરમાં મણિરથનુ રાજ્ય હતું. યુગબાહુ એને નાના ભાઈ હતા. મદનરેખા યુગબાહુની પત્ની હતી. મણિરથે માયાથી યુગબાહુને મારી નાખ્યા. એ સમયે મદનરેખા ગર્ભવતી હતી. શીલરક્ષા માટે તે વનમાં ચાલી ગઈ. એણે વનનાં એક પુત્રને જન્મ આપ્યા, એ પુત્રને રાજા પદ્મરથ મિથિલા લઈ ગયા અને એનું નામ ‘નિમ' રાખવામાં આવ્યુ. તે મિથિલાનેા રાજા બન્યા. એક વાર તે દાહવરની બિમારીના ભોગ બન્યા. છ માસ સુધી દાહવરની ઉપશાંતિ માટે વિવિધ પ્રકારના ઉપચાર કરવામાં આવ્યા. સ્વયં રાણી ચંદન ધસતો અને નિમના શરીર પર લેપ કરતી, એમણે હાથમાં પહેરેલાં કૉંગનાના ધ્વનિથી નિમનુ માથું ચડયું એટલે રાણીઓએ સૌભાગ્યચિહ્નસ્વરૂપ એકએક
ક્રૂગન હાથ પર રાખીને બાકીનાં બધાં કંગન ઉતારી નાખ્યાં.
નમિ વિચારવા લાગ્યા જ્યાં બે છે ત્યાં દ્રન્દ્ર છે, દુઃખ છે. એકલાપણામાં સુખ છે. વિરક્તભાવ આગળ વધ્યા. તે પ્રવ્રુજિત બન્યા. નમિને અકસ્માત પ્રવ્રુજિત થયેલા જોઈને ઇન્દ્ર બ્રાહ્મણના વેશ લઈને મને લેભાવવા માટે પ્રબલ પ્રયાસ કરે છે. એને કર્તવ્યબાધના પાઠ શિખવાડવા ઇચ્છે છે, નમિ રાજર્ષિ બ્રાહ્મણને અધ્યાત્મની ગંભીર વાતા જણાવે છે.
બૌદ્ધ સાહિત્યમાં પણ ચાર પ્રત્યેકોનું વર્ણન છે. પણુ એમના જીવનચરિત્ર અને માધિપ્રાપ્તિનાં નિમિત્તોના ઉલ્લેખમાં પૃથકતા છે. ડિક્સનેરી આ પાલી પ્રેાપર નેમ્સ' નામના ગ્રંથમાં૪ બે પ્રકારના બુદ્ધ બતાવવામાં આવ્યા છે. પ્રત્યેકબુદ્ધ અને સમાસન્ગ્યુદ્ધ જે પોતે જ પાતાની મેળે ખેાધિને પ્રાપ્ત કરે છે પણુ સંસારને ઉપદેશ આપતા નથી તે પ્રત્યેક્ષુદ્ધ ' છે. અને ઉચ્ચ આત્મદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તે જીવનપર્યંત પાતાની ઉપલબ્ધિનુ વર્ણન કરતા નથી, એટલે ' મૌનબુદ્ધ' પણ કહેવાય છે, તે બે હજાર અસંખ્યેય કલ્પ સુધી ‘ પારામી ’ની સાધના કરે છે, બ્રાહ્મણુ, ક્ષત્રિય અને ગાથાપતિના કુલમાં એને સમસ્ત ઋધ્ધિ, સપત્તિ અને પ્રતિસપદા ઉપલબ્ધ થાય છે. એનેા તથાગત બુદ્ધ સાથે કદી સાક્ષાત્કાર થતા નથી. તે એકસાથે અનેક થઈ શકે છે, બૌદ્ધગ્રંથામાં મિની જેમ જ પ્રત્યેકબુદ્ધના પ્રસંગ છે." તે આ પ્રમાણે છે :
વિદેહ રાષ્ટ્રમાં મિથિલા નગરીમાં નિમ નામના રાા હતા. ગવાક્ષમાં બેઠેલા રાજા રાજમાને જોઇ રહ્યો હતા. એક ચીલ માંસના ટુકડા લઈ અનંત આકાશમાં ઊડતું જઈ રહ્યું હતુ. ગીધપક્ષીઓએ તેને જોયું. તેઓ માંસના ટુકડા ઝુંટવવા લાગ્યાં. ચીલના મેાંમાંથી ટુકડા છૂટી ગયા. બીજાં પક્ષીઓએ એ ગ્રહણ કર્યાં. અન્ય પક્ષીએ એની પાછળ પડચાં, નમિરાજાએ વિચાર્યું : જે કામભોગાને ગ્રહણ કરે છે તે દુઃખ પામે છે, મારે સેાલહાર સ્ત્રીએ છે, મારે કામભેગોને પરિત્યાગ કરીને સુખપૂર્વક રહેવું જોઈએ.'
te
નમિ પ્રવજ્યાની આંશિક તુલના આપણે ‘મહાજનક જાતક' સાથે કરી શકીએ. તેમાં પ્રસંગ આ પ્રમાણે છેઃ મિથિલાનગરીમાં મહાજનક રાજા હતા, અને અરિજનક અને પેાલજનક નામના બે પુત્રો હતા. રાજાના મૃત્યુ પછી અરિટ્ઠજનક રાજા બન્યા, કેટલાક સમય પછી બન્ને ભાઈઓમાં ઝધડેા થઈ ગયા. પેાલજનક પ્રત્યન્ત ગામમાં જઈને સેના એકઠી કરી અને ભાઈને યુદ્ધ માટે આાન આપ્યું. યુદ્ધમાં અરિટ્ઠજનક માર્યા ગયા. પતિના મૃત્યુથી પત્નીને આઘાત લાગ્યા. તે રાજમહેલ છેાડીને ચાલી નીકળી, તે ગર્ભવતી હતી. એણે પુત્રને જન્મ આપ્યો, પિતામહના નામ પરથી એનું નામ મહાજનક રાખવામાં આવ્યું. મેાટા થયા પછી તે પિતાનું રાજ્ય લેવા આવી પહોંચ્યા. પેાલજનકનું મૃત્યુ થઈ ગયું હતું, અને કાઈ સંતાન ન હતું, એટલે મહાજનક રાજા બની ગયા. સીવલીકુમારી જોડે તેનું પાણિગ્રહણ થયું. અને તેને દીર્ઘાયુ નામને પુત્ર થયેા. એક દિવસ મહાજનક ઉદ્યાનમાં ગયા. ત્યાં કેરીનાં બે વ્રુક્ષ હતાં. એક કેરીથી લદાઈ ગયેલુ· અને બીજું ઠૂંઠાની જેમ ઊભેલુ` હતુ`. રાજાએ એક ખૂબ પાકેલુ ફળ તાડયું. રાજાની પાછળ ચાલનાર બધા સૈનિકાએ પાકેલાં ફળ તાડયાં. એટલે તે કેરીનું વૃક્ષ પણ ઠૂંઠું થઈ ગયું. વનપરિભ્રમણ કરીને રાજા પાછા ફર્યાં ત્યારે એણે જોયું ૧. દુન્નિવિ નમી વિદેહા,: રજાઇ પયહિષ્ણુ પવ્વઈયા, એંગા નમિતિત્શયરા, એગે પરોયષુદ્દો અ, ઉત્તરાધ્યયન નિયુક્તિ ગા. ૨૮૭
૨. ઉત્તરાધ્યયન, સુખખાધાવૃત્તિ, પત્ર ૧૩૬–૧૪૩
૩, કુંભાતક, સ` ૪૦૮, જાતક ખંડ ૪, પૃ. ૩૯
૪. ડિક્સનરી ઑફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૨૯૪
૫. ભાતક સ` ૪૦૮ જાતકખંડ જ, પૂ. ૨૯
૬. જુએ : ઉત્તરાધ્યન ઃ એક સમીક્ષાત્મક અધ્યયન—મુનિ નથમલજી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org