SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ : એક સમીત્રાત્મક અધ્યયન જે વૃક્ષ પહેલાં લીલુંછમ અને ફળોથી લદાયેલું હતું તે હવે ફળ તેમજ પાંદડાં વગરનું ઊભું હતું. રાજાએ માળીને પૂછ્યું : “આ વૃક્ષ ફલ–રહિત કેવી રીતે બની ગ્યું ?” માળીએ બધી વાત કહી બતાવી. રાજા વિચારવા લાગ્યુઃ જે ફળ વાળાં હોય છે તેને તેડી લેવામાં આવે છે. આ રાજય પણ ફળવાળા વૃક્ષની જેવું જ છે. એક દિવસ એને પણ તેડી લેવામાં આવશે. તે પ્રતિબુદ્ધ થયું. રાજપ્રસાદમાં રહેવા છતાં પણ વિરક્ત થઈ ગયા. એને રાજપ્રસાદ નરક જેવો લાગવા માંડ્યો. તે ચિંતન કરવા લાગ્યા : “હું મિથિલા છોડીને ક્યારે પ્રત્રજિત થઈશ ? રણિીઓએ એને રોકવાનો પ્રયાસ કર્યો. સીવલીદેવીએ એક ઉપાય શોધો. એણે મહાસેનારક્ષકને બોલાવીને આદેશયુક્ત સ્વરે કહ્યું: “તાત, રાજાના જવાના માર્ગ પર જે પુરાણ ધર છે, જીર્ણ શાળાઓ છે, એમાં આગ લગાવી દે. જ્યાં ત્યાં ઘાસ પાંદડાં એકઠાં કરી બાળીને ધુમાડો પેદા કરો. એમ કરવામાં આવ્યું. સીવલીદેવીએ રાજાને નમ્ર નિવેદન કર્યું: ઘરોમાં આગ લાગી રહી છે, જવાળાઓ નીકળી રહી છે. ખજાનો બળી રહ્યો છે, સોનું, ચાંદી, મણિ, મોતી–બધું બળીને નષ્ટ થઈ રહ્યું છે. હે, રાજન! આપ આવીને એને રોકવાનો પ્રયાસ કરે”. રાજ મહાજનકે પ્રત્યુત્તરમાં કહ્યું : સુસુખં બત છવામ યેસ ને નથિ કિચન | મિથિલાય ડરહમાનાય ન મે કિંચિ અડહથ . મારી પાસે કાંઈ નથી. હું સુખપૂર્વક જીવું છું. મિથિલાનગરી બળી જવાથી મારું કાંઈ પણ બળતું નથી. સસુખં બત છવામ યેસ ને નધિ કિચન રઢ વિલુપ્યમાનહિ ન મે કિંચિ અજીરથ, I સુસુખં બત છવામ યેસ ને નર્થીિ કિચન પીર્તિભકખા ભવિસામ દેવા આભાસરા યથા | મારી પાસે કંઈ પણ નથી. હું સુખપૂર્વક જીવું છું. રાષ્ટ્ર નષ્ટ થઈ જવાથી મારુ કોઈ નુકશાન નથી. મારી પાસે કાંઈ પણ નથી. હું સુખપૂર્વક જીવું છું. જેમકે, અભાસ્વર દેવ છે. એવા જ અમે પ્રીતિભક્ષક થઈને રહીશું, સર્વને પરિત્યાગ કરી રાજ આગળ વધી ગયો. દેવી પણ સાથે જ હતી. તેઓ નગરદ્વાર પર પહોંચ્યાં. એક છોકરી રેતી થબથબાવી રહી હતી. એના હાથમાં કંગન હતાં, તે રણકાર કરી રહ્યાં હતાં. રાજાએ પૂછયું : એક હાથમાં કંગને કેમ રણકાર કરી રહ્યાં છે એણે કહ્યું : એક હાથમાં બે કંગન છે. પરસ્પર ઘસાવાને કારણે શબ્દ-અવાજ થાય છે. જે એકલે. હોય છે તે શબ્દ–અવાજ કરતું નથી. વિવાદનું મૂલ બે છે.' રાજા આગળ વધ્યો. એક વાંસફેડે એક આંખ બંધ કરીને વાંસ જોઈ રહ્યો હતો. રાજાએ પ્રશ્ન કર્યો કે તું આવી રીતે કેમ જોઈ રહ્યો છે ? એણે કહ્યું ઃ બન્ને આંખે વડે જોવાથી રોશની ફેલાઈ જાય છે, એટલે તેઢી જગ્યાનો ખ્યાલ આવતું નથી. એક આંખ બંધ કરવાથી ટેઢાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને વાંસ સીધે કરી શકાય છે. રાણી સીવલી પાછળ પાછળ ચાલી રહી હતી. રાજાએ મુંજના ઘાસમાંથી એક ટુકડો ખેંચી કાઢયો અને રાણીને કહ્યું : હવે આને આની સાથે મેળવી શકાતું નથી એવી રીતે મારો અને તારો સાથ થઈ શકે નહીં. રાણી પાછી ફરી ગઈ. મહાજનક એકલે આગળ ચાલ્યા. આ કથા જાતકમાં બહુ વિસ્તારથી આપવામાં આવી છે. અત્રે અમે સંક્ષેપમાં સાર આપ્યો છે. પૂર્ણપણે કથાસમાન ન હોવા છતાં પણ બનેનું પ્રતિપાદ્ય સમાન છે. બન્નેમાં એ વિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છેઃ અન્યાન્ય આશ્રમમાં સન્યાસાશ્રમ શ્રેષ્ઠ છે. સંતોષ ત્યાગમાં છે, ભેગમાં નહીં. સુખનું મૂળ એકાકીપણું છે, અને દુઃખનું મૂળ દ્વન્દ્ર છે. સુખ અકિંચનતામાં છે. સાધનામાં વિદન છે–કામગ. ૧. જાતક, પ૩૯, લેક ૧૫૯-૧૬૧ ૨. જાતક, ૫૩૯, શ્લોક ૧૬૧૬૭ ૩. (ક) ઉત્તરાધ્યયન, ૯,૪૪ (ખ) જાતક, ૨૫-૧૧૫ ૪. (ક) ઉત્તરાધ્યયન, ૯,૪૮,૪૮ (ખ) જાતક, ૧૨૨ ૫. (ક) ઉત્તરાધ્યયન, ૯,૧૬ (ખ) જાતક, ૧૬૧–૧૬૮ ૬. (ક) ઉત્તરાધ્યયન, ૯,૧૪ (ખ) જાતક, ૧૨૫ ૭. (ક) ઉત્તરાધ્યયન, ૯,૨૩ (ખ) જાતક, ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy