________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
સુમુખ વગેરે કુમાર સુમુખકુમાર બલદેવના પુત્ર હતા તથા દુર્મુખ, કૃપદારક અને દારક તે અનુક્રમે બલદેવ તથા વસુદેવના પુત્રો હતા. જાલિ, માલિ, ઉવયાલી પુરુષસેણ, વારિણ, પ્રદ્યુમનકુમાર, શાંબકુમાર, અનિરુદ્ધકુમાર, સત્યનેમિકુમાર, દઢનેમિકુમાર–આ દસ રાજકુમારીમાં પૂર્વના પાંચ રાજકુમાર વસુદેવના પુત્ર હતા તથા પ્રદ્યુમ્નકુમાર અને શબકુમારના પિતા શ્રી કૃષ્ણ હતા. અનિરુદ્ધકુમારના પિતા પ્રદ્યુમ્ન હતા. સત્યનેમિ અને દૃઢનેમિના પિતા સમુદ્રવિજય હતા. આ બધા રાજકુમારે ભગવાન અરિષ્ટનેમિને ઉપદેશ સાંભળી, રાજવૈભવ ત્યાગ કરી, સાધનાની મહા રાજમાર્ગને સ્વીકારે છે અને વીર સેનાપતિની માફક આગળ વધીને અંતિમ લય–મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રાજકુમારોને ઉલ્લેખ ઈતર સાહિત્યમાં અનુપલબ્ધ છે. આ કથાઓ જૈન સાહિત્યની પિતાની જ દેણ છે. થાવાપુત્ર
જ્ઞાતાસૂત્રમાં થાવાચ્ચા પુત્રની દીક્ષાનું વર્ણન છે. મુનિશ્રી જીવરાજ એ “થાવગ્ગાપુત્રરાસ” નામના ગ્રંથમાં એને જીવનને એક પ્રસંગ આપ્યો છે. આ પ્રસંગને મૂલ સ્ત્રોત કયાં છે તે અ-વેષણાય છે. થાય પુત્ર એ નામ એની માતાના નામ પરથી પડયું છે. એનું અસલી નામ શું હતું, એને કોઈ સ્થાને નિર્દેશ મળતો નથી. તે સાથે વાહને પુત્ર હતા. તે બાલ્યકાલથી જ ચિંતનશીલ હતા. તે જે કાંઈ જોતા, સાંભળ તે, એના અંગે ગંભીરતાથી ચિંતન કરતે હતો. જ્યાં સુધી સાચા તથ્યનું જ્ઞાન થતું નહિ ત્યાં સુધી તેને ચેન પડતું નહિ.
એક સમયે પ્રાતઃકાલની સોનેરી સવાર મનને લલચાવી રહી હતી, મંગલગીતોને મધુર ધ્વનિ પડોસીના ઘરમાંથી આવી રહ્યો હતો, તે વખતે એકાગ્ર બનીને તે આ ગીત સાંભળી રહ્યો હતો. એને ગીતની સ્વરલહરીઓ ખૂબ પ્રિય લાગી. એણે માને પ્રશ્ન કર્યો: “મા આટલું સુંદર અને મધુર ગીત પડોશમાં કેમ ગાવામાં આવે છે ?' માએ જણાવ્યું : “વત્સ! પડોસીના ત્યાં પુત્રને જન્મ થયો છે. એની પ્રશન્નતામાં આ ગીતો ગાવામાં આવે છે.” “મા ! શું મારા જન્મમયે પણ આવાં ગીત ગાવામાં આવ્યાં હતાં ?' માએ પોતાના પુત્રને ચુંબન કરતાં કહ્યું: “વત્સ! કેવલ ગીતે જ ગાવામાં આવ્યાં ન હતાં પણ વારંઓ પણ વગાડવામાં આવ્યાં હતાં અને ખૂબ મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો.” “મા! આ ગીતે મને ખૂબ સારાં લાગે છે, તું પણ ઉપર છત પર ચાલ અને ગીતાનો આનંદ માણુ'. મા એ કહ્યું : “મને સમય નથી. તું જ જઈને સાંભળ'. થાવસ્થાપુત્ર છત પર આવ્યો, પરંતુ એને સુમધુર સ્વર લહરીઓને બદલે કર્ણ—કર્ક શ આક્રંદ સાંભળવા મળ્યું અને સાથેસાથે ભયંકર કોલાહલ પણ એના કાને પડ્યો. એનું મન રવા જેવું થઈ ગયું. તે ઊલટે પગે દેડીને માતાની પાસે આવ્યો. “મા ! જે ગીત પહેલાં સુંદર લાગતાં હતાં તે હવે ભયંકર કેમ લાગે છે ?” મા પડોશીની આકસ્મિક આપત્તિ સમજી ગઈ અને એની આંખોમાં આંસુ છલકાઈ પડ્યાં. માએ પિતાના અબૂધ બાળકને ગળે લગાડી કહ્યું : “વસ, જે પુત્ર અંગે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો તે પુત્ર મરી ગયો. એટલે ગાયને રુદનમાં પલટાઇ ગયું, પ્રસન્નતાના સ્થાન પર શેકનાં કાળાં વાદળે છવાઈ ગયાં.'
“મા શું હું પણ એક દિવસ આ રીતે મરી જઈશ.” માએ એના મુખને ચુંબતાં કહ્યું : "તું મારી આંખોને તારે છે. નયનને સિતારો છે. તું શેનો મરે? મરે નહિ તારા દુશ્મન'. થાવગ્ના પુત્રના ભોળા ચહેરા પર એ જ પ્રશ્ન અંગે જિજ્ઞાસા ચમકી રહી હતી. અને મને કહેવું પડયું: “પુત્ર એક દિવસ બધાને મરવાનું છે. પણ સંસ્કારી પુત્ર આવી વાત કરતા નથી. તેના મનમાં જ તે પ્રશ્ન ડહેળો રહ્યો અને એક દિવસ અહંત અરિષ્ટનેમિની વાણી સાંભળીને તે સાધનાના મહામાર્ગ પર ચાલવા માટે તત્પર થઈ ગયે. શ્રીકૃષ્ણ એને અભિનિષ્ક્રમણ મહત્સવ ઊંજ. આમાં વાસુદેવ શ્રીકૃષ્ણની ઉત્કટ ધાર્મિક ભાવના પ્રગટ થઈ રહી છે. શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા વરિષ્ટ પદના ધારક હોવા છતાં પણ સાધના પ્રતિ એમના મનમાં કેટલી શ્રદ્ધા હતી, એ આનાથી સ્પષ્ટ થાય છે.
થાવસ્થા પુત્રના અન્તરમાનસમાં વૈરાગ્યની ઉત્પત્તિનું મૂળ કારણે મૃત્યુદર્શન છે. તેવી રીતે તથાગત બુદ્ધના જીવનમાં પણું વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ મૃત્યુદર્શન જ છે. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. જે વ્યક્તિ એને સમજી લે, તો તે ભેગન પડેપડમાં ફસાઈ શકે નહીં. આ કથા અત્યંત પ્રેરણાદાયી છે. રથનેમિ તેમજ રાજીમતી
રથનેમિ ભગવાન અરિષ્ટનેમિના નાના ભાઈ હતા. રથનેમિનું આકર્ષણ રામતી પ્રતિ પ્રારંભથી જ રહ્યું હતું. જ્યારે ભગવાન અરિષ્ટનેમિએ રામતીને વિવાહ કર્યા વિના ત્યાગ કર્યો ત્યારે રથનેમિ એની સાથે વિવાહ કરવાને લલચાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org