SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન એકવાર ગરિક નામને ઉગ્ર તપસ્વી આવ્યું. એના કઠોર તપથી બધા પ્રભાવિત થયા. જનસમૂહ દર્શનાર્થે ઉમટી પડયા. વિરાટ જનસમૂહને જોઈને તપસ્વીના મનમાં અહંકારરૂપી નાગ ફેણ ફેલાવીને ઊભો થઈ ગયું. એણે લેકીને પૂછ્યું : “શું બધા લેકે મારાં દર્શનાથે આવી ગયા છે ? એક ભકતે જણાવ્યું કે, કાતિક શેઠ સિવાય બીજા બધા લોકો આવી ગયા છે. તપસ્વીએ ક્રોધ અને અહંકારને વશ થઈ એવો અભિગ્રહ કર્યો: ‘હું કાર્તિક શ્રેષ્ઠીની પીઠ પર થાળી રાખીને પારણાં કરીશ અન્યથા જીવનભર કંઈ પણ ગ્રહણ કરીશ નહિ!” રાજાએ જ્યારે તપસ્વીને પારણાં કરવાની પ્રાર્થના કરી એટલે તપસ્વીએ અભિગ્રહની વાત દેહરાવી. રાજાએ શ્રેષ્ઠીને બોલાવ્યા તથા ગરમગરમ ખીર તૈયાર કરવામાં આવી. રાજાના આદેશથી શેઠે મસ્તક નમાવ્યું અને તપસ્વીએ કુરતાપૂર્વક શેઠની પીઠ ઉપર ખીરથી ભરેલી થાળી રાખો. શ્રેષ્ઠીની ચામડે બળવા લાગી. તપસ્વીએ નાક પર આંગળી રાખીને કહ્યું: ‘તુ મને વંદન કરવા ન આવ્યો એનું ફળ ચાખ; મેં તારું નાક કાપી નાખ્યું છે.' શેઠ મનમાં વિચારવા લાગ્યા : “જો હું પહેલા સાધુ બની ગયો હોત તો આજે મારી જે વ્યાજનક સ્થિતિ થઈ તેવી થાત નહીં.' તે સમભાવપૂર્વક કષ્ટ સહન કરતો રહ્યો. એક હજાર આઠ પુરુષ સાથે શ્રેષ્ઠીએ મુનિ સુવ્રત સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને શક્રેન્દ્રને અરાવત હાથો બને. ઈદ્રને પોતાની ઉપર બેઠેલા જોઈને અરાવત હાથી ગભરાયે. ઈદે પણ અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોયો અને રાવતને પણ પૂર્વભવ જોયો. એણે એને ધમકાવ્યો, ફટકાર્યો. રાવત શાંત થઈ ગયો. પ્રસ્તુત ગ્રંથમાં કાર્તિક શેઠની દીક્ષા વગેરનું વિસ્તારપૂર્વક વર્ણન થયું છે. ગંગદત્ત મુનિ સુવ્રત સ્વામીના તીર્થમાં થઈ ગયેલા ગંગદત્તની કથા અહીં આપવામાં આવી છે. ગંગદત્તદેવ શ્રમણ ભગવાન મહાવીરની સભામાં ઉપસ્થિત થયા. ગણધર ગૌતમે તેના અંગે જિજ્ઞાસા કરતાં ભગવાન મહાવીરે એને પૂર્વભવ સંભારતાં કહ્યું: ‘હસ્તિનાપુરમાં ગંગદત્ત નામક ગાથાપતિ હતો. અરિહંત મુનિસુવ્રતનું પાવનપ્રવચન સાંભળી તથા જયેષ્ઠ પુત્રની અનુમતિ પ્રાપ્ત કરી. ગંગદત્તે પ્રવ્રયા પ્રહણ કરી. ઉત્કૃષ્ટ તપ–જપની આરાધના કરી તે દેવ બન્યો અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. પ્રસ્તુત કથાને સંબંધ મુનિ સુવ્રત સ્વામીની સાથે છે. એ આ કથાની વિશેષતા હશે. પણ ઐતિહાસિકને આ પ્રસંગ બહુ જ પ્રેરણાદાયી છે. ચિત્ત-સંભૂતિ આની પછી ચિત્ત-સંભૂતિની કથા આપવામાં આવી છે. આ કથાવસ્તુનું બૌદ્ધ પરંપરાના ‘ચિત્ત-સંભૂતિ જાતક”માં પણુ વર્ણન મળે છે. બને પરંપરાના કથાગ્રંથોમાં કથાવસ્તુ ઘણીખરી સમાન છે. બન્નેય કથાકારોએ કથાવસ્તુ ગદ્ય અને પદ્યમાં ગૂંથી છે. કથાવસ્તુ ગદ્યમાં છે, તે સંવાદ પદ્યમાં છે. કથાને બ્રહ્મદત્તની ઉત્પત્તિથી પ્રારંભ થાય છે. એમાં પાંત્રીસ શ્લોક છે. ટીકાકાર નેમિચંદ્ર સુખધાવૃત્તિમાં સંપૂર્ણ કથા આપી છે. ઉત્તરાધ્યયનમૂલમાં કથાને પ્રારંભ છે. બન્ને ભાઈ ચિત્ત અને સંભૂત પરસ્પર મળે છે, તથા સુખદુઃખના ફલવિપાક અંગે ચર્ચા કરવા લાગે છે. ચિત્તને છવ શ્રવણ અવસ્થામાં બ્રહ્મદત્તને સંસારની નિઃસારતાનું પરિણાન કરાવતાં કહે છે : એશ્વર્ય વિદ્યુતની જેમ ચંચલ છે અને ભોગ પણ નશ્વર છે. એટલે તમે શ્રમણુધર્મને, સ્વીકાર કરીને પોતાના જીવનને પાવન કરે. જયારે ચિત મુનિએ જોયું. બ્રહ્મદત્ત બમણું બનવાની સ્થિતિમાં ન હતા, તે ગૃહસ્થાશ્રમમાં રહીને મુનિની ધમસાધના કરવાની પ્રેરણું આપી. પણ બ્રહ્મદત્તનું મન ધર્મમાં ન હતું. ચિત્ત મુનિ ધર્મારાધન કરીને સિદ્ધિ થયા તથા બ્રહ્મદત્ત ભાગોમાં આસક્ત થઈ નરકના અધિકારી બન્યા. પાંચમી-છઠ્ઠી અને સાતમી ગાથામાં પૂર્વ જન્મોનાં નામો ઉલ્લેખ થયું છે. પણ અહીં વિસ્તારથી ચર્ચા નથી. ટીકાકાર નેમિચંદ્ર પૂર્વના ભવનું સવિસ્તૃત વર્ણન કર્યું છે. સંક્ષેપમાં છ ભવ આ પ્રમાણે છે: (૧) દશાપુરનગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની દાસી યશોમતીના ગર્ભમાં પુત્રરૂપે પેદા થવું. (૨) કાલિજર પર્વત પર મૃગીની કુક્ષિમાં યુગલ રૂપમાં ઉત્પન્ન થવું. (૩) મૃતગંગાના તીર પર હંસીના ગર્ભમાં ઉત્પન્ન થવું. (૪) બારાણસીમાં સ્વપાકના પુત્રરૂપમાં ઉત્પન્ન થવું. ૫) દેવલેકમાં ઉત્પન્ન થવું. (૬) ચિત્તને જીવ પુરિમતાલનગરમાં ઈભ્ય શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપમાં અને સંભૂતને જીવ કાપિપુરમાં બ્રહ્મરાજાની રાણી ચૂલનીના ગર્ભમાં બ્રહ્મદત્તના રૂપમાં ઉત્પન્ન થયે. બૌદ્ધ સાહિત્યમાં બૌધ્ધ સાહિત્યમાં આ કથાનું રૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે : નિરંજારા નદીના કિનારે મૃગી પક્ષીની કુક્ષિમાં ઉત્પન્ન થવું. ૨. નર્મદા નદીના કિનારે બાજ પક્ષીના રૂપમાં ઉત્પન્ન થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy