________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૫૩
બહુવિવાહ વિશિષ્ટ વ્યક્તિઓના ગૌરવની વસ્તુ બની ગઈ. રાજા અને રાજકુમાર પિતાના અંતઃપુરમાં વધુમાં વધુ પનીએ રાખવામાં ગૌરવ અનુભવતા હતા. અનેક રાજાઓ સાથે સ્નેહપૂર્ણ સંબંધ સ્થાપિત થવાને કારણે બહુવિવાહ રાજનૈતિક સત્તાને શક્તિશાળી બનાવવામાં સહાયક બનતા હતા. એટલે મહાબલ રાજકુમારને પણ આઠ કન્યાઓ સાથે વિવાહ થયાને ઉલેખ પ્રાપ્ત થાય છે.
જૈન કથાઓમાં એ મહત્ત્વપૂર્ણ વિશેષતા છે કે, જે વ્યક્તિ ભેગના પડેપડમાં ફસાયેલું હોય છે, તે પણ વીતરાગની વાણી સાંભળીને ભેગને રોગ સમજી એનાથી મુક્ત થઈ જાય છે. વૈરાગ્યભાવના પ્રબુદ્ધ થયા પછી કેઈપણ શક્તિ અને સંસારમાં રોકવા માટે સમર્થ નીવડતી નથી. પ્રત્રજ્યા ગ્રહણ કર્યા પછી સાધક પહેલાં અધ્યયન કરે છે, આગમ સાહિત્યનું દહન કરે છે અને એ પછી ઉગ્ર જપ-તપની સાધના કરી કર્મોને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. અહીંથી આયુષ્ય પૂર્ણ કરી દેવ બને છે.
ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનમાં પચીસમી ગાથામાં પણ મહાબલનો ઉલ્લેખ છે. ટીકાકાર નેમિચંદ્ર એની કથાને વિસ્તારથી આપી છે અને અંતમાં વ્યાખ્યાનપ્રાપ્તિને નિર્દેશ કર્યો છે. પણ એક સપણે કહી શકાય નહીં કે તે મહાબલ ભગવતીમાં જેનું વર્ણન કરવામાં આવ્યું તે છે કે અન્ય ? સંભવિત છે કે તે વિપાકસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કન્ય, અધ્યાય ૭માં વર્ણિત મહાપુરનગરમાં રાજા બલિને પુત્ર મહાબલ હેય. ભગવતીને મહાબલ આ મહાબલથી જુદે હવે જોઈએ.
કાર્તિક શ્રેષ્ઠી પ્રસ્તુત વિભાગમાં કાર્તિક શ્રેષ્ઠીની કથા આવેલી છે. જે ભગવાન મુનિ સુવ્રતના તીર્થમાં થયા હતા. આ કાર્તાિ ક શ્રેષ્ઠી પ્રથમ દેવલોકમાં ઈન્દ્ર થયા. ભારતીય સાહિત્યમાં ઇન્દ્રનાં હજાર નામ પ્રસિદ્ધ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણેય પરંપરાઓમાં ઇન્દ્ર અંગે ચર્ચા થયેલી છે. અમે અત્રે ઈન્દ્રના અનેક નામોમાંથી કેટલાકને ઉલ્લેખ કરી રહ્યા છીએ. જે પ્રસ્તુત ગ્રંથમાં જોવા મળે છે. “શફ' નામના સિંહાસન પર બેસવાને લીધે તથા સામર્થ્યવાન હોવાથી તે “શક’ કહેવાય. દેવતાઓની વચ્ચે તે પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી તે “ઈન્દ્ર'ના નામથી વિકૃત થયે. ઇન્દ્ર નામ બધાથી અધિક પ્રચલિત છે. ઋવેદમાં પ્રાયઃ બસોપચાસ સુક્તમાં ઇન્દ્રનું વર્ણન છેઃ અને પચાસ સુક્ત એવા પણ છે, જેમાં બીજા સુક્તોની સાથે ઈન્દ્રનું વર્ણન છે. આ પ્રમાણે ઋગ્વદને લગભગ ચતુર્થાંશ ઈન્દ્રની સ્તુતિઓથી ભરેલો છે. ઋગ્વદમાં ઈદ્રને અગ્નિને જોડિયોભાઈ કહેવામાં આવ્યું છે. પૌરાણિક યુગમાં માનવ તપથી ઈદ્રપદ પ્રાપ્ત કરવા માટે લાલચુ રહ્યો હતો. ઈદ્ર પોતાના સિંહાસનની રક્ષા માટે અપ્સરાઓને પ્રેરિત કરે છે. જે તપસ્વીઓને મોહ પમાડી પદભ્રષ્ટ કરે છે. પૌરાણિક ઈદ્ર શક્તિમાન, સમૃદ્ધ અને વિલાસી છે.
જૈન દૃષ્ટિએ અન્ય દેવોમાં પ્રાપ્ત ન થતી અસાધારણ અણિમા, મહિમા વગેરે ઋધ્ધિઓના ધારક એવા દેવાધિપતિને ઈંદ્ર નામથી ઓળખવામાં આવ્યો છે. દેવતાઓનો રાજા હોવાથી તે દેવરાજ પણ કહેવાય છે. હાથમાં વજુ નામનું શસ્ત્ર ધારણ કરવાથી તે “વજુપાણિ” કહેવાય છે. શત્રુઓનાં નગરોને નષ્ટ કરવાને કારણે તે “પુરન્દર' છે. કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં સો વાર શ્રાવોની પાંચમી પ્રતિમા અર્થાત અભિગ્રહવિશેષને ધારણ કરવાને કારણે તે “શતક્રતું કહેવાય પણ છે. તે પણ ભગવતીસૂત્રમાં જે કાર્તિક શ્રેષ્ઠીની કથા છે, એમાં કાર્તિક શ્રેષ્ઠી દ્વારા સેવાર પ્રતિમા ધારણ કરવામાં આવી હતી એવો ઉલેખ થયું નથી. પરંતુ આચાર્યશ્રી જયમલજી મ૦ બડી સાધુ વંદનામાં લખ્યું છે ?
બલિ કાર્તિક શેઠે, પડિમા વદી સૂર વીર, | મી મેરાં ઊપર, તાપસ બલતી ખીર પછી ચારિત્ર લીધું, મિત્ર એક સહસ આઠ વીર
મારી દુઓ શક્રેન, ચવિ લેસે ભવ તીર
વૈદિક પરંપરા અનુસાર શતકેતને અર્થ છે : સે યજ્ઞ કરનારે. કહેવાય છે કે ઈદ્ર પૂર્વભવમાં કાતિક શ્રેષ્ઠી હતો. વીતરાગ ધર્મ પર એની અનન્ય આસ્થા હતી એણે સો વાર શ્રાવકની પાંચમી પ્રતિમા સુધી તપસ્યા કરી હતી. નગરમાં ૧. વેદ, ૬, ૫૮, ૨ . (૪) અન્ય દેવાસાધારણુણિમાદિ ગાદિન્દન્તીતિ ઈદ્રાઃ | સર્વાર્થસિદ્ધિ ૪૪
(ખ) તત્ત્વાર્થ બ્લેકવાર્તિક, ૪,૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org