SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવી છે. ઉપનયન સમયે વસ્ત્ર દંડ, મેખલા, ય પવીત, ગાયત્રીઉપદેશ વગેરે આપવાની વિધિ દર્શાવવામાં આવી છે. મહાબલની કથામાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મહાબલ આઠ વર્ષથી કંઈ વધુ ઉમરને થયો ત્યારે તેને કલાચાર્યની પાસે અધ્યયન માટે મોકલવામાં આવ્યું અને પૂર્ણ યુવાન થયો ત્યારે એનું આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. આ સ્થાને બે બાબત વિચારવા જેવી છે કે, પ્રાચીનકાળમાં શિક્ષણને પ્રારંભ આઠ વર્ષની અથવા એનાથી કંઈક વધુ ઉંમરે થતો હતો. કેમકે ત્યાં સુધી બાળકનું મસ્તક શિક્ષણ ગ્રહણ કરવા માટે યોગ્ય બની જાય છે. આ કારણે જ આગમ સાહિત્ય અને તે પછીના સમયના સાહિત્યમાં આનું વર્ણન અનેક સ્થાનો પર જોવા મળે છે. આઠ વર્ષની ઉંમરમાં ઉપનયન સંસ્કાર પણ થઈ જતા હતા. એટલે ઉપનયન સંસ્કારને કલાપ્રહણ ઉત્સવ પણ કહેવામાં આવ્યો છે. સ્મૃતિઓમાં પાંચ વર્ષની વયે શિક્ષણને પ્રારંભ કરવાનું વિધાન મળે છે. તે અપવાદરૂપે છે. આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે, આજની જેમ શિક્ષણ ભારરૂપ ન હતું. ગુરુકુલ પ્રણાલી શિક્ષણને આદર્શ હતા. વિદ્યાર્થી માટે તે આવશ્યક હતું કે તે મન લગાવીને અધ્યયન કરે, વિનયપૂર્વક ગુરુચરણોમાં રહે તથા નિયમસંપન્ન હોય. પુરુષો માટે બોતેર કલા અને સ્ત્રીઓ માટે ચોસઠ કલાઓનું અધ્યયન આવશ્યક માનવામાં આવતું. પ્રાચીનતમ યુગમાં બાલવિવાહ થતા નહીં. આગમ સાહિત્યમાં જુદી જુદી જગ્યાએ “ઉમુવક બાલભાવ જાવ અલ બગ સમન્થ” શબ્દનો પ્રયોગ થયેલો છે બાલવિવાહ એ મધ્યયુગની દેણ માલમ પડે છે. એટલે અલબરુનીએ નેપ્યું છે કે, હિન્દુલેકે પોતાના પુત્રના વિવાહનું આયોજન કરતા હતા, કેમકે વિવાહ ખૂબ નાની ઉંમરમાં થતા હતા. એક સ્થાને એમ પણ નોંધવામાં આવ્યું છે કે, બ્રાહ્મણોમાં અરજસ્વલા કન્યાને જ ગૃહણ કરવામાં આવતી ? ગુપ્તકાલમાં બાલવિવાહનું પ્રચલન હતું. જેનસાહિત્યમાં વિવાહના ત્રણ પ્રકારનું વર્ણન મળે છેઃ ૧. વર અને કન્યા બન્નેનાં માતાપિતાઓ દ્વારા આયોજિત વિવાહ. ૨. સ્વયંવર ૩. ગાન્ધર્વ વિવાહ. મુખ્યત્વે પિતાની જાતિમાં જ વિવાહ કરવાની પ્રથા હતી. બૌદ્ધ જાતકોમાં પણ સમાનસ્થિતિ અને સમાન વ્યવસાયવાળા લોકો સાથે વિવાહસંબંધ કરવામાં આવતા એવો ઉલલેખ મળે છે. જેનાથી નિમ્ન જાતિગત તો સાથે સંમિશ્રણ થવામાંથી કુલની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખી શકાય. એમતે આગમ સાહિત્યમાં અન્ય જાતિઓ સાથે વિવાહ કરવાના ઉલેખ પ્રાપ્ત થાય છે. જેમકે–રાજમંત્રી તેતેલીપુત્રએ એક સેનીની કન્યા સાથે કે, ક્ષત્રિય ગજસુકુમાલે સોમિલ બ્રાહ્મણની કન્યા સાથે, રાજા જિનશત્રુએ ચિત્રકારની કન્યા સાથે, રાજકુમાર બ્રહ્મદરો બ્રાહ્મણ કન્યા તથા વણિકની કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું હતું. વૈદિક પરંપરાના ગ્રંથોમાં એ સ્પષ્ટ છે કે વિવાહને ઉદ્દેશ સન્તાનોત્પત્તિ હતા. સંતાનોત્પત્તિ મ ટે એકથી વધુ વિવાહ કરવાની અનુમતિ સ્મૃતિકારોએ પ્રદાન કરી છે. બહુપત્નીત્વવિવાહને આ જ મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આગળ જતાં (ક) "દ જન સિસ્ટમ ઑફ એજ્યુકેશન જર્નલ ઑફ દ યુનિવર્સિટી ઑફ બોમ્બ, જાન્યુઆરી ૧૯૪૦, પૃ. ૨૦૬ વગેરે (જગદીશચંદ્ર; વાઈફ ઈન એન્જિમેન્ટ ઈન્ડિયા એઝ ડિપિકડ ઈન જેન કેનન્સ, જ. જે. કે. પૃ. ૧૬૯ પર ઉદ્દત. એચ. આર. કાપડિયા) ડી. સી. દાસગુપ્તા. (ખ) (i) જૈન સિસ્ટમ ઑફ એજ્યુકેશન.” પૃ. ૭૪. (i) ભગવતી (અભયદેવવૃત્તિ) ૧૧, ૧૧, ૪૨૯, પૃ. ૯૯૯. (iii) નાયાધમ્મકહાઓ, ૧, ૨૦. પૃ. ૩૧. (iv) કથાકાષપ્રકરણ, પૃ. ૮. (v) જ્ઞાનપંચમી કહા ૬-૯૨, આદિ. ૨. “પ્રાચીન ભારતમાં જૈન શિક્ષણ પદ્ધતિ’ ડે. હરીન્દ્રભૂષણ, સંસદપત્રિકા-૧૯૬૫. ૩. એપીગ્રાફિકા ઈંડિયા, ૨. પૃ. ૧૫૪. ૪. એપીગ્રાફિકા ઈ ડિયા, પૃ. ૧૨૧. ૫. “લાઈફ ઈન દી ગુપ્તા એજ, પૃ. ૨૮૦-૨૯૦ રિચાર્ડ આર. એન. સાલેરકર. ૬. દ સેશલ આર્ગનાઈજેશન ઈન નાર્થ-ઈસ્ટ ઈડિયા ઈન બુદ્ધાઝ ટાઈમ, કલકત્તા ૧૯૨૦ ફિક. રિચાર્ડ. ૭. જ્ઞાતધર્મકથા, ૧૪, પૃ. ૧૪૮. ૮. અન્તકૃશ, ૩, પૃ. ૧૬. ૯. ઉત્તરાધ્યયન, ટીકા ૯. પૃ. ૧૪૧. ૧૦. ઉત્તરાધ્યયન ટીકા પૃ. ૧૮૮–૧૯ર સુધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy