________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૫૧
કક્ષિમાં થયો હતો. જયારે મહાબલને જીવ ગર્ભમાં આવ્યો ત્યારે માતા પ્રભાવતીએ સિંહનું સ્વપ્ન જોયું અને વિવિધ દહદ ઉત્પન્ન થયા. જન્મ થયે તે સમયે રાજએ પિતાના હૃદયને આહલાદ બંદીવાનજનોને મુક્ત કરીને વ્યક્ત કર્યો. તથા વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા. બલરાજાના પુત્ર હોવાને કારણે એનું નામ “મહાબલ” રાખવામાં આવ્યું. ક્ષીરધાત્રી (ધાવમાતા) મંજનધાત્રી, મંડનધાત્રી, કીડનધાત્રી તેમજ અંકધાત્રી એમ પાંચધાત્રીઓ વડે સંપષણુ પામતે મહાબલ મોટા થવા લાગ્યા. સૂર્ય-દર્શન, જાગરણ નામકરણ, ઘૂંટણિયે ચાલવું, પગ વડે ચાલવું, અન્નભોજન, પ્રારંભ કર, કેળિયા વધારવા, સંભાષણ કરવું, કાન વિંધાવવા વર્ષગાંઠ મનાવવી, ચટલી રાખવી, ઉપનયન સંસ્કાર કરવા વગેરે ઘણા; તથા ગર્ભધારણ, જન્મ-મહોત્સવ વગેરે વિવિધ પ્રસંગે લઈને વિવિધ પ્રકારનાં કૌતક કર્યા.
સંસ્કારચિંતન જૈન ધર્મના આચારસંહિતા માં બાહ્ય વિધિવિધાનનું નિરૂપણ અપ પ્રમાણમાં થયું છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં સંસ્કારવિધિઓનું વિસ્તારથી વર્ણન થયું છે. ગૌતમધર્મસૂત્ર, આપસ્તમ્ભધર્મસુત્ર અને વશિષ્ટધર્મસૂત્રમાં આ અંગે વિસ્તારથી વર્ણન છે. સ્મૃતિઓમાં સંસ્કારસંખ્યા અંગે મતભેદ છે. ગૌતમે ચાલીસ સંસ્કારોનું વર્ણન કર્યું છે.* વ્યાસે સોળ સંસ્કારે દર્શાવ્યા છે.' મનુયાજ્ઞવલ્કય અને વિષ્ણુધર્મસૂત્રમાં સંખ્યાને નિર્દેશ નથી. નિબંધમાં મુખ્યત્વે સોળ સંસ્કાર દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. ગર્ભાધાન ૨. પુંસવન ૩. સીમન્તન્નયન ૪. વિણબલિ ૫. જાતકર્મ ૬. નામકરણ ૭. નિષ્ક્રમણ ૮. અન્નપ્રાશન ૯, ચોલ ૧૦. ઉપનયન ૧૧–૧૪ વેદવ્રત ચતુષ્ટય ૧૫. સમાવર્તન અને ૧૬. વિવાહ. સ્મૃતિચિદ્રિકા વગેરેમાં પ્રકારાન્તરથી અન્ય નામો પણ મળે છે. ગૃહસૂત્ર, ધર્મ સૂત્રે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ તથા અન્ય સ્મૃતિઓમાં, તેમજ રઘુનંદનકૃત સંસ્કારતત્ત્વ, નીલકંઠકૃત સંસ્કારમયૂખ, મિત્રમિશ્રકૃત સંસ્કારપ્રકાશ, અનંતદેવકૃત સંસ્કારકૌસ્તુભ અને ગોપીનાથકૃત સ સ્કારરત્નમાલા વગેરે ગ્રંથોમાં વિરાટ સામગ્રી પડેલી છે, એટલે વિશેષ જિજ્ઞાસુ આ ગ્રંથનું અવલોકન કરે.
સંસ્કારોમાં ઉપનયન સંસ્કારને વિશેષ મહત્ત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવ્યું છે. મહાબલકથામાં ‘ઉવનયણુ” શબ્દને પ્રયોગ થયેલ છે. જેનપરંપરામાં ‘ઉપનયન સંસ્કાર કેવી રીતે થતો હતો ? એનું વર્ણન આગમ ગ્રંથમાં નથી. બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં કલાચાર્યની પાસે લઈ જવાના પ્રસંગને ઉપનયન સંસ્કાર માનવામાં આવ્યું છે. આ સંસ્કાર વિદ્યાથીને ગાયત્રી મંત્ર શિખવાડીને કરવામાં આવતા હતા. ગુરુની સમીપ રહેવાને લીધે શતપથબ્રાહ્મણ, અને
તિરીયે પનિષદૂશ્માં એને અંતેવાસી કહેવામાં આવે છે. ઉપનયન સંરકાર કયારે કરવામાં આવે, તે અંગે ચર્ચા કરતાં આશ્વલાયન ગૃહસત્રમાં સેંધવામાં આવ્યું છે કે બ્રાહ્મણ આઠ વર્ષમાં, ક્ષત્રિય અગિયાર વર્ષમાં, વૈશ્ય બાર વર્ષમાં ઉપનયન સંસ્કાર કરે અથવા સેલ, બાવીસ અને વીસ વર્ષ માં ઉપનયન સંસ્કાર કરે. આપસ્તંબ, શાંખાયન, બૌદ્ધાયન, ભારદ્વાજ,૨૨ ગોભિલ ગૃહસત્ર તથા યાજ્ઞવલ્કય'માં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે, વર્ષોની ગણના ગર્ભધારણથી કરવી જોઈએ. શાખાયન ગૃહસત્ર વગેરેમાં વર્ષો અગે વિભિન્ન મત જણાય છે. ધર્મ શાસ્ત્રોમાં ઉપનયનને માટે મુહૂર્ત વગેરેની પણ ચર્ચા 1. ગૌતમધર્મ સત્ર, ૮, ૮. ૨. આપસ્તધર્મ સૂત્ર ૧, ૧, ૧, ૯. ૩. વસિષ્ટધર્મ સત્ર, ૪, ૧. ૪. ગૌતમ, ૮, ૧૪-૪. ૫. વ્યાસ, ૧. ૧૪-૧૫. ૬. શતપથબ્રાહ્મણ, ૫, ૧, ૫, ૧૭. ૭. તૈત્તિરીપનિષદ્ ૧, ૧૧. ૮. આશ્વલાયન ગૃહસૂત્ર, ૧, ૧૯, ૧-૬. ૯, આપસ્તંબ. ૧૦, ૨ ૧૦. શાંખાયન. ૨, ૧. ૧૧. બૌધાયન. ૨, ૫, ૨. ૧૨. ભારદ્વાજ, ૧ ૧. ૧૩. ગભિલ, ૨, ૧૦. ૧૪. યાજ્ઞવલક્ય. ૧, ૧૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org