________________
૫૦
ધર્મસ્થાનુગ : એક સમીત્રામક અધ્યયન
જંબુદ્વિપપ્રજ્ઞતિ પ્રમાણે ભાવોની તીવ્રતાથી ભરત મહારાજાને કેવલજ્ઞાન થઈ ગયું. આવશ્યક નિર્યુક્તિ અનુસાર શીશમહેલમાં ભરત પિતાની દિવ્ય છટાને જોઈને વિરમય થયા હતા. એમની દૃષ્ટિ આંગળીઓ પર પડી. એક આંગળી શેભા વગરની હતી, કેમકે એમાં પહેરેલી વીંટી પડી ગઈ હતી. એમણે બીજી આંગળીઓની વીંટીએ ધીમેધીમે કાઢવાને પ્રારંભ કર્યો અને જોવા લાગ્યા કે આંગળીઓ કેવી લાગે છે ? આ પ્રમાણે એમણે બધાં આભૂષણો ઉતારી નાખ્યાં. તેઓ વિચારવા લાગ્યા : “શરીરનું સૌન્દર્ય એ મારું સૌન્દર્ય નથી. જે શરીર કેટલીક ક્ષો પૂર્વે ચમકી રહ્યું હતું તે આભૂષણોના અભાવમાં કાંતિહીન પ્રતીત થઈ રહ્યું છે. ભૌતિક અલંકારોથી લદાયેલી સુંદરતા કૃત્રિમ અને ભ્રામક છે. એમાં ફસાઈને માનવ પિતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી જાય છે.” આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં એમને કેવલજ્ઞાન થઈ ગયું. આવશ્યકનિર્યુક્તિ અને જબૂદીપપ્રજ્ઞપ્તિ વચ્ચે એટલે ફેર છે કે જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં પહેલાં કેવલજ્ઞાન થાય અને ત્યારબાદ ભરત પિતાનાં વસ્ત્રાલંકાર ઉતારે છે, જ્યારે આવશ્યકનિતિમાં વસ્ત્રાલંકાર ઉતાર્યા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયાને ઉલ્લેખ છે.
આવશ્યકનિયુક્તિ વગેરેમાં સમ્રાટ ભરતના જીવન અંગેના અનેક પ્રેરક પ્રસંગે છે. વિસ્તારભયથી અમે તે અત્રે આપતા નથી. પ્રસ્તુત ગ્રંથમાં ચક્રવતીના વિજય અને અન્ય જાણકારી સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રમાંથી ઉદ્ધત કરવામાં આવી છે.
બલદેવ-વાસુદેવ બલદેવ, વાસુદેવ આ બન્ને ભાઈઓનાં રૂપ હોય છે. નવ બલદેવ અને નવ વાસુદેવ તથા નવ પ્રતિવાસુદેવ. આ પ્રમાણે સત્તાવીસ વિશિષ્ટ વ્યક્તિ હોય છે. વાસુદેવ અર્ધચી હોય છે. તે ત્રણ ખંડના અધિપતિ હોય છે. તેઓને ઉત્તમ પુરુષ માનવામાં આવ્યા છે. તે એજસ્વી, તેજસ્વી, બળવાન અને સ્વરૂપવાન હોય છે. તેઓ કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી હોય છે. તે મહાબલી, અપ્રતિહત અને અપરાજિત હોય છે. શત્રુઓનું સારી રીતે મર્દન કરનારા હોય છે તેઓ હારે શત્રુઓના માનને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે. તેઓ દયાળુ, અમસર, અચપલ અને પ્રચંડ હેય છે. એમનો સ્વભાવ ખૂબ જ મધુર હોય છે. એમની વાણી ગંભીર, મૃદુ તથા સત્ય હોય છે. એમના શરીર પર અનેક શુભ લક્ષણો હોય છે. તેઓ ચંદ્રની જેમ સૌમ્ય, સૂર્યની જેમ પ્રચંડ, પ્રકાંડ દંડનીતિ, સમુદ્ર સમાન ગંભીર, યુદ્ધમાં દુધર તથા ધનુર્ધર હેય છે. તે રાજવંશમાં તિલક સમાન હોય છે. બલદેવના હાથમાં હલ હોય છે અને વાસુદેવ ધનુષ્ય રાખે છે. વાસુદેવ શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નન્દક ધારણ કરે છે. એમના મુકુટમાં શ્રેષ્ઠ, ઉજજવલ, શુકલ, વિમલ, કૌસ્તુભમણિ આવેલે હોય છે અને કાનમાં કુંડળ હોય છે. એમની આંખ કમલ સમાન હોય છે. એમની ડેકમાં એકાવલી હાર હોય છે. શ્રીવત્સનું લાંછન હોય છે. તથા પંચરંગી સુગંધિત ફૂલોની માળા હોય છે. એમના અંગઉપાંગમાં આઠસે પ્રશસ્ત ચિહ્નો હોય છે. એમનાં અંગઉપાંગ સર્વાગ સુંદર હોય છે. બલદેવ નીલ અને વાસુદેવ પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરે છે. બલદેવ નિદાનરહિત હેય છે, જયારે વાસુદેવ નિદાનકત હોય છે. બલદેવ ઊર્ધ્વગામી હોય છે જ્યારે વાસુદેવ અધોગામી હોય છે. પ્રતિવાસુદેવને વાસુદેવ પરાજીત કરે છે અને અંતમાં સ્વચક્રથી જ પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે."
બલદેવ-વાસુદેવના પૂર્વભવ અંગે તથા બધાનાં નામ, માતા પિતાનાં નામ વગેરેનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં થયું છે. અચલ બલદેવ એંસી ધનુષ્ય ઊંચા હતા, વિજય બલદેવ તોતેર લાખ વર્ષ આયુષ્ય ભોગવી સિદ્ધ થયા. સુપ્રભ બલદેવ એકાવન લાખ વર્ષ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા. નંદન બલદેવ તેત્રીસ ધનુષ્ય ઊંચા હતા તથા રાજ બલદેવ દશ ધનુષ્ય ઊંચા હતા.
મહાબલ બીજા અબ્ધમાં શ્રમની કથાઓ આપવામાં આવી છે. સર્વ પ્રથમ મહાબલનું પવિત્ર ચરિત્ર આપવામાં આવ્યું છે. મહાબલ વિમલનાથ અરિહંતના સમયમાં થઈ ગયા. એમને જન્મ હસ્તિનાપુરના બલરાજાને ત્યાં પ્રભાવતી રાણીની ૧. જખદીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૩. ૨. આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૩૬. ૩. સરખા ઃ અંગત્તર નિકાય (૫/૧૧માં દર્શાવવામાં આવ્યું છે કે ચક્રવતીનું ચક પાછું ફરતું નથી. તેનાં પાંચ
કારણ બતાવવામાં આવ્યાં છે તે અથરી હોય છે. તે ધર્મ હોય છે. તે મર્યાદાશીલ હોય છે, કાલા હોય છે અને
પરિષદને જાણનારો હોય છે. ૪. આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૧૫. પ. આવશ્યકનિર્યુક્તિભાષ્ય; ગાથા ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org