SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ચક્રવતીની નવનિધિઓ સમ્રાટ ભરતની પાસે નવનિધિઓ હતી. જેનાથી તેઓ મનવાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરતા હતા. નિધિને અર્થ ખાને છે. આચાર્ય અભયદેવ પ્રમાણે ચક્રવતીને પોતાને રાજય માટે ઉપયેગી બધી વસ્તુઓની પ્રાપ્તિ નવનિધિઓ દ્વારા થાય છે. એટલે એની નવનિધાનરૂપે ગણના થઈ છે. (સ્થાનાંગ. વૃત્તિ પત્ર ૪૨ ૬) તે નવનિધિઓ નીચે પ્રમાણે છે: 1. નૈસનિધિઃ આ નિાધ પ્રામ-નગર-દ્રોણુમુખ-મંડપ વગેરે સ્થાનનું નિર્માણ કરવામાં સહાયક થાય છે. ૨. પાંડુકનિધિ : માન–ઉન્માન અને પ્રમાણુનું જ્ઞાન કરાવે છે. તથા ધાન્ય અને બીજને ઉત્પન્ન કરે છે. ૩. પિગલનિધિ : આ નિધિ મનુષ્ય તેમજ તિયોનાં સર્વવિધ આભૂષોને વિધિનું જ્ઞાન કરાવનારી છે તથા યેગ્ય આભરણ પ્રદાન કરનાર છે. ૪. સવરત્નનિધિ: આ નિધિથી વજ, વૈદુર્ય, મરત, માણિકય, પરાગ, પુખરાજ વગેરે બહુમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય છે. ૫. મહાપદ્મનિધિ : આ નિધિ સર્વ પ્રકારનાં શુદ્ધ તેમજ રંગીન વસ્ત્રોની ઉત્પાદિકા છે. કઈ કઈ ગ્રંથમાં એનું નામ પદ્મનિધિ પણ છે. ૬. કાલનિધિ : વર્તમાન, ભૂત, ભવિષ્ય, કૃષિકમ, કલાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આ નિધિ કરાવે છે. ૭, મહાકાલનિધિ : સોના, ચાંદી, મેતા, પ્રવાલ, લોખંડ વગેરેની ખાણ ઉત્પન્ન કરાવવામાં સહાયક બને છે. ૮. માણનિધિ : કવચ, ઢાલ, તલવાર, વગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય આયુધ, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેની જાણકારી કરાવનારી છે. ૯. શખનિધિ વિવિધ પ્રકારનાં વાઘ, કાવ્ય-નાટય–નાટક વગેરેના વિધિ અંગે જ્ઞાન કરાવનારી. આ બધી વિધિઓ અવિનાશી હોય છે. દિગવિજયથી પાછા વળતી વખતે ગંગાના પશ્ચિમ તટ પર અઠ્ઠમતપ તદુપરાન્ત ચક્રવતો સમ્રાટને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક નિધિ એક એક હજાર વર્ણો વડે અધિષ્ઠિત હોય છે. એની ઊંચાઈ આઠ એજન, પહેળાઈ નવજન તથા લંબાઈ દશ જન હોય છે. આ બધી નિધિઓ સ્વર્ણ અને રત્નથી પરિપૂર્ણ હેય છે, ચંદ્ર અને સૂર્યનાં ચિહ્નોથી તે ચિહ્નિત હેાય છે તથા પોપમ આયુવાલા નાગકુમાર જાતિના દેવ તેના અધિષ્ઠાપક હોય છે. આ નવ નિધિએ કામવૃષ્ટિ નામક ગૃહપતિરત્નના આધીનમાં હતી. તેમજ ચક્રવતીના સમસ્ત મને રથને સદૈવ પૂર્ણ કરતી હતી. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં આ નવ-નિધિઓનાં નામ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે. ૧. મહા૫દ ૨, પદ્મ ૩. શંખ ૪. મકર ૫. કરછપ ૬. મુકુંદ ૭. કુંદ ૮. નીલ અને ૯, પર્વ. આ નિધિઓને કુબેરને ખજાને પણ કહેવામાં આવે છે. ભરત મહારાજાએ સાઠ વર્ષના સમયગાળામાં ખ, ખંડ પર વિજયપતાકા લહેરાવી ચકરત્નનું અનુસરણ કરતા વિનીતાનગરી તરફ પ્રસ્થાન કર્યું. બત્રીસ હજાર મુકુટધારી મહારાજાઓ ભરતને આધીન હતા વિનીતા નગરી લાંબા સમય પછી પોતાના સ્વામીને પામીને ગર્વથી ફુલાતી હતી. ખ ખંડ પર વિજય પ્રાપ્ત કરવાને કારણે એક વિશાલ અભિષેકમંડપ તૈયાર કરવામાં આવ્યો અને ભરત મહારાજાએ આભિયોગિક દેવને કહ્યું: “મારે મહાભિષેક કરે.” આભિગિક દેવાએ ભરત મહારાજને અભિષેક કર્યો. બત્રીસ હજાર રાજાઓ તથા સેનાપતિરત્ન, સાર્થવાહરત્ન, વાધ કિરત્ન, પુરોહિતરત્ન વગેરેએ પણ ભરતને મહાભિષેક કર્યો તથા પિતાના કર્તવ્યનું પાલન કર્યું. ભરત મહારાજ એકવાર સ્નાનાદિથી પરવારીને શીશમહેલ ગયા. શીશમહેલમાં જઈને સિંહાસન પર બીરાજમાન થયા. ચારેબાજુ પિતાનાં રૂપ(નું પ્રતિબિંબ) જોઈને આંતરરૂપ પ્રત્યે આકૃષ્ટ થયા. શુદ્ધ પરિણામોની ધારા પ્રવાહિત થઈ. ૧. (૪) ત્રિષષ્ઠિ. ૧, ૪ (ખ) ઠાણુાંગસૂત્ર, ઠાણ ૮, સૂત્ર ૧૬ (ગ) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચક્રવતી અધિકાર (ધ) હરિવંશપુરાણ, સર્ગ, ૧૧ (ડ) માધનંદીવિરચિત શાસ્ત્રસારસમુચ્ચયસૂત્ર ૧૮ પૃ. ૭૪ ૨. ત્રિષષ્ટિ. ૧, ૪, ૫૭૪-૫૮૭. ૩. હરિવંશપુરાણુ જિનસેન ૧૧, ૧૨૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy