SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ: એક સમીક્ષાત્મક અધ્યયન વાયુપુરાણ, લિંગપુરાણ, સ્કન્દપુરાણ, માર્કડેયપુરાણ, શ્રીમદ્ ભાગવતપુરાણ, આગ્નેયપુરાણ, વિષ્ણુપુરાણ, કર્મ પુરાણ, શિવપુરાણ, નારદપુરાણુ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટરૂપમાં ઉલ્લેખ છે કે ઋષભપુત્ર ભરતના નામ પરથી જ પ્રસ્તુત દેશનું નામકરણ ભારતવર્ષ' થયું. પાશ્ચાત્ય વિદ્વાન શ્રી. જે. સ્ટીવેન્શનનો અભિપ્રાય પણ આવો જ છે અને પ્રસિદ્ધ ઈતિહાસગ્ન ‘ગંગાપ્રસાદ એમ. એ.૧૨ તથા ‘રામધારીસિંહ દિનકર'નુ૧૩ પણ આવું જ મંતવ્ય છે. ભરત મહાન પ્રતિભાસંપન્ન, પ્રતાપશાલી તેમજ પરમ યશસ્વી સમ્રાટ હતા. અન્ય સમ્રાટોનું જીવન જયારે ભૌતિક દૃષ્ટિએ મહાન હોય છે, ત્યારે ભરત ચક્રવતી ભૌતિક દૃષ્ટિએ જ નહીં, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહાન હતા. જે દિવસે ભગવાન ઋષભને કેવલજ્ઞાન થયું, તે દિવસે ભારતની આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. એ સમાચાર સાંભળી એમણે મુકુટ સિવાય અન્ય બધાં પહેરેલાં આભૂષણો આયુધશાલાના રક્ષકને પ્રદાન કર્યા. પહેલાં એમણે ભગવાનને વંદન કરી કેવલજ્ઞાન–મહત્સવ ઊજવ્યો. એની પછી સ્વયં આયુધશાલામાં ચક–રત્નને પ્રણામ કર્યા તેમજ અષ્ટાબ્લિકા મહત્સવ કર્યો એક હજાર દે વડે સેવાતું ચક–રત્ન આકાશમાર્ગે ચાલીને વિનીત નગરીના મધ્ય ભાગમાં થઈને ગંગાને દક્ષિણ તટથી માગધ તીર્થની તરફ આગળ વધ્યું. ચક્ર-રત્ન દ્વારા પ્રદર્શિત માગને અનુસરતા ભરત–ચક્રવતી પાછળ પાછળ ચાલ્યા. માગધ તીર્થ પર જઈને એમણે લવણુ સમુદ્રમાં પ્રવેશ કર્યો અને બાણ છોડયું. નામાંક્તિ બાણ બાર યોજન દૂર માગધ તીર્થાધિપતિ દેવના ત્યાં પડયું. આ જોઈ પહેલાં તો તે ગુસ્સે થયે, પણ ભરત ચક્રવતીનું નામ વાંચીને તે ઉપહાર લઈને આવ્યા. આ પ્રમાણે ચક્ર-રત્નની પાછળ પાછળ ચાલીને વરદાન તીર્થ કુમાર દેવને પિતાને આધીન કર્યો. એ પછી પ્રભાસકુમાર દેવ, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકુમાર, કૃતમાલદેવ વગેરેને આધીન કરતા કરતા ભરત સમ્રાટે અખંડ પર વિજય વાવટા ફરકાવ્યો. ૧. હિમહિર દક્ષિણું વર્ષ ભરતાય ન્યદયત્ તસ્માદ્ ભારતવર્ષ તસ્ય નાસ્ના વિદુર્બધાઃ – વાયુપુરાણ, ૩૩.પર. ૨. હિમાદ્દે દક્ષિણ વર્ષ ભરતાય ન્યયત | તસ્મત્ત ભારતવર્ષ તસ્ય નાખ્યા વિદ્રબુધા – લિંગપુરાણ, ૪૬,૨૪ ૩. નાભે પુત્રસ્ય ઋષભઃ ઋષભાદ્દ ભરત અભવત, તસ્ય નાગ્ના વિદં વર્ષ ભારત ચેતિ કાર્ય – સ્કન્દપુરાણ, કૌમારખંડ, ૩૭/૫૭ ૪. હિમાહ દક્ષિણ વર્ષ ભરતાય પિતા દો, તસ્માસુ ભારતવર્ષ તસ્ય નાસ્ના મહાત્મનઃ - માર્કંડેયપુરાણ, પ૨૦૪૧ ૫. (ક) યેષાં ખલુ મહાયોગી ભર જયેષ્ઠઃ શ્રેષ્ઠગુણ, આસીદુ યેને વર્ષ ભારતમિતિ વ્યપદિશાંતિ, (ખ) અજનાભે ના તદ્દવર્ષ ભારતમિતિ યત આરંભ્ય દિશંતિ ! – શ્રીમદ્ ભાગવતપુરાણ, ૫૪. ૬. ભરતાદ્ ભારત વર્ષ. – આગ્નેયપુરાણ, ૧૦૭/૧ર. ૭. ઋષભાભરતો જઃ જયેષ્ઠ પુત્રશતાગ્રજ: તસ્ય રાજયે સ્વધર્મોણ તથષ્ટ વા વિવિધાનૂ મખાના અભિષિય સુતં વીરં ભરત પૃથ્વી પતિઃ, તપસે સ મહાભાગઃ પુલહસ્થાશ્રમં યે || તતશ્ય ભારત વર્ષમતલેકેવુ ગીતે. – વિષ્ણુપુરાણ, અંશ ૨, અ૦ ૧,૨૮,૨૯, ૩૨ ૮. ઋષભાભરતા જ વીરઃ પુત્રશતાગ્રજ, સોભિષિર્ષભઃ પુત્ર ભરત પૃથ્વીપતિઃ – કર્મપુરાણ, ૪૧,૩૮. ૯ખડાતિ કલ્પયામાસ નવા પિ હિતાય ચ, તત્રાઅપિ ભરતે જયેષ્ઠ ખર્ષે અમિન સ્પૃહણીયકે | તન્નાસ્ના ચિવ વિખ્યાત ખંડ ચ ભારત તદા ! સર્વપ્નવિચરખંડેષુ શ્રેષ્ઠ ભરતમુચ્યતે – શિવપુરાણ, પ૨/૫૫. ૧૦. આસીત પુરા મુનિશ્રેષ્ઠ “ભરત નામ ભૂપતિઃ | આર્ષભે યસ્ય નાને ભારત ખંડમુચ્યતે | – નારદપુરાણ, ૪૮ 99. Brahamanical Puranas prove Rishabh to the father of the Bharat, from whom India too K to name 'Bharatvarsha.' -- Kalpasutra Introd. P. XVI, ૧૨. ઋષિઓએ આપણું દેશનું નામ પ્રાચીન ચક્રવતી સમ્રાટ ભરતના નામ પરથી ભારતવર્ષ રાખ્યું. - પ્રાચીન ભારત, ૫, ૫. ૧૩. ભરત વૃષભદેવના જ પુત્ર હતા, જેના નામ પરથી આપણું દેશનું નામ ભારત પડયું. -સંસ્કૃતિ કે ચાર અધ્યાય, પૃ. ૧૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy