________________
૪૪
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
સંક્ષેપમાં ભગવાન મહાવીરનું તપ કર્મ આ પ્રમાણે થયું: એક છમાસી તપ
નવ ચાતુર્માસિક તપ એક પાંચમાસી તપ
બે ત્રિમાસિક બે સાઈદ્વિમાસિક
એક મહાભદ્ર પ્રતિમા (ચાર દિવસ) છ દ્વિમાસિક
એક સર્વતોભદ્ર પ્રતિમા (દસ દિવસ) બે સાર્ધમાસિક
બસો ઓગણત્રીસ છદ્ ભક્ત બાર માસિક અર્થાત્
બાર અષ્ટ ભક્ત એક એક માસનું તપ (૧૨ મા ખમણુ કર્યા) બોતેર પાક્ષિક
ત્રણસો ઓગણપચાસ દિવસ પારણુના એકભદ્ર પ્રતિમા (બે દિવસ) એક દિવસ દીક્ષાને
આચારાંગસૂત્ર અનુસાર ભગવાન મહાવીરે દશમભક્ત વગેરે તપસ્યા પણ કરી હતી. બધું મળીને ભગવાન મહાવીરે પિતાના સાધકજીવનમાં ૪૫૧૨ દિવસમાંથી કેવળ ૩૪૯ દિવસ આહાર પ્રહણ કર્યો હતો તથા ૪૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી.
આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરની વિહારચર્યાનું સજીવ નિરૂપણ છે. ભગવાન મહાવીરના તપ સાથે ધ્યાનની સાધના અચૂક સંકળાયેલી હતી. ભગવાન એક એક પ્રહર સુધી ત્રાંસી ભીંત પર આંખ લગાવીને ધ્યાન કરતા હતા. તિરિય ભિત્તિ ચકખુમાસજજ અંત ઝાતિ” અહીં જે “તિરિયભિત્તિ” શબ્દ આવે છે તે ચિંતનીય છે. આચાર્ય અભયદેવે ભગવતીમાં “તિર્થ ગુભિત્તિ’ નો અર્થ પ્રાકાર, વરંડા વગેરેની ભીંત અથવા પર્વતની ખીણુ કર્યો છે. બૌદ્ધ સાહિત્યમાં પણ વર્ણન પ્રાપ્ત થાય છે કે સાધક ભીંત પર દષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરે, જ્યારે ભગવાન ત્રાંસી ભીતિ પર દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. ત્યારે આંખની કીકીઓ ઉપર ઉચકાઈ જતી હતી. જેને નીહાળીને બાળકોની મંડળી ભયભીત થઈ જતી હતી, અને તે બાળકે ટોળાઓમાં ભેગા મળીને એટલો બધો ઘોંઘાટ કરતાં હતાં કે સામાન્ય સાધક આવું ધ્યાન ન કરી શકે. પણ ભગવાન એવું વિઘ્ન ઉપસ્થિત થયા છતાં ધ્યાનમાં મગ્ન જ રહેતા.૪ ભગવાન મહાવીર એકાંત સ્થાન ન મળવાથી જ્યારે ગૃહસ્થ તથા અન્યતીથિકાના સંકુલ સ્થાન પર રહેતા હતા ત્યારે એમના અદ્દભૂત રૂપયૌવનને જોઈને કામાતુર સ્ત્રીઓ અને પ્રાથના કરતી અને ધ્યાનમાં વિઘ ઉપસ્થિત કરતી હતી. મહાવીર અબ્રહ્મનું સેવન ન કરતાં ધ્યાનમાં જ લીન રહેતા હતા. કેટલીય વાર વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછનાર લેકે એમના ધ્યાનમાં વિદન ઉપસ્થિત કરતા, પણ ભગવાન કઈને કંઈ પણ ન કહેતા. જે એકાંત સ્થાન મળી જતું તો મહાવીર ત્યાં ચાલ્યા જતા અને એવું સ્થાન ન મળે તે ભીડમાં પણ પોતાની જાતને એકાકી બનાવીને ધ્યાનસ્થ રહેતા હતા. જેઓ ભગવાનનું અભિવાદન કરતા હતા તેને પણ મહાવીર આશીર્વાદ આપતા ન હતા. કે, કેટલાક ભાગ્યહીને એ પ્રભુને ડંડાથી માર્યા, એમના પર પાછળ કૂતરા છોડયા, તોપણ એમણે એમને શાપ આપ્યો નહીં. સમૌન રહીને તેઓ ૧. (ક) આવશ્યકનિર્યુક્તિ, ૪૦૯-૪૧૬
(ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૬૧ થી ૧૯૬૮ (ગ) આવ ૦ હરિભદ્રીયાવૃત્તિ, ૨૨૭–૨૨૮ (ધ) આવશ્યક, મલ ૦ વૃત્તિ ૨૮૮–૨૯૮ (ડ) મહાવીરચરિયું, (ગુણચંદ્ર) ૭, ૨૫૦
(ચ) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૬૫-૬૫૬ ૨. છટ્રણ એગયા ભૂજે અદૂવા અમેદસમેણુ, દુવાલસમેણુ એગયા ભુજે પદમાણે સમાહિ અપડિનને
– આચારાંગ, ૧, ૯, ૪, ૭ ૩. ભગવતીસૂત્ર, વૃત્તિ, પત્ર ૬૪૩-૬૪૪ ૪. આચારાં –શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨ ૫. આચારાંગ–શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨ ૬. આચારાંગ-શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨
જનને પભાવે જિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org