SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૪૩ સંગમદેવે ભગવાન મહાવીરને એક રાત્રિમાં વીસ ભયંકર ઉપસર્ગ આપ્યા અને તે પછી પણછ માસ સુધી પ્રભુની સાથે રહીને એમને ભયંકર કષ્ટ આપતા રહ્યા, પરંતુ ભગવાનને તે વિચલિત કરી શક્યો નહીં. આ પ્રસંગ પણ આચારાંગ અને કલ્પસૂત્ર વગેરેમાં નથી, પરંતુ આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે અનેક શ્વેતાંબર ગ્રંથમાં એ પ્રાપ્ત થાય છે. - એક વાર ભગવાન મહાવીરે ઘોર અભિગ્રહ ગ્રહણ કર્યો. : દ્રવ્યમાં–અડદના બાકળા હોય, સૂપડાના ખૂણામાં પડેલા હોય, ક્ષેત્રની દ્રષ્ટિએ દાતાને એક પગ ડેલીની અંદર હોય અને એક પગ બહાર હોય, કાળની દ્રષ્ટિએ ભિક્ષાચારીની અતિક્રાન્તવેલા હાય, ભાવની દ્રષ્ટિએ રાજકન્યા હોય, છતાં દાસત્વ પ્રાપ્ત કર્યું હોય તથા શંખલાબદ્ધ હોય, મસ્તક મંડાવેલ હોય, ત્રણ દિવસથી ઉપવાસી હેય, એવા સંજોગો માં મને ભિક્ષા મળે તો મારે લેવી છે, અન્યથા છ માસ સુધી મારે ભિક્ષા લેવી નથી કઠોરતમ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ભગવાન મહાવીર કેશાબીની ઝૂંપડીઓથી આરંભી ઊંચા ઊંચા મહેલમાં પધાર્યા પણ કાંઈ પણ લીધા વગર પાછા ફર્યા, પાંચ માસ અને પચ્ચીસ દિવસ વીતી જવા છતાં પણ એમની મુખમુદ્રા એવી ને એવી જ તેજસ્વી રહી હતી. અંતમાં ચંદનબાલાના હાથે ભગવાનને અભિગ્રહ પૂર્ણ થયે.૪ ભગવાન મહાવીરને સાધના કાળમાં પ્રવેશ કરવાની સાથે જ પ્રથમ ઉપસર્ગ ગોપાલે આ હ. તેમજ અંતિમ ઉપસર્ગ પણ ગોપાલ દ્વારા જ આપવામાં આવ્યું. ગોપાલે ભગવાન મહાવીરના કાનમાં ખીલીઓ (કાંસાની તિક્ષણ શલાકાઓ ) ઠોકી. આ શલાકાઓ કોઈ જોઈ ન જાય એટલા માટે એને બહાર નીકળતા ભાગ કાપી નાંખવામાં આવ્યું. પ્રભુને અત્યધિક વેદના થવા છતાં તેઓ પૂર્ણ પણે શાંત તેમજ પ્રસન્ન રહ્યા. ખરક વૈદ્ય જ્યારે ભગવાન ધ્યાનસ્થ હતા, ત્યારે એમના શરીર પર તેલનું મર્દન કર્યું અને સાણસીથી પકડીને શલાકાઓ બહાર કાઢી. કાનમાંથી લેહીની ધારા નીકળી પડી. વૈદ્ય “સંહણું ઔષધિ” થી લેહી બંધ કરી દીધું." ભગવાન મહાવીરને જે શતાધિક ઉપસર્ગ પ્રાપ્ત થયા, એ બધા ઉપસર્ગોમાં આ ઉપસર્ગ સર્વથી મોટો હતો. ગોપાલને તીવ્ર અશુભ ભાવના થવાથી તે મરીને સાતમા નરકમાં ગયો અને વૈદ્ય ખરકની પ્રશસ્ત ભાવના હોવાથી તે દેવકને અધિકારી બન્યો. આવશ્યકનિર્યુક્તિ પ્રમાણે અન્ય તીર્થકરોની અપેક્ષાએ મહાવીરનું તપ કર્મ અધિક ઉત્કૃષ્ટ હતુ. બાર વર્ષ અને તેર પક્ષના લાંબા સમય દરમ્યાન કેવલ ત્રણસો ઓગણપચાસ (૩૪૯) દિવસે ભગવાને આહાર ગ્રહણ કર્યો અને બાકીના દિવસોએ નિર્જલ અને નિરાહાર રહ્યા હતા ? ૧. આવસ્યકનિર્યુક્તિ, ૩૮૦ ૨. વિશેષાવશ્યભાષ્ય, ૧૯૩૨ ૩. આવશ્યકચૂર્ણિ, ૩૧૬–૩૧૭ ૪. આવશ્યકચૂર્ણિ, ૩૧૯ ૫. આવશ્યકચૂર્ણિ, ૫. ૩રર ૬. (ક) અહવા જહન્નગાણ ઉવરિ કડપૂયણસીત મજિઝયાણ કાચ ઉકાસગણ ઉવરિપસલૂહરણું –આવશ્યકચૂર્ણિ, પૂ. ૩૨૨ (ખ) મહાવીરચરિયું, ૭, ૨૫૦ ૭. એણું ગણુ આરધા ઉવસગ્ગા ગે વેણ ચેવ નિક્િતા, ગે સત્તમિતે ખરતા ય દિયલેગ તિવમપિ ઉદીર તાવિ સદ્દભાવા ! આવશ્યકચૂર્ણિ, ૫, ૩૨૨ ૮. ઉગ્ન ૨ તકર્મ વિશેસ વૃદ્ધ માણસ ! – આવશ્યકનિર્યુક્તિ ૯. (ક) તિરણ સતે દિવસાણું અકણાપણે વ પારણીકાલે ઉકકુડુચણિ સેજપણ ઠિત પડિમાણે સતે બહુએ ! –આવશ્યકનિયુક્તિ, ૪૧૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy