________________
૪૨
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
આપ્યું. પ્રથમ વાર એટલાં દુઃખે એક સાથે આવી પડ્યાં કે એમને કંઈક થાકને અનુભવ થશે. અને ભગવાનને દશ સ્વપ્ન આવ્યાં. આ દશ સ્વપ્નોને ઉલેખ પ્રસ્તુત ગ્રંથમાં થયું છે. આ દશ સ્વને ભગવાનના જીવનને પ્રતિબિબિંત કરી રહ્યાં હતાં.
અંગુત્તરનિકામાં તથાગત બુધે પણ પિતાની સાધનાની અંતિમ રાત્રિએ પાંચ સ્વપ્ન જોયાં એવો ઉલ્લેખ છે. જેને સંબંધ એમના ભાવી જીવન સાથે હતે. બુદ્ધ સ્વપ્નમાં જોયું કે હું એક મહાપર્યક (પલંગ) પર સૂતેલ છું. હિમાલયને તકિયા તરીકે રાખે છે. ડાબા હાથથી હું પૂર્વ સમુદ્રને સ્પશી રહ્યો છું અને જમણા હાથથી પશ્ચિમ સમુદ્રને સ્પર્શ કરી રહ્યો છું. મારા પગ દક્ષિણ સમુદ્રને અડકે છે. આ સ્વપ્નને અર્થ છે કે મને પૂર્ણ બધિ પ્રાપ્ત થશે. બુદ્દે બીજા સ્વપ્નમાં જોયું : “તિર્યા' નામનું એક વૃક્ષ એમના હાથમાં પેદા થયું અને તે વૃક્ષ અનંત આકાશને સ્પર્શ કરવા લાગ્યું. આ સ્વપ્નનું ફલ એ થશે કે, હું અષ્ટાંગિક માર્ગનું નિરૂપણ કરીશ. ત્રીજા સ્વપ્નમાં એમણે જોયું કે સફેદ કીડો જેનું મસ્તક કાળું છે તે કોડ મારા ઘૂંટ સુધી ધીમે ધીમે ચાલે છે. એને અર્થ એકે, શ્વેત વસ્ત્રધારી ગૃહસ્થનું શરણુગત બનવું. બુધે ચોથા સ્વપ્નમાં જોયું : રંગબેરંગી ચાર પક્ષી ચાર દિશાઓમાંથી આવી રહ્યાં છે અને તે પક્ષીઓ એમનાં ચરણે પડે છે. અને પડતાની સાથે જ તેઓ સફેદ થઈ જાય છે. આ સ્વપ્નનું તાત્પર્ય એ છે કે ચારે વર્ણવાળા લોકો મારી પાસે દીક્ષિત થશે અને તેઓ નિર્વાણને પ્રાપ્ત કરશે. પાંચમા સ્વપ્નમાં એમણે જોયું કે, તે ગોબરના એક પર્વત પર ચાલી રહ્યા છે. આ પર્વત પર તેઓ ન તે સરકી જાય છે કે ન તો ગબડી પડે છે. આ સ્વપ્નનું ફળ એ કે હું ભૌતિક સુખ–સુવિદ્યાઓ હોવા છતાં પણ હું અનાસક્ત રહીશ.
ભગવાન મહાવીરે સાધનાકાલમાં દશ સ્વપ્નાં જેવાં, જ્યારે બુધે પાંચ સ્વપ્ન જોયાં. ભગવતીસૂત્ર વગેરેમાં એ સ્પષ્ટ નથી કે આ સ્વને એમણે સાધનાકાલના કયા વર્ષ માં જોયાં ? કેટલાક લેખકે એ કેવલજ્ઞાન પહેલાં ભગવાન મહાવીરે દશ સ્વપ્ન જોયાં એ ઉલ્લેખ કર્યો છે. આવશ્યકનિક્તિમાં ભગવાન મહાવીરે તે સ્વપ્ન પ્રથમ વર્ષાવાસના સેળમાં દિવસે જોયાં એ સ્પષ્ટ સંકેત છે. ચંડકૌશિકને પ્રતિબોધ આપવાનો પ્રસંગ પણ આચારાંગ તથા ક૯પસૂત્ર વગેરેમાં નથી. આવશ્યકચૂણિક, મહાવીરચરિયું–નેમીચંદYગુણચંદ્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં ચંડકૌશિકને મહાવીર દ્વારા પ્રતિબંધ કરવામાં આવે એવું વર્ણન છે. વિનયપિટક મહાવગ્નમાં બુદ્ધ દ્વારા ચંડનાગ પરના વિજયને ઉલ્લેખ છે. બન્ને પ્રસંગમાં ઘણી બધી સમાનતા છે. તથાગત બુદ્ધ એક વાર કાશ્યપ જટિલના આશ્રમમાં ગયા અને એમણે કહ્યું : કાશ્યપ, હું તારી અગ્નિશાળામાં નિવાસ કરવા ઇચ્છું છું. કાશ્યપ પુરુલે વિનમ્રપણે જણાવ્યું કે, ભગવાન આમાં મને કોઈ મુશ્કેલી નથી, પરંતુ ત્યાં આગળ અત્યંત ચંડ, દિવ્ય શક્તિવાળે આશીવિષ નાગરાજ રહે છે, જે કદાચ આપને દુઃખ આપે. તથાગત બુદ્ધ ઉત્તરમાં કહ્યું : એ નાગ મને કેઈપણ પ્રકારનું દુઃખ આપશે નહીં. ધણીબધી વાર કહેવાને કારણે પુરુલે બુદ્ધને ત્યાં રહેવાની અનુમતિ આપી. બુદ્ધ પિતાનું આસન પાથરી ત્યાં બેસી ગયા. નાગરાજ બુદ્ધને જોઈને ખૂબ ગુસ્સે થયે. તે ઝેરી જવાળા ફેંકવા લાગ્યા. બુદ્ધ પિતાના વિશિષ્ટ યોગબળથી નાગરાજની ચામડી, માંસ, હાડકાં, મજજાને કંઈ પણ ક્ષતિ પહોંચાડયા વિના એનું સમગ્ર તેજ ખેંચી લીધું. પ્રાતઃકાલમાં એને પિતાના પાત્રમાં મૂકીને પુરૂવેલ કાશ્યપને બતાવીને કહ્યું કે હવે આ નાગરાજ પૂર્ણ પણે નિર્વિષ થઈ ગયા છે. આ નાગરાજ હવે કોઈને પણ નુકશાન કરી શકશે નહીં. ભગવાન મહાવીરે ચંડકૌશિકનો ઉદ્ધાર કર્યો ત્યારે, તથાગત બુદ્ધ ચંડનાગ પર વિજય પ્રાપ્ત કર્યો. પ્રસંગ સમાન હોવા છતાં પણ બન્નેની પ્રક્રિયામાં અને શૈલીમાં ઘણું બધું અંતર છે. મહાવીરને પ્રસંગ અધિક પ્રભાવોત્પાદક છે. મહાપુરુષ નેહ, સદ્દભાવના, પ્રેમ, કરુણા અને અહિંસાનું અમૃત વહેચે છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યારૂપી નાગના ભયંકર વિષથી તેઓ પોતે તે મુક્ત થાય છે અને વિશ્વને પણ અભય બનાવે છે.
૧. (ક) અગત્તરનિકાય, ૩–૨૪૦ (ખ) મહાવસ્તુ, ૨, ૧૩૬ ૨. પ્રસ્તુત સ્વપ્નનું ફળ “ભગવતી’માં એ જમમાં મોક્ષ-પ્રાપ્તિ થશે એમ માનવામાં આવ્યું છે. –ભગવતી, ૧૬/૬ સૂત્ર ૫૮૦ ૩. આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૨૬૯ ૪. આવશ્યકચૂર્ણિ, પૃ. ૨૭૮ ૫. મહાવીરચરિયું, નેમીચંદ, ૯૬૩–ગુણચંદ્ર, ૫, ૧૪૮ ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧૦/૩/૨૨૫-૨૨૮ ૭. વિનયપિટક મહાવચ્ચ, મહાબંધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org