________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
પ્રકૃદ્ધિ કાત્યાયન સંજય વિરટ્ટીપુત્ર, તથાગત બુદ્ધ વગેરે વિચારકે તત્કાલીન સમસ્યાઓ ઉકેલી રહ્યા હતા.
એ સમયે વૈદિક સંસ્કૃતિમાં ઉછુંખલતા, અમાનવીયતા તેમજ ઘનઘેર અંધકારના મદમાં ક્રરતા પ્રદીપ્ત હતી. યજ્ઞમાં મૂક પશુ-પક્ષી અને નિરપરાધી નર-નારી તથા શિશુસમુદાયને સમર્પિત કરવામાં આવતાં હતાં. “યજ્ઞામ પશવઃ ભ્રષ્ટા સ્વયમેવ સ્વયંભુવા' અને વૈદિક હિંસા હિસા ન ભવતિ’ આ પ્રમાણેના અનુચિત નારા લગાવીને યજ્ઞ વગેરે અનુષ્ઠાનેનું ઔચિત્ય પ્રગટ કરવામાં આવતું હતું. જાતિવાદ તેમજ વર્ગ વાદની સીમાએ અત્યંત સંકીર્ણ થઈ ગઈ હતી. શુદ્ર વર્ગને પતિત માનવામાં આવતા હતા. વેદાધ્યયનને એને અધિકાર ન હતો. કદાચ વેદને શબ્દ એના કર્ણપટ્ટ પર પડી જતો તો એના કાનમાં સીસું ભરવામાં આવતું તથા વેદના શબ્દોચ્ચાર માટે જીભ કાપી નાખવામાં આવતી હતી. આ પ્રમાણે જનસાધારણના જીવન સાથે આ ખેલ કરવામાં આવતું હતું. યજ્ઞહિંસાની સાથે સાથે જાતિગત હિંસા પણ ઓછી ન હતી. ગરીબ-અમીર તથા દાસ અને સ્વામી, આભિજાત્ય અને નીચા વર્ગોની વચ્ચે ઊંડી ખાઈ ખેદાઈ ગઈ હતી સમગ્ર સમાજમાં મંદતા હતી. એ સમયે મહાવીર ભગવાનને જન્મ થાય છે.
મહાવીરના જીવનમાં થયેલી ગર્ભાપહરણની ઘટના પ્રાચીનતમ આગમ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. મથુરામાંથી પ્રાપ્ત એક લેટ (ક્રમાંક ૧૮) પર પણ ડો ખૂલરે “ભગવાને મેસા' શબ્દ વાંચે છે જે શબ્દો મહાવીરના ગર્ભ–પરિવર્તનના પ્રસંગને સૂચક છે. પ્રસ્તુત ગ્રંથમાં આ ઘટના વિસ્તારથી નિરૂપિત છે. વાસી રાત્રિ પસાર થઈ ગયા પછી ઈદ્રના આદેશથી હરિૉગમે ષી દેવે દેવનન્દાની કુક્ષીમાંથી સંહરણ કરીને એને (ગર્ભને) ત્રિશલા ક્ષત્રિયાણુની કક્ષામાં પ્રસ્થાપિત કર્યો. ચૈત્ર સુદ તેરસે ભગવાન મહાવીરને જન્મ થયો. આચારાંગ, કલ્પસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવ૫કભાષ્ય વગેરે પ્રાચીન સાહિત્યમાં મહાવીર દ્વારા મેરુને કંપાયમાન કરવાને પ્રસંગ નથી. આ પ્રસંગ સર્વપ્રથમ પઉમચરિયું વિમલસૂરિએ નો છે ઃ મેરવતીને પોતાના અંગૂઠાથી રમતમાત્રમાં ભગવાને હલાવી દીધો હતો એટલે સુરેદ્રોએ એમનું નામ મહાવીર પાડયુ. આ પછી આચાર્ય શીલાંક, આચાર્ય નેમચન્દ્ર, આચાર્ય ગુણચંદ્ર, આચાર્ય હેમચંદ્રઉં અને કલ્પ સૂત્રની વિવિધ ટીકાઓમાં વિસ્તારથી આ પસંગ નિરૂપે છે.
વિમલસૂરિ તથા દિગંબર આચાયે રવિણે–આ બન્નેએ પ્રસ્તુત પ્રસંગની સાથે ભગવાન મહાવીરના નામકરણના પ્રસંગને પણ સાંકળે છે. પરંતુ અન્ય આચાર્યોએ તેમ કર્યું નથી, પં. સુખલાલજી સંઘવીએ ભાગવતમાં શ્રી કૃષ્ણના જીવનના એ પ્રસંગની સાથે આ પ્રસંગની તુલના કરી છે કે જેમાં શ્રી કૃષ્ણ ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલા ઉપદ્રવોથી બચાવ કરવા માટે યોજન પ્રમાણુના ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઉપર ઊંચકેલે રાખે છે. પરંતુ અહીં તે જન્મીને તરત મહાવીરે અંગુઠાથી મેરુ પર્વતને કંપાવી દીધું હતું.
બૌદ્ધ પરંપરામાં મજિઝમનિકાય ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે : ભિક્ષુ મોંગલ્યાયને વૈજયન પ્રાસાદને અંગષ્ટ-સ્પર્શથી પ્રકંપિત કરીને ઇદ્રને પ્રભાવિત કર્યો હતો. ૧૦ આ પ્રમાણે મેરૂ-કંપનની ઘટનાએ એ યુગમાં પિોતપોતાના આરાધ્યદેવના સામર્થ્ય, પરાક્રમ અને એશ્વર્યની પ્રતીક બની ગઈ હતી. રાજા સિદ્ધાર્થ પુત્રને જન્મઉત્સવ મનાવ્યો. ડો. હોને લ, ૧૧ ડે. જેબીએ પોતાના લેખોમાં સિદ્ધાર્થને રાજ માન્યા નથી પણ તેમને પ્રતિષ્ઠિત ઉમરાવ અથવા સરદાર હોવાનું જણાવ્યું છે. એમની આ માન્યતા આગમસંમત નથી. આચારાંગ તેમજ ક૯પસૂત્ર વગેરેમાં સિદ્ધાર્થ ખત્તિએને શબ્દપ્રયોગ થયો છે. લાગે છે કે એના કારણે એમને આ ભ્રમ થયે છે. ક્ષત્રિયને અર્થ સામાન્ય ક્ષત્રિય નહીં પરંતુ રાજ પણ થાય છે. અભિધાનચિંતામણિકાશમાં કહેવામાં આવ્યું છે કે, ક્ષત્રિય, ક્ષત્ર ૧. (ક) સ્થાનાંગ ૭૭૦ (ખ) સમવાયાંગ ૮૩ (ગ) આચારાંગ ૨/૧૫ (ધ) ભગવતી શતક પ.ઉ.૪ 2. The Jain stupa and Antiquities of mathura p. 25. ૩. આકમ્પિઓ ય જણ અંગદૂએણ લીલાએ, તેણેહ મેરુ મહાવીરે, નામ સિકયું સુરિન્દહિ, પઉમચરિયું, ૨,૨૬ પૃષ્ઠ ૪. ચઉપન્ન મહાપુરિ ચરિયું, પૃ. ૨૭૧ ૫. મહાવીર ચરિયું ગુ. ૧-૩૪, પૃ. ૩૦-૩૧. ૬. મહાવીર ચરિયું ગા. ૧-૩ તથા પૂ. ૧૨૦-૧૨૧, ૭. ત્રિષષ્ટ, ૧૦, ૨, ૫૮-૬૬ ૮. ભાગવત, દશમસ્કંધ, અ. ૪૩, શ્લોક ૨૬–૨ ૭. ૯. ચાર તીર્થકર, પં. સુખલાલજી પૃ-૬૦ ૧૦. મજિઝમનકાય, ચૂલતહાસંખયસુત્ત. ૧૧. “મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ, જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧. અંક ૪. પૃ ૨૧૯, ૧૨. “જૈન સુત્રોની પ્રસ્તાવના કા અનુવાદ', જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧. અંક ૪. પૃ. ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org