________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૩૯ સ્થાનાંગ', સમવાયાંગર અને કલ્પસૂત્ર પ્રમાણે ભગવાન પાર્શ્વના આઠ ગણુ અને ગણધર હતા. એમનાં નામ આ પ્રમાણે છે.: ૧. શુભ ૨. શુભધેષ ૩. વસિષ્ટ ૪. બ્રહ્મચારી, ૫. સોમ ૬. શ્રીધર ૭. વીરભદ્ર અને ૪. યશ. આવશ્યકનિયુક્તિ, આવશ્યકપ મલયગિરી વૃત્તિ, ત્રિશષ્ટિશલાકાપુરષચરિત્ર, સિરિપાસના ચરિઉ ૭ તિલયપત્તિ નામના ગ્રંથોમાં ભગવાન પાર્શ્વના દશ ગણધર હોવાનું નેપ્યું છે. એમનાં નામોમાં પણ ભેદ છે. ઉદાહરણ તરીકે બીજા ગણધરનું નામ કલ્પસૂત્રમાં “આર્યધેષ' છે. તે સમવાયાંગમાં “શુભાષ' છે. કલ્પસૂત્રમાં પ્રથમ ગણધરનું નામ “શુભ છે, તો શ્રી પાસનાચરિયંમાં “શુભદત્ત' છે. ગણધરોની સંખ્યા અંગે ઉપાધ્યાય વિનયવિજયજીએ સમાધાન આપ્યું છે કે ભગવાન પાર્શ્વનાથના બે ગણધર અલ્પ આયુષ્યવાળા હતા. એટલે સમવાયાંગ અને કલ્પસૂત્રમાં આઠ ગણધરોને જ ઉલ્લેખ થયેલે છે.
આવશ્યકનિર્યુક્તિ અનુસાર ભગવાન પાર્શ્વ મુખ્યત્વે અંગ, બંગ તથા મગધમાં વિહર્યા હતા. પણ ભારતના દક્ષિણ-પશ્ચિમના પ્રદેશમાં પણ એમણે વિહાર કર્યો હતો. ભગવાન પાવે કર્નાટકથી સૈારાષ્ટ્ર સુધી, તેમજ અનાર્ય' દેશમાં પણ વિહાર કર્યો હતે. સકલકતિની દષ્ટિએ ભગવાન પાર્શ્વનું વિહાર-ક્ષેત્ર આ પ્રાણે હતું : ૬, કૌશલ, કાશી, સુન્દુ, અવંતી, પૂઠુ, માલવ, અંગ, બંગ, કલિંગ, પાંચાલ, મગધ, વિદર્ભ, ભદ્ર, દશાર્ણ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કાંકણ, મેવાડ, લાટ, દ્રાવિડ, કાશ્મીર, કચ૭, શાક, પહલવ, વસ, આભીર વગેરે દેશોમાં એમણે વિહાર કર્યો હતે. અન્ય આચાર્યોએ ૧૨ પણ આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વિહારનું વર્ણન કર્યું છે. ભગવાન પાર્શ્વ શાકય દ્વીપમાં પણ પધાર્યા હતા. શાકય ભૂમિ સમીપ હતી. ત્યાં પાર્શ્વનાથના ઘણા બધા અનુયાયી ગણે રહેતા હતા. તથાગત બુધને કાકા ભગવાન પાર્શ્વનાથને અનુયાયી શ્રાવક હતા.૧3 પ્રાચીનકાળમાં ભારત અને શાક્ય પ્રદેશ વચ્ચે અત્યન્ત મધુર સંબંધ રહ્યો હતે. વેતાંબર અને દિગબર પરંપરાના ગ્રંથોમાં ભગવાન પાર્શ્વનું પરિનિર્વાણ સ્થાન સમેતશિખર માનવામાં આવ્યું છે. જે પવત આજે પણ વિહાર રાજ્યમાં હજારીબાગ જિલ્લામાં આવેલ છે અને પાર્વગિરી નામથી પ્રખ્યાત છે ? એની પાસેના રેલ્વે સ્ટેશનનું નામ પણ પારસનાથ છે.
ભગવાન મહાવીર
શ્રમણ ભગવાન મહાવીર ચોવીસમાં તીર્થકર છે. એમનું વ્યક્તિત્વ અત્યંત ક્રાન્તિકારી હતું. તેમણે તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક મૂલભૂત સમસ્યાઓને ઉકેલ આણ્યો હતો. જે સમયે ઈરાનમાં જરથુષ્ટ્ર, ફિલિસ્તાનમાં છરેમિયા તથા ઈજ કલ, ચીનમાં કફ્યુસિયસ તેમજ લાઓત્સ, યુનાનમાં પાઈથાગોરસ, અફલાતુન અને સુકરાત વગેરે ચિંતકે પોત પોતાનું ચિંતન પ્રસ્તુત કરી રહ્યા હતા તે સમયે ભારતમાં પૂરણકશ્યપ, મંખલીગૌશાલક, અજિત કેસકમ્બલી
૧. સ્થાનાંગ, ૬૧૭ ૨. સમવાયાંગ, ૮,૮. ૩. કલ્પસૂત્ર, ૧૫૬, પૃ. ૨૨૩ ૪. આવશ્યકનિર્યુક્તિ, ગા. ૨૯૦
આવશ્યકમલયગિરીવૃત્તિ, પત્ર ૨૦૮ ૬. ત્રિષષ્ટિ . ૯૩ ૭. (ક) સિરિ પાસણા ચરિયું, ૪,૨૦૨
(ખ) પાશ્વનાથચરિત્ર, ૫, ૪૩-૪૩૮ ૮. તિલેયપણુતિ.
૯, ઠોં અપાયુકવાદિકારણનેવત્તે ઈતિ ટિપ્પણુકે વ્યાખ્યાતમ – ક૯પસૂત્ર, સુબોધિકા ટીકા પૃ. ૩૦૧. ૧૦. આવશ્યકનિર્યુક્તિ ગા. || ૨૫૬ ૧૧. સકલકીર્તિઃ પાનાથચરિત્ર, ૨૩, ૧૮-૧૯, ૧૫, ૭૬-૮૫ ૧૨. (ક) પાર્શ્વનાથચરિત્ર, સગર ૧૫, ૭૮-૮૫
(ખ) ત્રિષષ્ઠિ-૯, ૪. પૃ. ૨૯૩-૩૦૮ (ગુજરાતી અનુવાદ)
(ગ) સિરિયાસણ ચરિય, સર્ગ ૮. ૧૩. અંગત્તરનિકાયની અદ્ કથા, ભાગ. ૨. પુ. ૫૫૯ ૧૪. ભગવાન પાર્શ્વ : એક સમીક્ષાત્મક અધ્યયન –લે. દેવેન્દ્રમુનિ “શાસ્ત્રી’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org